________________
५ स्थानकाध्ययने उद्देशः २ महानद्युत्तारेतरौ प्रथमप्रावृट्पर्युषणाविहारेतरौ ४१२-४१३ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
પાનસિક પીડા છતે અથવા ગામ બહાર કોઈ કાઢે છતે ૧, દુર્ભિક્ષમાં ૨, ભયને વિષે ૩, પાણીનો મહાનું પ્રવાહ આવ્યું છતે ૪, અને કોઈક દ્વેષી જ્યારે પરાભવ અથવા તાડન કરે તેમ હોય ત્યારે વર્ષાકાળમાં પણ સાધુ વિહાર કરે છે. તથા વસુવર્ષાકાળમાં વર્ષો-વૃષ્ટિ તે વર્ષોવર્ષો અથવા વર્ષાકાળને વિષે આવાસથી રહેવારૂપ વર્ષાવાસ તે જઘન્ય-કાર્તિકી પૂર્ણિમા પર્યત સીત્તેર દિવસપ્રમાણ, મધ્યમ વૃત્તિ વડે ચાતુર્માસપ્રમાણ અને ઉત્કૃષ્ટથી છમાસ પર્વત છે. કહ્યું છે કે
इय सत्तरी जहन्ना, असिई नउई वीसुत्तरसयं च । जइ वासे मग्गसिरे, दस राय तिन्नि उक्कोसा ।।६।। માસમર્થકો
[ बृहत्कल्प० ४२८५ दशाश्रुत स्कंध नि० ६९ निशीथ भाष्य ३१५४ इति] ભાદ્રપદ શુક્લ પંચમી પછી કાર્તિક પૂર્ણિમા પર્યત જઘન્યથી સીત્તેર દિવસો થાય છે અને ભાદ્રપદ (મારવાડી) કૃષ્ણ દશમીથી કાર્તિક પૂર્ણિમા પર્યત એંશી દિવસો, શ્રાવણ પૂર્ણિમાથી કાર્તિક પૂર્ણિમા પર્યત નેવું દિવસો, આષાઢ પૂર્ણિમાથી કાર્તિક પૂર્ણિમા પર્યત એક સો વીસ દિવસો, આ બધા મધ્યમ છે. જો માગશર માસમાં વૃષ્ટિ થાય તો અપવાદ માર્ગથી દશ દિવસ રહે, દશ દિવસ પછી પણ વૃષ્ટિ થાય તો બીજા દશ દિવસ રહે, એમ ત્રીજી વાર પણ દશ દિવસ રહે અર્થાત્ માર્ગશીર્ષ પૂર્ણિમા પછી પણ વૃષ્ટિ થાય, કાદવ વગેરે હોય તો પણ અવશ્ય વિહાર કરે. આ પંચમાસિક જ્યેષ્ઠ કલ્પ અવગ્રહ છે. (૫૬)
હવે છ માસનો અવગ્રહ કહે છેकाऊण मासकप्पं, तत्थेव ठियाण तीते [तीत] मग्गसिरे । सालंबणाण छम्मासिओ उ जेदुग्गहो होइ ।।५७।।
. [बृहत्कल्प० ४२८६ दशाश्रुत स्कंध नि० ७० निशीथ भाष्य ३१५६ इति] જે ક્ષેત્રને વિષે આષાઢ પૂર્ણિમા પર્યત માસકલ્પ કરીને પણ બીજા ચોમાસા માટે યોગ્ય ક્ષેત્ર ન હોવાથી ત્યાં જ ચાતુર્માસ રહેલ હોય અને ચાતુર્માસ બાદ વૃષ્ટિ વગેરેના કારણથી માર્ગશીર્ષ પૂર્ણિમા પર્યત રહેલ આલંબન સહિત મુનિઓને જ છમાસિક * જયેષ્ઠ અવગ્રહ હોય છે. (૫૭)
' 'પુન્નોવિયા' ઉત્ત. પરીતિ–સમસ્તપણાએ પિતાનાં–રહેલાઓને અર્થાત્ પર્યુષણા કલ્પ વડે નિયમવાળી વસ્તુ પ્રત્યે ગ્રહણ કરનાર મુનિઓને પર્યુષણા કલ્પ તે ઊણોદરતાનું કરવું, નવ વિકૃતિનો સર્વથા ત્યાગ, પીઠ, લક વગેરે સંસ્તારકનું ગ્રહણ, ઉચ્ચારાદિ સંબંધી માત્રકનું ગ્રહણ કરવું, લોચનું કરવું, શિષ્યને દીક્ષા ન આપવી, પહેલાં લીધેલ ભસ્મ-રાખ, ડગલ વગેરેનું તજવું, નવીનોનું ગ્રહણ કરવું, વર્ષાકાળમાં મદદ કરનાર ડબલ ઉપકરણનું ધરવું, નવીન ઉપકરણનું ગ્રહણ ન કરવું અને પાંચ કોશથી આગળ જવાનું વર્જવું. ઇત્યાદિ. કહ્યું છે કેदव्वट्ठबणाऽऽहारे, विगई संथार मत्तए लोए । सच्चित्ते अच्चित्ते, वोसिरणं गहणधरणाइ ।।५८।।
[निशीथ भाष्य ३१६६ त्ति વ્યવ'ત્તિનિશીથસૂત્રમાં દ્વાર ગાથા છે તેનો અક્ષરાર્થ અહિં કહેવાય છે-આહારને વિષે ઊણોદરતા, વિકૃતિ (વિગઈ) નો ત્યાગ, સસ્તારક અને માત્રકનું ગ્રહણ, લોચકરણ, સચિત્ત-શિષ્ય ન કરવો, અચિત્ત-પૂર્વે ગ્રહણ કરેલ ભસ્મ, ડગલ વગેરેનો ત્યાગ, ઋતુબદ્ધ (ચોમાસા સિવાયના કાળ) કાળમાં પણ ગ્રહણ કરેલ વસ્ત્રપાત્રાદિનું ગ્રહણ કરવું. (૫૮) - મંગલાદિકના કારણને વિષે આહારનો ત્યાગ કરવો અર્થાત્ ઋતબદ્ધ કાળમાં જે આહાર લેવાય છે તે આહાર ચોમાસામાં ત્યાજય છે. જો આવશ્યકાદિ કૃત્યમાં હાનિ ન થાય તો ચાર માસના ઉપવાસ કરે, તે ન બની શકે તો ત્રણ માસ, બે માસ કે એક માસખમણ કરે. તે ન થઈ શકે તો ક્રમશઃ એકેક દિવસની હાનિ કરીને અર્થાત્ ૨૯-૨૮-૨૭ દિવસ તપ કરે. છેવડે એકાંતર ઉપવાસ કરે. જો નિત્ય આહાર કરે તો પ્રત્યાખ્યાનની વૃદ્ધિ કરે અર્થાત્ જો પહેલાં ‘નવકારસી’ કરતો હોય તો પોરસી કરે, એમ ક્રમશઃ કરતો થકો યોગની વૃદ્ધિ કરે.
જ્ઞાન એ જ અર્થ પ્રયોજન છે જેને તે જ્ઞાનાર્થ, તેનો જે ભાવ તે જ્ઞાનાર્થતા, તયાં-જ્ઞાનાર્થપણા વડે, અન્ય આચાર્યાદિ પાસે અપૂર્વ શ્રુતસ્કંધ છે તે આચાર્ય, આહાર પ્રત્યે પ્રત્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા છે, તે કારણથી શ્રુતસ્કંધ, તેની પાસેથી જો
- 35