________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ महानद्युत्तारेतरौ प्रथमप्रावृट्पर्युषणाविहारेतरौ ४१२-४१३ सूत्रे
તથા 'માઉસંસિ' ઉત્ત. અહિં આષાઢ અને શ્રાવણ આ માસ-પ્રાવૃત્ ઋતુ છે. તેમાં આષાઢ માસ તે પ્રથમ પ્રાવૃત્. અથવા ચાર માસના પ્રમાણવાળો વર્ષાકાળ તે પ્રાવૃત્ એમ વિવક્ષિત છે. તેમાં સીત્તેર દિવસના પ્રમાણવાળા પ્રવૃટના બીજા ભાગને વિષે તો વિહાર કરીને જવું કહ્યું જ નહિં, અને પચ્ચાશ દિનના પ્રમાણવાળા પ્રથમ ભાગને વિષે કારણે જવું કહ્યું તેમાં પણ વીશ દિનના પ્રમાણવાળા પ્રથમ ભાગમાં ગ્રામાંતર જવું કહ્યું નહિ. કારણ કે તે સમયે પૃથ્વી જંતુઓ વડે વ્યાકુલ હોય છે. કહ્યું છે કે एत्थ य अणभिग्गहियं, वीसइराई सवीसयं मासं । तेण परमभिग्गहियं, गिहिनायं कत्तियं जाव ।।५१।।
[बृहत्कल्प० ४२८२ निशीथ भाष्य ३१५१ दशाश्रुत स्कंध नि०६६ त्ति] શ્રાવણ બહુલ (ગુજરાતી આપાઢ વદિ) પંચમી વગેરેમાં સાધુ રહે છતે પણ ગૃહસ્થો પાસે રહેવાનું ચોક્કસ નહિ કરેલ હોઈ જો કોઈ ગૃહસ્થ પૂછે કે- આર્યો! તમે અત્રે રહ્યા છો કે નહિં? ત્યારે હજી પણ કાંઈ ચોક્કસ કરેલું નથી એમ મુનિ કહે. આવી રીતે અનિશ્ચિત ક્યાં સુધી કહેવું તે કહે છે-વીસ દિવસ અથવા 'પચ્ચાસ દિવસ પર્વત. પર્યુષણા બાદ ચોક્કસ કરવુંગૃહસ્થોને યાવત્ કાર્તિક પૂર્ણિમા પર્યત રહેવાનું જણાવવું. (૫૧)
કોઈ પણ મરકી વગેરે ઉપદ્રવો વડે નીકળવાનો સંભવ હોવાથી અનભિગૃહીત-અનિશ્ચિતપણું છે. કહ્યું છે કે– , असिवादिकारणेहिं, अहवा वासं न सुट्ठ आरद्धं । अभिवडियंमि वीसा, इयरेसु सवीसई मासो.।।५२।।
[बृहत्कल्प० ४२८३ निशीथ भाष्य ३१५२ दशाश्रुत स्कंध नि० ६७ इति] અશિવ-ઉપદ્રવ અને રાજભય વગેરે કારણોને લઈને અથવા જે ક્ષેત્રમાં રહેલ હોય તે ક્ષેત્રમાં દુષ્કાળ પડેલ હોય તો વિહાર પણ કરે, જે સંવત્સરોમાં અધિક માસ હોય છે તે સંવત્સરમાં આષાઢી પૂર્ણિમાથી વીસ દિવસ પર્યત અનભિગુહિક વસે. અધિક માસ ન હોય ત્યારે પચ્ચાસ દિન પર્યત અચોક્કસપણે રહે. (૫૨) વર્ષાકાળમાં વિહાર કરવાથી નીચેનાં દોષો લાગે છે.
छक्कायविराहणया, आवडणं विसमखाणुकंटेसु । वुज्झण अभिहण रुक्खोल्लसावए तेण उवचरए ।।५३।। अक्खुनेसु पहेसु, पुढवी उदगं च होइ दुविहं तु । उल्लपयावणअगणी, इहरा पणओ हरियकुंथू ।।५४।।।
. [बृहत्कल्प० २६३६-३७ निशीथ भाष्य ३१२५-२६ इति] છકાયના જીવની વિરાધના થાય, કાદવ વગેરેમાં અથવા વિષમ સ્થાનમાં પડવું થાય, ખીલા અથવા કાંટાઓને વિષે પગ વીંધાય, નદી વગેરેના પ્રવાહમાં તણાવું પડે, માર્ગમાં જતાં અભિઘાત થાય, ભીંજાવાના ભયથી વૃક્ષનો આશ્રય કરે તે વૃક્ષનું વાયુથી પડવું થાય. શ્વાપદ-હિંસક પ્રાણીઓનો ભય થાય, અન્ય લોકો ચોર અથવા ગુપ્તચરની શંકા કરે, હલનચલન વગેરેથી રહિત રસ્તાઓમાં પૃથ્વીની તથા ભૌમ અને અંતરિક્ષ (આકાશ સંબંધી) એમ બે પ્રકારના અપૂકાયની વિરાધના થાય, ભીંજાયેલ ઉપધિઓને તપાવે ત્યારે અગ્નિનો આરંભ થાય, અગ્નિના આરંભમાં અવશ્ય વાયુનો આરંભ થાય, ઇતરથા-જો ન તપાવે તો પનગફૂગ ઉત્પન્ન થાય, વળી દુર્વાદિ તથા કંથ વગેરેની વિરાધના થાય. (૫૩-૫૪)
આ કારણથી પ્રાવૃત્ ઋતુને વિષે શું કરવું? તે કહે છે-અવધિભૂત-એક ગ્રામથી ઉત્તર-આગળના ગ્રામોનું ઉલ્લંઘન ન કરવું તે ગ્રામાનુગ્રામ. તેન–ગ્રામની ક્રમશઃ પરંપરા વડે અથવા એક ગામથી બીજો ગ્રામ લધુ (નાનો) અને પાછળથી વસેલ તે અનુગ્રામ, ગ્રામ અને અનુગ્રામરૂપ ગ્રામનુગ્રામને વિષે ટૂનિત્તર' ત્તિ રોતું—વિહાર કરવા માટે (ન કલ્પ) આ ઉત્સર્ગમાર્ગ છે. અપવાદ માર્ગ કહે છે કે—'vQ’ ત્યારઃ પૂર્વોક્તવત્, વિશેષ એ કે–'પ્રવ્યથત’ ગામમાંથી કોઈક બહાર કાઢે, અથવા પાણીનો પ્રવાહ આવે છતે તેથી નાસી જવું પડે. કહ્યું છે કેआबाहे दुब्भिक्खे, भए दओघंसि वा महंतंसी । परिभवणतालणं वा, जया परो वा करेज्जासि ।।५।।
[વૃદq૦ માર૭૩૬ ઉત્ત] 1. આ મર્યાદા સાંપ્રતકાળમાં પ્રવર્તતી નથી, અત્યારે તો આષાઢી ચૌદસથી જ ચાતુર્માસ ચોક્સ થાય છે.
34.