________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः २ परिज्ञाः आगमादिव्यवहाराः ४२० - ४२१ सूत्रे
ત્યારે શું કરવું તે સંબંધી કહે છે-આલોચન કરવાની ઇચ્છાવાળો મુનિ દેશાંતરમાં જવાને અશક્ત હોવાથી આલોચનાચાર્યનીપાસે પોતાના શિષ્યને મોકલે અને કહેવરાવે કે “હે આર્ય! આપશ્રીની પાસે શુદ્ધિ કરવાને હું ઇચ્છું છું.'’(૯૬) सो ववहारविहिन्नू, अणुसज्जिता सुओवरसेणं । सीसस्स देइ आणं, तस्स इमं देह पच्छित्तं ॥९७॥ [व्यवहार भाष्य ४४८९ गूढपदैरुपदिशतीति ३] વ્યવહારની વિધિને જાણનાર તે આલોચનાચાર્ય, બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રને અનુસરીને રાગદ્વેષ રહિત, મોકલાવેલ શિષ્યને અથવા પોતાના શિષ્યને ગૂઢ પદો વડે આજ્ઞા કરે છે અને કહે છે કે–તેને તારે આ પ્રાયશ્ચિત્ત આપવું. આ આજ્ઞાવ્યવહાર છે. (૯૭)
जेन्नइया दिट्ठ, सोहीकरणं परस्स कीरंतं । तारिसयं चेव पुणो, उप्पन्नं कारणं तस्स ॥ ९८ ॥
सो तंमि चेव दव्वे, खेत्ते काले य कारणे पुरिसे । तारिसयं चेव पुणो, करिंतु आराहओ होइ ।। ९९ ।।
[ व्यवहार भाष्य ४५१५]
[ व्यवहार भाष्य ४५१७]
જે પુરુષે અન્યનું કરવામાં આવતું શુદ્ધિકરણ જે પ્રકારે જોયું હોય તે ધારી રાખે, ફરીથી કોઈક વખતે જોનાર પુરુષને અથવા અન્યને તેવા પ્રકારનું જ કારણ ઉત્પન્ન થયું હોય ત્યારે તે પુરુષ તેવા પ્રકારના દ્રવ્યમાં, ક્ષેત્રમાં, કાળમાં, ભાવમાં, કારણમાં અને પુરુષ વિષયમાં (પૂર્વે જોયેલ) પ્રાયશ્ચિત્ત આપતો થકો આરાધક થાય છે. આ ધારણાવ્યવહાર કહેવાય છે. (૯૮૯૯) પ્રકારાંતરે વળી કહે છે કે—
वेयावच्चकरो वा, सीसो वा देसहिंडओ वा वि । 'देसं अवधारेंतो, चउत्थओ होइ ववहारो ||१०० ||
: વ્યિવહાર માધ્ય ૪૬૨૮]
આચાર્યાદિનું વૈયાવૃત્ત્વ કરનાર શિષ્ય, અથવા અન્ય મુનિઓને દેશો દેખાડતો થકો વિચરનાર શિષ્ય અલ્પબુદ્ધિ હોવાથી સમસ્ત છેદસૂત્રના અર્થને ધારવા માટે સમર્થ નથી તેથી તેના ઉપકાર માટે કેટલાએક ઉપયોગી અર્થપદોને આચાર્ય આપે છે, તેને ધરતો થકો કાર્યને કરે છે તે ચતુર્થ ધા૨ણાવ્યવહાર હોય છે. (૧૦૦)
बहुसो बहुस्सुएहिं, जो वत्तो नो निवारिओ होइ । वत्तणुवत्तपमाणं (वत्तो) जीएण कयं हवइ एयं ।। १०१ ।।
[ व्यवहार भाष्य ४५४२] બહુશ્રુત પુરુષો વડે અનેક વાર આચરાયેલ હોય, અન્ય બહુશ્રુત પુરુષોએ તેનો નિષેધ કરેલ ન હોય, આ પરંપરાએ પ્રવર્તેલ વ્યવહાર તે જીતવ્યવહાર પ્રમાણ કરવા યોગ્ય છે. (૧૦૧)
जं जस्स उ पच्छित्तं, आयरियपरंपराए अविरुद्धं । जोगा य बहुविहीया, एसो खलु जीयकप्पो उ ।। १०२ ।।
[વ્યવહાર માધ્ય ૧૨]
જે પ્રાયશ્ચિત્ત, જે આચાર્યના ગચ્છમાં આચાર્યની પરંપરાએ અવિરુદ્ધ હોય અર્થાત્ પૂર્વપુરુષોની મર્યાદાને ઉલ્લંઘન કરનાર ન હોય, સામાચારીના ભેદથી યોગો બહુ વિધિવાળા છે અર્થાત્ સામાચારી ભેદે વિધિમાં ભેદ હોય છે, આ જીત વ્યવહાર છે. (૧૦૨)
જીત એટલે આચરણ કરાયેલું, એનું લક્ષણ આ પ્રમાણે છે—
असढेण समाइन्नं, जं कत्थइ केणई असावज्जं । न निवारियमन्नेर्हि, बहुमणुमयमेयमायरियं ॥ १०३ ॥
1. ટુમોદત્તા ન તરતિ અવધારેસું વધું નો તુ । કૃતિ॰ વ્યવહાર માધ્યું-ઉત્તરાર્ધમ્ ।
50
[[૪૫૦ ૪૪૬૬]