________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः २ परिज्ञाः आगमादिव्यवहाराः ४२० - ४२१ सूत्रे છે. આ ઉક્ત પાંચ વ્યવહારને જ્યારે જ્યારે જે જે પ્રયોજનને વિષે જે જે વ્યવહાર ઉચિત હોય તે તે અવસરે તે તે પ્રયોજનને વિષે તેને સર્વ પ્રકારની આશંસા રહિત મુનિઓ વડે અંગીકાર કરાયેલ એવા વ્યવહારને સમ્યગ્ રીતે પ્રવર્તાવતો–પ્રાયશ્ચિત્તાદિને દેતો થકો શ્રમણ નિગ્રંથ આજ્ઞાનો આરાધક થાય છે. અર્થાત્ આગમ વ્યવહારના અભાવમાં શ્રુતવ્યવહારની મુખ્યતા છે, શ્રુતના અભાવમાં આજ્ઞાવ્યવહારની મુખ્યતા છે, તેના અભાવમાં ધારણાવ્યવહારની મુખ્યતા છે અને ધારણાવ્યવહારના અભાવમાં જીતવ્યવહારની મુખ્યતા છે. સાંપ્રત કાળમાં આગમ વ્યવહાર નથી, એ શેષ ચાર વ્યવહાર છે તેમાં પણ મુખ્યતાએ જીતવ્યવહાર જ છે. II૪૨૧/
(ટી૦) 'પંવેવિદે' ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે–સારી રીતે જાણવું તે પરિક્ષા અર્થાત્ વસ્તુના સ્વરૂપનું જ્ઞાન અને જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન. આ પરિક્ષા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે, તેમાં ઉપયોગ રહિતને દ્રવ્યથી અને ઉપયોગવાળાને ભાવથી હોય છે. કહ્યું છે કે—''માવરિત્રા બાળ પત્ત્વવાળ ૬ માવેાં'' ભાવતઃ જાણવું અને પ્રત્યાખ્યાન કરવું તે ભાવપરિજ્ઞા છે. તેમાં ઉપધિ–રજોહરણ વગેરે, અધિક, અશુદ્ધ અથવા સર્વ ઉપધિની પરિક્ષા તે ઉપધિપરિજ્ઞા. એવી રીતે શેષ પદો પણ જાણી લેવા. વિશેષ એ કે—કપાત્રીયતે—સંયમરૂપ આત્માના પાલન માટે જે સેવાય છે તે ઉપાશ્રય. I૪૨૦
આ પરિક્ષા વ્યવહારવાળાને હોય છે તેથી વ્યવહારને પ્રરૂપતાં થકા કહે છે કે—'વંત્તે' ત્યાદ્રિ વ્યવહરવું તે વ્યવહાર, મુમુક્ષુની પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વ્યવહાર છે. અહિં તો તેનું કારણ હોવાથી જ્ઞાનવિશેષ પણ વ્યવહાર છે. આપ્યંતે—જેના વડે પદાર્થો જણાય છે તે આગમ-કેવળ, મન:પર્યવ, અવધિ, ચૌદ પૂર્વ, દશ પૂર્વ અને નવ પૂર્વરૂપ ૧, શેષ શ્રુત-આચારપ્રકલ્પાદિ શ્રુત, નવ વગેરે પૂર્વોનું શ્રુતપણું છતે પણ અતીંદ્રિયાર્થ-સૂક્ષ્મ જ્ઞાનના હેતુપણાને લઈને કેવળજ્ઞાનની જેમ અતિશયવાળું હોવાથી ‘આગમ’ (શબ્દ) નો વ્યપદેશ કર્યો છે ૨, જે અગીતાર્થની આગળ ગૂઢ અર્થવાળા પદો વડે દેશાંતરમાં રહેલ ગીતાર્થને નિવેદન કરવાને માટે અતિચારનું (ગીતાર્થે) જણાવવું અને બીજા ગીતાર્થનું પણ તે પ્રમાણે (તેના જણાવ્યા મુજબ) પ્રાયશ્ચિત્તનું આપવું તે આજ્ઞા ૩, ગીતાર્થ એટલે સૂત્ર અને અર્થનો જાણ અને સંવિજ્ઞ એટલે ક્રિયાપાત્ર એવા પુરુષે દ્રવ્યાદિની અપેક્ષાએ જે અપરાધમાં જેવી રીતે જે વિશુદ્ધિ કરી હોય તેને અવધારીને (યાદ રાખીને) જે અન્ય પુરુષ, તે દોષમાં તેવી જ રીતે વિશુદ્ધિ કરાવે તે ધારણા અથવા ગચ્છનો ઉપકાર કરનારાઓએ બતાવેલા સમસ્ત અનુચિત પ્રવૃત્તિના ઉચિત પ્રાયશ્ચિત્ત પદોને (તેની પાસેથી) વૈયાવૃત્તના કરનારા વગેરેનું જે ધારી રાખવું તે ધારણા ૪, તથા દ્રવ્ય (સચિત અચિત્તાદિ), ક્ષેત્ર (દેશ, માર્ગાદિ), કાળ (સુભિક્ષ, દુર્ભિક્ષાદિ), ભાવ (રોગી, પુષ્ટ વગેરે) પુરુષ [સહન કરવા સમર્થ છે કે નહિં] પ્રતિસેવા (આકુટ્ટિ, પ્રમાદ, દર્પ અને કલ્પથી) ની અનુવૃત્તિ વડે સંહનન, ધૈર્ય વગેરેની હાનિને અપેક્ષીને જે પ્રાયશ્ચિત્તનું દેવું અથવા જે ગચ્છમાં સૂત્રથી ભિન્ન (છતાં પણ) કારણથી જે પ્રાયશ્ચિત્તનો વ્યવહાર પ્રવત્તેલ હોય અને બીજા ઘણા [ગીતાર્થ પુરુષો વડે પરંપરાએ અનુસરાયેલ હોય તે જીતવ્યવહાર છે. આ સંબંધમાં ગાથાઓ નીચે પ્રમાણે છે—
आगमसुयववहारो, सुणह [ मुणह] जहा धीरपुरिसपन्नत्तो ।
पच्चक्खो य परोक्खो, सोऽवि अ दुविहो मुणेयव्वो ॥८७॥
[ व्यवहार भाष्य ४०२९ त्ति ]
જેમ ધીર–જ્ઞાની પુરુષોએ આગમવ્યવહાર અને શ્રુતવ્યવહારને કહેલા છે તેમ હું કહું છું તે તમે સાંભળો, તે પણ પ્રત્યક્ષ અને પરોક્ષથી બે પ્રકારે જાણવો. (૮૭)
पच्चक्खो वि य दुविहो, इंदियजो चेव नो य इंदियओ । इंदियपच्चक्खो वि य, पंचसु विससु नेयव्वो ॥८८॥ [ व्यवहार भाष्य ४०३० त्ति]
1. નવમા પૂર્વની ત્રીજી વસ્તુ આચાર નામની છે તેને જાણનારને ત્રિકાલનું જ્ઞાન હોવાથી તે ભૂત, ભાવી પદાર્થને શ્રુતજ્ઞાનના બળથી જાણી શકે છે તેથી ન્યૂન શેષ પૂર્વધરને તેવું શાન હોતું નથી. 2. જાણી જોઈને અનુચિત પ્રવૃત્તિ તે આકુટ્ટિ ૧, પ્રમાદથી અનુચિત પ્રવૃત્તિ તે દર્પ-ગર્વ વડે અનુચિત પ્રવૃત્તિ ૩, તથા કલ્પ-અપવાદપદે અનુચિત પ્રવૃત્તિ ૪ માટે તેનું પ્રાયશ્ચિત્ત આશયને લઈને અપાય.
પ્રમાદ ૨,
48