________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ महानद्युत्तारेतरौ प्रथमप्रावृट्पर्युषणाविहारेतरौ ४१२- ४१३ सूत्रे ગ્રહણ ન કરાય તો તે આચાર્યાદિથી શ્રુતસ્કંધનો નાશ થાય. આ કારણથી તેને ગ્રહણ ક૨વા માટે ગ્રામાનુગ્રામ પ્રત્યે વિચરવું કલ્પે. એવી રીતે દર્શનના પ્રયોજન વડે અર્થાત્ દર્શનપ્રભાવક શાસ્ત્ર (સમ્મત્યાદિ) ના પ્રયોજનવાળાએ અને ચારિત્રના પ્રયોજનપણાએ તો જે ક્ષેત્રમાં રહેલ તે ક્ષેત્રની અનેષણા અને સ્ત્રી વગેરેના દોષ વડે દુષ્ટતાથી ચારિત્રની રક્ષા માટે તેમજ 'આયરિયસવન્ના' ત્તિ॰ સમાહારદ્વંદ્વપણાથી આચાર્ય અને ઉપાધ્યાય એકવચનાંત છે, 'તે' તે સાધુ 'વીસુંમેગ્ન' ત્તિ॰ વિષ્વક–શરીરથી જુદા થાય અર્થાત્ તે સાધુના આચાર્ય અને ઉપાધ્યાય મરણ પામે, તે કારણથી તે ગચ્છમાં અન્ય આચાર્યાદિકના અભાવથી અન્ય ગણનો આશ્રય કરવા માટે અથવા 'વીસુંમેગ્ન' ત્તિ તે સાધુનો આચાર્યાદિ વિશ્વાસ પામેલ હોય, તે કારણથી અત્યંત રહસ્ય કાર્ય કરવા માટે તથા વર્ષાક્ષેત્ર–ચોમાસાના ક્ષેત્રથી બહાર રહેનારા આચાર્ય, ઉપાધ્યાયોનું વૈયાવૃત્ત્વ કરવા માટે આચાર્યાદિ વડે મોકલાયેલ સાધુને વિહાર કરવો કલ્પે. કહ્યું છે કે—
असिवे ओमोयरिए, रायदुट्टे भए व गेलने । नाणाइतिगस्सा ३, वीसुंभण ४ पेसणेणं ५ च ।। ५९ ।। [निशीथ भाष्य ३१२९, बृहत्कल्प० २७४१ इति] ઉપદ્રવ હોતે છતે, દુર્ભિક્ષાદિને લઈને આહાર ન મળવાથી, રાજાનો દ્વેષ થવાથી, ભય હોતે છતે, ગ્લાન છતે–આ પ્રમાણે કારણો ઉત્પન્ન થવાથી વર્ષાકાળમાં વિહાર કરવો કલ્પે અથવા જ્ઞાનાદિ રત્નત્રય માટે ૩, આચાર્યાદિનું મરણ થવાથી ૪; અને પોતાના આચાર્યાદિદ્વારા મોકલાયેલ સાધુને ચોમાસામાં પણ વિહાર કરવો કલ્પે. (૫૯) I૪૧૩॥
पंच अणुग्घातिता पन्नत्ता, तंजहा - हत्थाकम्मं करेमाणे, मेहुणं पडिसेवमाणे, राती भोयणं भुंजमाणे, सागारितपिंडं મુંનમાળે, રાયપિંડ મુંનમાળે ।। સૂ॰ ૪૬૪।।
(મૂળ) પાંચ અનુાતિકો-મહાપ્રાયશ્ચિત્તને યોગ્ય કહેલા છે, તે આ પ્રમાણે—૧. હસ્તકર્મ કરતો થકો, ૨. 1અતિક્રમ વગેરેથી મૈથુન સેવતો થકો (અનાચારપણે નહિં), ૩. રાત્રિ ભોજન કરતો થકો, ૪. શય્યાતરના પિંડને ભોગવતો થકો અને પ. રાજપિંડને ભોગવતો થકો ૪૧૪
(ટી૦) 'અનુષાન્ડ્સ' ત્તિ॰ જે તપવિશેષને લઘુકરણરૂપ ઉદ્દાત નથી તે અનુદ્દાત અર્થાત્ જેમ શ્રુતમાં કહેલું છે તેમ (પ્રાયશ્ચિત્તરૂપ) તપ આપવો (પરંતુ ઓછો ન આપવો) તે તપ, પ્રતિસેવા વિશેષથી છે જેઓને તે અનુદ્ધાતિકો, ૧. હસ્તકર્મ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે, તેને કરતો થકો, ૨. મૈથુન—અતિક્રમથી અતિચાર સુધી અબ્રહ્મને સેવતો થકો, ૩. ખવાય છે તે ભોજન, રાત્રિને વિષે ભોજન તે રાત્રિભોજન, તે દ્રવ્યથી અશનાદિ, ક્ષેત્રથી સમય ક્ષેત્રને વિષે, કાળથી ૧ દિવસે લીધેલું અને બીજે દિવસે ભોગવ્યું, ૨. દિવસે ગ્રહણ કર્યું અને રાત્રિએ ભોગવ્યું, ૩. રાત્રિએ ગ્રહણ કર્યું અને દિવસે ભોગવ્યું તેમજ ૪. રાત્રિએ ગ્રહણ કર્યું અને રાત્રિએ ભોગવ્યું એવી રીતે ચતુર્થંગરૂપ છે, અને ભાવથી રાગદ્વેષ વડે ભોજન કરતો થકો. હવે 'મંતિ
मे
। સુહુના પાળા' [શવૈ૦ ૬ાર૪-ર૬ ત્ત] ઇત્યાદિ ત્રણ ગાથામાં દોષો જણાવ્યા છે. વળી પણ કહ્યું છે કે—
विहु फागदव्वं, कुंथू पणगा तहा वि दुप्पस्सा । पच्चक्खं नाणी वि हु, राईभत्तं परिहरति ॥ ६० ॥ जइ वि य पिवीलिगाइ, दीसंति पईव जोइउज्जोए । तह वि खलु अणाइन्नं, मूलवयविराहणा जेणं ॥ ६१ ॥ [बृहत्कल्प० २८६३-६४ निशीथ भाष्य ३४११-१२ त्ति ]
જો કે પ્રાશુક દ્રવ્ય-પક્વાન્નાદિ હોય, તો પણ તેમાં આગંતુક કુંથુઆ અને પનક વગેરે સૂક્ષ્મ પ્રાણીઓ રાત્રિમાં દુઃખે જોઈ શકાય તેવા હોય છે. વળી પ્રત્યક્ષ જ્ઞાની-કેવલી વગેરે પણ રાત્રિભોજનને પરિહરે છે. જો કે તેમાં ‘આમાં જીવોત્પત્તિ છે કે નહી?' તે જાણે છે તો પણ રાત્રિએ ભોજન કરતા નથી. (૬૨)
1. મૈથુન સેવવાની ઇચ્છા તે અતિક્રમ, તે તરફ ગમન તે વ્યતિક્રમ અને સામગ્રીનો મિલાપ તે અતિચાર, ત્યાં સુધી પ્રાયશ્ચિત્તને યોગ્ય છે પણ કાયાએ સેવવાથી અનાચાર થાય છે અને સર્વથા વ્રતભંગ થાય છે. એ સાધુને પાછી દીક્ષા આપવી એ જ વિધાન છે.
36