________________
५ स्थानकाध्ययने उद्देशः २ गर्भधारणाधरणे ४१६ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ જળ, તેના વડે 'રે' તે આચમન-શુદ્ધિ કરનારી સ્ત્રીની (યોનિમાં) પૂર્વે પડેલા ઉદકમાં રહેલા શુક્રના પુદ્ગલોનો પ્રવેશ થાય ૫. 'ફન્નેહી’ ત્યાદિ નિગમન છે. (૧) પ્રાયઃ બાર વર્ષ પર્યત આર્તવના અભાવથી અપ્રાપ્ત યૌવનવાળી સ્ત્રી હોય છે ૧, અતિક્રાંત (ગયેલ) યૌવનવાળી સ્ત્રી પંચાવન અથવા પચ્ચાસ વર્ષથી આર્તવના અભાવથી હોય છે ૨, કહ્યું છે કે
मासि मासि रजः स्त्रीणामजस्रं स्रवति त्र्यहम् । वत्सराद् द्वादशादूर्ध्वं याति पञ्चाशतः क्षयम् ।।७२।। पूर्ण षोडशवर्षा स्त्री, पूर्णविंशेन संगता । शुद्धे गर्भाशये, मार्गे, रक्ते', शुक्रेऽनिले हदि ।।३।। वीर्यवन्तं सुतं सूते, ततोन्यूनाब्दयोः पुनः। रोग्यल्पायुरधन्यो वा, गर्भो भवति नैव वा ।।७४।। . સ્ત્રીઓનું રજસુંદરેક માસમાં ત્રણ દિન પર્યત સતત શ્રવે છે, બાર વર્ષથી ઉપરાંત આવે છે અને પચ્ચાસ વર્ષથી ઉપરાંત ક્ષય થાય છે (૭૨) સંપૂર્ણ સોળ વર્ષવાળી સ્ત્રી સંપૂર્ણ વીશ વર્ષવાળા પુરુષની સાથે સંગ કરતી છતી, શુદ્ધ ગર્ભાશય છતે ૧, શુદ્ધ યોનિમાર્ગ છતે ૨, શુદ્ધ રક્ત છતે ૩, શુદ્ધ શુક્ર છતે ૪, શુદ્ધ વાયુ છતે ૫, અને શુદ્ધ હૃદય છતે ૬ (૭૩) વીર્યવાળા પુત્રને જન્મ આપે છે, તેથી ન્યૂન વર્ષવાળા સ્ત્રી પુરુષના સમાગમથી રોગી, અલ્પાયું અને અન્ય ગર્ભ થાય છે અથવા ગર્ભ થતો જ નથી (૭૪)
અર્થાત્ ગર્ભાશયાદિ ષક શુદ્ધ હોય તો શ્રેષ્ઠ ગર્ભ થાય છે. આ રહસ્ય છે. નાતે –જન્મથી આરંભીને વંધ્યા-બીજના અભાવવાળી તે જાતિવંધ્યાં ૩, ગ્લાનપણા વડે સ્પર્શાવેલી–રોગથી પીડાયેલી તે ગ્લાન્યપૃષ્ટા ૪ તથા ટોર્મન–શોક વગેરે છે જેણીને તે દૌર્મનચિકા અથવા શોક વગેરે ઉત્પન્ન થયેલ છે જેણીને તે દૌર્મનસ્મિતા પ. 'ફન્નેહી' ત્યાદ્રિ નિગમન છે. (૨) નિયંત્રણ દિવસ નહિં પણ સતત ઋતુ-રક્તની પ્રવૃત્તિ છે જેણીને તે નિત્યઋતુકા ૧, રક્તરૂપ અથવા શાસ્ત્રપ્રસિદ્ધ (શુદ્ધ) ઋતુ નથી વિદ્યમાન જેણીને તે અનૂતકા ૨, તે આ પ્રમાણે
ऋतुस्तु द्वादश निशाः, पूर्वास्तिस्रोऽत्र निन्दिताः । एकादशी च युग्मासु स्यात् पुत्रोऽन्यासु कन्यका ।।५।।
पभं सोचमायाति, दिनेऽतीते यथा तथा । ऋतावतीते योनिः सा, शुक्रं नैव प्रतीच्छति ।।६।। .. मासेनोपचितं रक्तं धमनीभ्यामृतो पुनः । ईषत्कृष्णं विगन्धं च, वायुर्योनिमुखान्नुदेद् ।।७७।। - ઋતુ તો બાર રાત્રિ પર્વત હોય છે, તેમાં પૂર્વની ત્રણ રાત્રિઓ નિંદિત છે, અગિયારમી રાત્રિ અને યુગ્મા (બેકી સંખ્યા) ૪-૬-૮-૧૦-૧૨મી રાત્રિને વિષે પુત્ર થાય અને અન્ય ૫-૭-૯મી રાત્રિને વિષે પુત્રી થાય. દિવસ વ્યતીત થયે છતે જેમ પદ્મકમલ સંકોચ પામે છે તેમ ઋતુ ગયે છતે યોનિ સંકોચ પામે છે તેથી શુક્રને ગ્રહણ કરતી નથી. માસ વડે સંચિત થયેલ રક્ત બે ધમની (નાડી) વડે ઋતુમાં આવે છે, વળી વાયુ, કંઈક કાળું અને દુર્ગધી રક્તને પ્રેરે છે-બહાર કાઢે છે. (૭૫-૭૬-૭૭) - તથા વ્યાપન્ન–રોગથી નાશ પામેલ છે ગર્ભાશયના છિદ્રરૂપ શ્રોત જેણીનું તે વ્યાપક્ષશ્રોતા ૩, તથા વ્યાદિગ્ધ-વાયુ વગેરેથી વ્યાસ, અથવા વ્યાવિદ્ધ-ગર્ભાશય વિદ્યમાન છે તો પણ હણાયલ શક્તિવાળું, ઉક્તરૂપ શ્રોત છે જેણીનું તે વ્યાદિગ્ધશ્રોતા અથવા વ્યાવિધશ્રોતા જ, તથા મૈથુનમાં પ્રધાન અંગ પુરુષચિહ્ન અને ભગ છે તેના નિષેધરૂપ બનીન–અનંગ વડે કૃત્રિમ લિંગાદિ વડે અથવા મનો—મુખાદિકને વિષે પ્રતિસેવા (ચુંબન વગેરે) છે જેણીને અથવા અન–કામ પ્રત્યે અન્ય અન્ય પુરષના સંપર્કથી અતિશય પ્રતિ સેવે છે તેવા સ્વભાવવાળી જે સ્ત્રી તે અનંગપ્રતિષવિણી તથાપ્રકારની વેશ્યાની જેમ પ. (૩) તથા તુકાળને વિષે બીજ–વીર્યનું પતન થાય ત્યાં સુધી પરષ પ્રત્યે નિકામ-અત્યંત સેવતી નથી આવા સ્વભાવવાળી સ્ત્રી તે નોનિકામપ્રતિષવિણી ૧, ‘વા’ અને અપિ શબ્દ ઉત્તર વિકલ્પની અપેક્ષાએ સમુચ્ય અર્થમાં છે. 'સમાતા વા સે' તે સ્ત્રીની યોનિમાં પ્રાપ્ત થયેલ શુક્ર પુદ્ગલો, યોનિના દોષથી નાશ પામે છે (શક્તિહીન થાય છે) અથવા પુરુષચિહ્નના વિરુદ્ધ છિદ્રપ્રવાહને લઈને યોનિથી બહાર પડતા થકા વિધ્વંસ પામે છે , ઉદીર્ણ-સ્ત્રીનું શોણિત અત્યંત પિત્તપ્રધાન હોય છે તે બીજ રહિત હોય છે ૩, પુરા વા–ગર્ભના સમયથી અગાઉ દેવની ક્રિયા વડે-દેવતાના પ્રભાવ વડે ગર્ભધારણની શક્તિનો ઉપઘાત થાય અથવા દેવ અને કાશ્મણ (કામણ) તથાવિધ દ્રવ્યનો સંયોગ તે દેવકાશ્મણ, તેથી ગર્ભને ન ધરે ૪, પુત્રરૂપ ફળ તે પુત્રફળ
41