________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः २ गर्भधारणाधरणे ४१६ सूत्रम् वावन्नसोया, वाविद्धसोया, अणंगपडिसेविणी । इच्चेतेहिं पंचहि ठाणेहिमित्थी पुरिसेण सद्धिं संवसमाणी वि गब्भं णो धरेज्जा (३)। पंचहिं ठाणेहिं इत्थी पुरिसेहिं सद्धिं संवसमाणी वि गब्भं नो धरेज्जा तंजहा–उउंमि णो णिगामपडिसेविणी तावि भवति, समागता वा से सुक्कपोग्गला पडिविद्धंसंति, उदिन्ने वा से पित्तसोणिते, पुरा वा देवकम्मुणा, पुत्तफले वा नो निविढे भवति । इच्चेतेहिं जाव नो धरेज्जा (४) ।। सू० ४१६।। (મૂળ) પાંચ પ્રકાર વડે સ્ત્રી, પુરુષની સાથે સમાગમ ન કરતી થકી ગર્ભ ધારણ કરે, તે આ પ્રમાણે—સ્ત્રી વસ્ત્ર રહિત છતી
પુરુષના અલિત વીર્યવાળા સ્થાન ઉપર ખરાબ રીતે બેઠેલી હોય ત્યારે પુરુષના પતિત વીર્યના પુદ્ગલોને ગુહ્ય પ્રદેશ. વડે આકર્ષણ કરે તેથી ગર્ભને ધરે ૧, વીર્યના પુદ્ગલોથી ખરડાયેલ વસ્ત્રને અજાણતાં રુધિરના નિરોધને અર્થે પોતાની યોનિમાં પ્રક્ષેપે તેથી ગર્ભને ધરે, ૨. પુત્રની ઇચ્છાવાળી અને શીલની રક્ષાને ઇચ્છતી કોઈક સ્ત્રી, સ્વયં વીર્યના પુદ્ગલોને ગ્રહણ કરીને યોનિમાં પ્રક્ષેપે તેથી ગર્ભને ધરે ૩, પુત્રને માટે, સાસુ પ્રમુખ બીજી સ્ત્રી, તે સ્ત્રીની યોનિમાં પોતાન હસ્ત વડે વીર્યના પુદ્ગલોને પ્રક્ષેપે ૪, તળાવ વગેરે શીતળ જલમાં શુદ્ધિને કરતી છતી ત્યાં પૂર્વપતિત વીર્યના પગલો યોનિમાં પ્રવેશ કરે તેથી ગર્ભને ધરે. ૫. આ પાંચ કારણ વડે યાવત્ પુરુષની સંઘાત સમાગમ ન કરતી છતી
સ્ત્રી ગર્ભને ધારણ કરે. (૧) પાંચ પ્રકાર વડે સ્ત્રી પુરુષ સાથે સમાગમ કરતી હતી પણ ગર્ભ ધારણ કરે નહિં, તે આ પ્રમાણે—ઋતુ ન આવવાથી અપ્રાપ્તયૌવના ૧, ઋતુનો નાશ થવાથી અતિક્રાંતયૌવના ૨, જન્મથી વંધ્યા ૩, રોગથી પીડાયેલી ૪, શોક વગેરેથી માનસિક પીડાવાળી પ. આ પાંચ પ્રકારની સ્ત્રી પુરુષ સાથે સમાગમ કરતી હતી પણ ગર્ભ ધારણ ન કરે. (૨) પાંચ પ્રકાર વડે સ્ત્રી, પુરુષની સાથે સમાગમ કરતા છતી પણ ગર્ભ ધારણ ન કરે, તે આ પ્રમાણે—નિત્ય ઋતવાળી અથવા પ્રદરના રોગવાળી ૧, ઋતુના અભાવવાળી ૨, રોગથી ગર્ભાશયરૂપ છિદ્રનો નાશ પામેલ સ્ત્રી ૩, વાયુ વગેરેથી વ્યાપ્ત થયેલ ગભશયરૂપ છિદ્રવાળી સ્ત્રી ૪, ઘણા પુરુષોને સેવનારી વેશ્યાદિ સ્ત્રી ૫. આ પાંચ પ્રકાર વડે સ્ત્રી, પુરુષની સાથે સમાગમ કરતી છતી પણ ગર્ભ ધારણ કરે નહિં. (૩) પાંચ પ્રકાર વડે સ્ત્રી, પુરુષ સાથે સમાગમ કરતી હતી પણ ગર્ભ ધારણ ન કરે, તે આ પ્રમાણે—જે ઋતુના સમયને વિષે અતિ વિષયને સેવનારી હોતી નથી ૧, જે સ્ત્રી વીર્ય પગલો યોનિમાં પ્રાપ્ત થયો છતાં પણ યોનિના દોષથી નાશ પામે છે ૨, જે સ્ત્રીને ઉત્કટ (વિશેષ) પિત્તપ્રધાન રુધિર હોય ૩, ગર્ભના સમયથી પહેલાં દેવતાના અનુભાવથી શક્તિનો નાશ થયેલ હોય ૪, પૂર્વભવમાં પુત્રરૂપ ફલને યોગ્ય કર્મ કરેલ ન હોય. ૫. આ પાંચ પ્રકાર વડે સ્ત્રી, પુરુષ સાથે સમાગમ કરતી
છતી પણ ગર્ભને ન ધરે. (૪) //૪૧૬/l (ટી.) 'પંહૈિ' ત્યા૦િ સૂત્ર ચતુષ્ટય સુગમ છે. વિશેષ એ કે—'શ્વિય' ત્તિ વિવૃત્તા-અનાચ્છાદિતા, તે ઉત્તરીય વસ્ત્રસાડી વગેરેની અપેક્ષાએ પણ હોય, આ કારણથી દુઃશબ્દ વડે વિશેષણ અપાય છે અર્થાત્ દુષ્ટ રીતે વસ્ત્ર રહિત-સર્વથા વસ્ત્ર રહિત સ્ત્રી. અથવા વિવૃતો—ખુલ્લા સાથળવાળી સ્ત્રી તે દુર્વિવૃત્તા, જે સ્ત્રી દુષ્યિવૃત્તા છતી, ટુર્નિષv—વિરૂપપણેખરાબ રીતે બેઠેલી થકી કોઈપણ રીતે પુરુષથી નીકળેલ શુક્ર (વીર્ય) ના પુદ્ગલવાળી ભૂમિ, પાટ વગેરે આસન પ્રત્યે ગુહ્ય પ્રદેશ વડે દબાવીને બેઠેલી તે દુર્વિવૃત્ત-દુર્વિષષ્ણા, કોઈ પણ રીતે પુરુષથી નીકળેલ અને આસનમાં રહેલ વીર્યના પુદ્ગલોને સ્ત્રી, યોનિના આકર્ષણ વડે સંગ્રહ કરે ૧, વીર્યથી ખરડાયેલ વસ્ત્રને 'રે' તે સ્ત્રી, પોતાની યોનિના અંત-મધ્યમાં પ્રક્ષેપે (અહિં વસ્ત્ર ઉપલક્ષણ છે) તથાવિધ બીજું પણ કેશીની માતાના કેશ–પ્રક્ષેપની જેમ ખરજવાને માટે અથવા રક્તના નિરોધને માટે તેણી દ્વારા પ્રયોગ કરાયો થકો પ્રવેશ થાય ૨, સ્વયં—પુત્રની અર્થી હોવાથી શીલની રક્ષા કરનારી હોવાથી તે સ્ત્રી, શુક્ર પુલોને યોનિમાં પોતે પ્રક્ષેપ ૩, 'પરો ત્ર' ત્તિ સાસુ વગેરે પુત્રના અર્થે 'રે' તેણીની યોનિમાં વીર્યના પુદ્ગલોને પ્રવેશ કરાવે ૪, તથા 'વિયર્ડ' તિ સિદ્ધાંતની ભાષાથી જળ તે અનેક પ્રકારે હોય માટે તેથી કહે છે–તળાવ વગેરેમાં રહેલું જે ઠંડુ
40.