________________
સૂ૦ ૧-૧-૩
૮૭
આપવામાં આવ્યો છે. આ શ્લોક દ્વારા ગુણનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. દ્રવ્યનો જે આશ્રય કરે છે તથા દ્રવ્યથી જે દૂર જાય છે તથા અલગ અલગ જાતિમાં જે દેખાય છે તથા જે ઉત્પન્ન કરવા યોગ્ય છે તથા જે ક્રિયાથી ઉત્પન્ન નથી થતો તેમજ દ્રવ્ય સ્વભાવથી રહિત હોય છે, તે ગુણ કહેવાય છે.
અહીં દ્રવ્યનો આશ્રય કરે છે એવું લખવા દ્વારા કોઈપણ જાતના આધાર વગર ગુણ રહી શકતો નથી એવું જણાવે છે. આમ, અર્થપત્તિથી આધારની પ્રાપ્તિ થાય છે. હવે આધારની પ્રાપ્તિ થઈ એટલે જિજ્ઞાસા થઈ કે ગુણ ક્યાં આશ્રય કરે છે ? એના ઉત્તરમાં જણાવે છે કે ગુણ દ્રવ્યમાં આશ્રય કરે છે. આથી દ્રવ્ય સિવાય બાકીનામાં ગુણ રહેતો નથી એવું સિદ્ધ થાય છે.
હવે બીજું વિશેષણ જણાવે છે. ગુણ દ્રવ્યથી દૂર થાય છે.
પૂર્વપક્ષ :- (જૈનો) :- ગુણો કેવી રીતે દ્રવ્યથી દૂર થાય છે ? દ્રવ્યનું લક્ષણ કરનારાઓએ
--
આ પ્રમાણે દ્રવ્યનું લક્ષણ બનાવ્યું છે. જે ક્રિયાવાળું હોય, ગુણવાળું હોય અને સમવાયિકારણવાળું હોય તે દ્રવ્ય કહેવાય છે. તેથી સર્વથા દ્રવ્યનો ત્યાગ કરીને (છોડીને) શુદ્ધ ગુણ કોઈપણ રીતે રહી શકતો નથી અર્થાત્ એકલો ગુણ કેવી રીતે હોઈ શકે ?
ઉત્તરપક્ષ :- (વૈયાકરણી) :- અમે ‘ગુણ’ દ્રવ્યનો ત્યાગ કરે છે એવું લખવા દ્વારા એવું જણાવવા માંગતા નથી કે દ્રવ્ય અને કર્મ વગેરેથી દૂર થવા દ્વારા સ્વતંત્ર રીતે ગુણો રહે છે. ગુણોના આવવા અને જવા સંબંધી દ્રવ્યનો બીજાઓ (જૈનો) પરિહાર કરે છે તે બરાબર નથી. અમે એમ કહીએ છીએ કે, ઉત્પત્તિ અને નાશ ઉભય, દ્રવ્યમાં પ્રાપ્ત થયા કરે છે. દા.ત. કેરીમાં પીળાપણું પ્રાપ્ત થયે છતે લીલાપણાંનો ત્યાગ થાય છે. આમ, સંપૂર્ણતયા ગુણનો દ્રવ્યમાંથી ત્યાગ થતો · નથી. વળી, જાતિની જેમ દ્રવ્યમાં ગુણોનું નિત્ય રહેવાપણું થતું નથી એવા તાત્પર્યથી ઉપરોક્ત પ્રતિપાદન કરાયું છે.
હવે, પૃથા જ્ઞાતિપુ દૃશ્યતે શબ્દોનો અર્થ બતાવે છે - ગુણો પૃથજાતિઓમાં દેખાય છે. જે લીલો રંગ કેરીમાં છે, તે જ લીલો રંગ વસ્ત્રમાં પણ છે જ. અહીં જાતિ લખવા દ્વારા જાતિવાન્ સમજી લેવું. તેમજ જાતિથી ભિન્ન એવા ગુણો છે. આવો અર્થ પણ સહેલાઈથી પ્રાપ્ત થશે. આ ત્રણ સ્વરૂપવાળા ગુણો છે આવું કહેવામાં આવશે તો ક્રિયા પણ ગુણ સ્વરૂપ બની જશે. કારણ કે ક્રિયા દ્રવ્યમાં આશ્રય કરે છે. દ્રવ્યમાંથી ક્રિયાઓ દૂર પણ થાય છે. તે જ પ્રમાણે જુદાં જુદાં દ્રવ્યમાં ક્રિયાઓ જણાય છે. આ પ્રમાણે ગુણનું લક્ષણ ક્રિયામાં જવાથી અતિવ્યાપ્તિ દોષ આવે છે. આ આપત્તિ દૂર કરવા માટે શ્લોકમાં આધેય વગેરે શબ્દો લખ્યા છે.
· ઉત્પન્ન થવા યોગ્ય જે હોય તથા આધેય સ્વરૂપ જે હોય તે પણ ગુણ છે. વળી, ક્રિયાવડે ઉત્પન્ન ન થવા યોગ્ય હોય એ પણ ગુણ છે. રક્તરૂપ આધેય સ્વરૂપ હોય છે તેમજ ઉત્પન્ન