________________
૮૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ અવયવ સ્વરૂપ બોલી શકાય એવી ક્રિયાને સાધ્યરૂપ ક્રિયા કહેવાય છે. દા.ત. પાક ક્રિયામાં વસ્તુને તપેલીમાં મૂકીને, પાણીમાં ધોવી, ચૂલા ઉપર ચડાવી ગેસ ચાલુ કરવો, મરચું, મીઠું વગેરે નાંખવું. આ તમામ ક્રિયાઓનો સમુદાય જ પાકક્રિયા કહેવાય છે. જે ક્રિયાઓમાં કારણ તરીકે અનેક ક્રિયાઓનો ક્રમ આવતો હોય તથા પૂર્વાપર અવયવ સ્વરૂપ બોલી શકાતો હોય એવી ક્રિયાને સાધ્યરૂપ ક્રિયા કહેવામાં આવે છે. “શિયાળે ધાતુ:” (૩/૩/૩) સૂત્રમાં આ બંને ક્રિયાઓની વ્યાખ્યા આપવામાં આવી છે. આ વ્યાખ્યા વ્યાકરણને જાણનારાઓ પાસેથી મળે છે. પ્રમાણિકો (તાર્કિકો) પાસેથી જે વ્યાખ્યા મળે છે તે આ પ્રમાણે છે – વૈશેષિકો ક્રિયા શબ્દને કર્મ સંજ્ઞાથી જણાવે છે. અહીં વૈશષિક સૂત્ર જણાવીને કર્મની વ્યાખ્યા જણાવે છે. સંયોગ અને વિભાગની અનપેક્ષાવાળું જે કારણ હોય તે કર્મ કહેવાય છે. કોઈક પદાર્થ જયારે સંયોગ પામવાનો હોય ત્યારે ક્રિયાત્મક અવસ્થા જણાય છે તેમજ દ્રવ્યમાં વિભાગ થવાની શક્યતા હોય ત્યારે પણ ક્રિયાત્મક અવસ્થા જણાય છે. પરંતુ આ કર્મને વિભાગ અને સંયોગની અપેક્ષા હોતી નથી. ગતિ સ્વરૂપ પ્રત્યક્ષથી અનુભવસિદ્ધ એવું દરેક દ્રવ્યમાં જે જણાય છે તે કર્મ છે. આવા કર્મને જો સંયોગ અને વિભાગની અપેક્ષા હોય તો સત્તા સ્વરૂપ દ્રવ્યમાં કર્મ ન માનવાની આપત્તિ આવશે. વૈશેષિકસૂત્રમાં આ અંગેની વિસ્તારથી વ્યાખ્યા આપવામાં આવી છે. અહીં ક્રિયા શબ્દની વ્યાખ્યા આપી, પરંતુ તાર્કિકોએ જે કર્મ શબ્દની વ્યાખ્યા કરી તે શા માટે જણાવવામાં આવી એવી જિજ્ઞાસાના સંબંધમાં “ વેષાદ્ય:' (૬/૪/૧૦૩) સૂત્રમાં કર્મથી શું અર્થ લેવો? એને માટે અહીં કર્મની વ્યાખ્યા આપવામાં આવી છે. આમ તો “વર્તુર્ભાગ્યમ્
” (૨/૨/૩) સૂત્રમાં કર્મસંજ્ઞા પાડવામાં આવી છે. આથી વિમ્ રૂપમ્ શબ્દન્યાયથી કર્મ શબ્દથી સંજ્ઞાવાચક એવો જ બોધ કરવો પડે, છતાં પણ અહીં કર્મ શબ્દથી તાર્કિકોનો અર્થ લેવો છે માટે આ સૂત્રમાં કર્મ શબ્દની તાર્કિકો સંબંધી વ્યાખ્યા પણ જણાવવામાં આવી છે. જ્યાં જ્યાં બે પ્રકારની વ્યાખ્યાઓ જણાવી હશે ત્યાં ત્યાં આ પ્રમાણેનું તાત્પર્ય સમજી લેવું જોઈએ. (શ૦ચા) વિશેષાં ગુણ:"सत्त्वे निविशतेऽपैति पृथग्जातिषु दृश्यते । आधेयश्चाऽक्रियाजश्च सोऽसत्त्वप्रकृतिर्गुणः" ॥१०॥ इत्यादिको वा । "आकृतिग्रहणा जातिलिङ्गानां च न सर्वभाक् । सकृदाख्यातनिर्लाह्या, गोत्रं च चरणैस्सह" ॥११॥ इत्यादिलक्षणलक्षिता जातिः । . અનુવાદ - હવે ગુણ શબ્દની વ્યાખ્યા કહે છે – વિશેષણ સ્વરૂપ જે હોય તે ગુણ છે. સ્વરાહુતો ગુણવિરોઃ (૨/૪/૩૫) સૂત્રમાં ગુણ શબ્દની વ્યાખ્યાને જણાવતો આ જ શ્લોક