SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ आश्रवसंवरदण्डाः क्रियाः ४१८-४१९ सूत्रे પાંચ ક્રિયા છે ૪. પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે—પ્રેમપ્રત્યયા, દ્વેષપ્રત્યયા, પ્રયોગક્રિયા, સમુદાનક્રિયા અને ઈર્યાપથિકી, એવી રીતે મનુષ્યોને પણ પાંચ ક્રિયાઓ છે. બીજા ત્રેવીશ દંડકના જીવોને નથી કેમ કે ઈર્યાપથિકી ક્રિયા કષાય રહિત મનુષ્યમાં જ હોય છે. //૪૧૯/ (ટી0) રેત્યાદિ સુગમ છે. વિશેષ એ કે–આશ્રવ –જવરૂપ તળાવને વિષે કર્મરૂપ જલનું એકત્ર થવું (આવવું) તે આશ્રવ અર્થાત્ કર્મનું બાંધવું. તેના દરવાજાની જેમ દ્વારા-ઉપાયો તે આશ્રવદ્વારો. તથા સંવરVi–જવરૂપ તળાવને વિષે કર્મરૂપ જળનું રુંધન-અટકાવ કરવો તે સંવર, તેના દ્વારો-ઉપાયો તે સંવરદ્વારો અર્થાત્ મિથ્યાત્વ વગેરે આશ્રવોના ક્રમ વડે વિપર્યરૂપ સમ્યક્ત, વિરતિ, અપ્રમાદ, અકષાયીપણું અને અયોગીપણું. આ લક્ષણવાળા [સંવરના દ્વારો] પ્રથમ અધ્યયનની જેમ કહેવા. '૩યતે' આત્મા અથવા અન્ય પ્રાણી જેના વડે દંડાય છે તે દંડ, તેમાં ત્રસોની અથવા સ્થાવર જીવોની પોતાના અથવા અન્યના ઉપકારને માટે જે હિંસા તે અર્થદંડ, વિપરીતપણાથી–નિરર્થક હિંસા તે અનર્થદંડ, આ કરેલ હિંસાવાળો છે, હિંસા કરે છે, હિંસા કરશે એવા આશયથી જે સર્પ અથવા વૈરી વગેરેનો વધ તે હિંસાદંડ, 'મમ્મા ' ત્તિ મગધ દેશને વિષે ગોવાલના બાલક અને સ્ત્રી વગેરેમાં અકસ્માતુ શબ્દ પ્રસિદ્ધ છે. તે અહિં પ્રાકૃત ભાષામાં પણ તેમજ પ્રયોગ કરેલ છે. તેમાં અન્ય (અમુક) ના વધ માટે પ્રહાર કર્યો છતે બીજાનો જે વધ થઈ જાય તે અકસ્માત્ દંડ, ‘આ શત્રુ છે' એવી બુદ્ધિથી મિત્રો પણ જે વધ થઈ જાય તે દૃષ્ટિવિપર્યાસ દંડ. આ પાંચ દંડ તેર ક્રિયાસ્થાનોને વિષે કહેલા છે, માટે પ્રસંગથી બાકીના આઠે ક્રિયાસ્થાનો કહે છે. તેમાં પોતાની જ્ઞાતિ વગેરેને માટે જે જૂઠું બોલવું તે મૃણાક્રિયા ૧, આત્મા (સ્વ) વગેરેને માટે અદત્તનું જે લેવું તે અદત્તાદાનક્રિયા ૨, કોઈ પણ કારણ વડે કંઈ પણ પરાભવ નહિ કરેલ પુરુષનું મન દુભાવવું તે અધ્યાત્મક્રિયા ૩, જાતિ વગેરે મદથી ઉન્મત્ત થયેલાનું બીજાઓની હીલનાદિ કરવી તે માનક્રિયા ૪, માતા, પિતા અને સ્વજનાદિકનો અલ્પ અપરાધ છતે પણ બાળવું, ડામ દેવો અને તાડન કરવું વગેરે તીવૃદંડનું જે કરવું તે અમિત્રક્રિયા ૫, શઠતા વડે મન, વાણી અને કાયાનું પ્રવર્તાવવું તે માયાક્રિયા ૬, મહાનું સાવદ્ય આરંભ અને પરિગ્રહને વિષે લોભથી પરાભવ પામેલાનું જે પ્રવર્તવું તે લોભક્રિયા ૭, અને ઉપશાંત મોહાદિ (ગુણઠાણાવાલા) નું જે એકવિધ શાતા વેદનીય) કર્મનું બંધન તે ઇર્યાપથિકી ક્રિયા ૮. આ સંબંધની ગાથા નીચે પ્રમાણે– अट्ठा १ णट्ठा २ हिंसा ३ ऽकम्हा ४ दिट्ठी य ५ मोसे ६ ऽदिन्ने य ७ । अज्झत्थ ८ माण ९ मित्ते १० माया ११ लोभे १२ रियावहिया १३ ।।६।। [માવ૦ ]િ અર્થક્રિયા, અનક્રિયા, હિંસાક્રિયા, અકસ્માત્ ક્રિયા, દૃષ્ટિકી ક્રિયા, મૃણાક્રિયા, અદત્તાદાન ક્રિયા, અધ્યાત્મ ક્રિયા, માનક્રિયા, અમિત્ર ક્રિયા, માયાક્રિયા, લોભક્રિયા અને ઇરિયાપથિકી ક્રિયા. (૮૬) " 'નવર’ વિકાર્તિાિ ' ત્યા એકેંદ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને વિષે મિથ્યાદષ્ટિ વિશેષણ કહેવું નહિં, કેમ કે તેઓને હંમેશા સમ્યક્તના અભાવ વડે વ્યવચ્છેદ-જુદા કરવા યોગ્ય નથી અને સાસ્વાદનના અલ્પ– વડે વિવક્ષિતપણું પણ નથી. કાયિકી-કાયાની પ્રવૃત્તિ ૧, ખગાદિ વડે થનારી (ક્રિયા) તે અધિકરણિકી ૨, મત્સરથી થયેલી તે પ્રાષિકી ૩, દુઃખને ઉત્પન્ન કરવારૂપ ક્રિયા તે પારિતાપનિકી ૪, અને પ્રાણાતિપાત પ્રસિદ્ધ છે પ. 'રિદિયા' અશ્વ વગેરે ચિત્રકમદિને જોવા માટે જવારૂપ ક્રિયા દષ્ટિજા ૧, 'પુફિયા' જીવાદિને રાગ વડે પૂછવાથી અથવા સ્પર્શ કરવાથી જે કરાતિ ક્રિયા તે પુષ્ટિજા કે સ્મૃષ્ટિજા ૨, 'પવિયા' જીવાદિકોને આશ્રયીને જે ક્રિયા તે પ્રાતીત્યિકી ૩, 'સામંતોવવિદ્યા’ અશ્વ વગેરે અને રથાદિકની લોકમાં શ્લાઘા કરાતે છતે અશ્વ વગેરેના માલિકને હર્ષ થવાથી જે ક્રિયા થાય તે સામંતોપનિપાતિકી ૪, 'સાહત્યિયા' પોતાના હાથમાં ગ્રહણ કરેલ જીવાદિ વડે જીવને મારવાથી જે ક્રિયા થાય તે સ્વાહસ્તિકી ૫. "રેસલ્વિયા' મંત્રાદિ વડે જીવન અજીવોને કાઢવાની-ફેંકવાથી જે ક્રિયા થાય તે નૈસૃષ્ટિકા ૧, 'સાવળિયા' જીવ અને અજીવોને મંગાવવાથી જે ક્રિયા થાય તે આજ્ઞાપનિકી ૨, વિચારળિયા' જીવ અજીવોને વિદારવાથી જે ક્રિયા થાય તે વૈદારિણી ૩, 'કમો વરિયા' ઉપયોગ 46.
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy