________________
५ स्थानकाध्ययने उद्देशः २ महानद्युत्तारेतरौ प्रथमप्रावृट्पर्युषणाविहारेतरौ ४१२ - ४१३ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
નજીકમાં જોવાતી, રઢ્ઢિા સામાન્યતઃ કહેવાયેલી જે મહાનદીઓ, ગણિતા–પાંચ એમ ગણત્રી કરેલી, વ્યંજિતા–સ્પષ્ટ કરાએલી– ગંગા ઇત્યાદિ, અથવા વિશેષણ વડે ગ્રહણ કરવાથી જેમ મહાર્ણવા, તેમાં બહુ પાણી હોવાથી મહાર્ણવ-મહાસમુદ્રની જેમ જે અથવા મહાર્ણવ પ્રત્યે જનારી જે નદીઓ તેમ મહાર્ણવા, મહાનદીઓ તે ઘણી ઊંડી નદીઓ, એવી નદીઓ એક માસમાં બે વખત અથવા ત્રણ વખત 'ૐત્તરીતું'—બાહુ અને જંઘા વડે ઉલ્લંઘન કરવાને માટે, સન્તરીતું—નાવાદિની સહાયતા વડે ઉતરવા માટે જ (અથવા એક વખત ઉલ્લંઘવું તે ઉત્તરીત્તું અને અનેક વખત ઉલ્લંઘન કરવું તે સંતરિનું) પોતાનો અને સંયમનો ઘાત થવાનો સંભવ હોવાથી ન કલ્પે. વળી શબલ (મલિન) ચારિત્ર થવાથી અકલ્પ્યતા છે. કહ્યું છે કે—''માસન્વંતર તિત્રિ વાતેવા ૩ રેમાળે' ત્તિ—એક માસમાં નાભિપ્રમાણ જલમાં ઉતરવારૂપ ત્રણ વખતના ઉદકના લેપને કરતો થકો ચારિત્રને સબળ દોષવાળું–મલિન કરે. આ સૂત્રને વિષે કલ્પભાષ્યની ગાથા નીચે પ્રમાણે જાણવી.
इमउत्ति सुत्तउत्ता १, उद्दिट्ठ नईओ २ गणिय पंचेव ३ । गंगादि वंजियाओ ४, बहूदय महन्नवाओ ५ ||४७|| पंचहं गहणेणं सेसा वि उ सूइया महासलिला ।
[बृहत्कल्प० ५६१९।२० इति ]
આ સૂત્રમાં સામાન્યથી કહેવાએલી ગણિતમાં પાંચ, ગંગાદિનું વર્જન કરવું. ઘણા જલવાલી અને ઘણી ઊંડી હોવાથી.
(૪૭)
અહિં પાંચ નદીઓના ગ્રહણ વડે ઉપલક્ષણથી શેષ મહાનદીઓ પણ સૂચવેલ છે.
હવે દોષો બતાવે છે—
ओहार - मगराईया, घोरा तत्थ उ सावया । सरीरोवहिमाईया, गावातेणा व कत्थइ ||४८ || [ बृहत्कल्प० ५६३३ इति]
નદીમાં હિંસક જીવો મત્સ્ય અને મગર વગેરે હોય છે, તેઓ નાવને જળની અંદર લઈ જાય છે અથવા શરી૨ અને ઉપધિ વગેરેના ચોરનારા હોય છે તેમજ નાવને પણ ચોરનારા ક્યાંક હોય છે. (૪૮)
અપવાદ દર્શાવતાં કહે છે—'પત્તે' ત્યાદ્રિ મ—રાજા તેમજ દ્વેષી વગેરેના સંબંધથી ઉપધિ વગેરેના અપહરણ વિષયક ભય ઉત્પન્ન થયે છતે ૧, ટુર્નિક્ષે વા—ભિક્ષાનો અભાવ હોતે છતે ૨, 'પન્ન દેખ્ત' ત્તિ—પ્રવ્યથતે—કોઈક પીડા કરે અથવા અંતર્ભૂત કારિત (પ્રેરક) અર્થ હોવાથી પ્રવાહયે—કોઈક દ્વેષી તે જ ગંગાદિક નદીઓમાં નાખે ૩, 'ઓયંત્તિ' ત્તિ અથવા ગંગાદિ નદીઓ ઉન્માર્ગપણાએ આવતી છતી, તેના વડે ઉદકના સમૂહમાં તણાએલાને, (મહાન આડંબરથી એ શેષઅધ્યાહાર છે) ૪, ’ગરિષ્ણુ' ત્તિ વિભક્તિના વ્યત્યય–ફારફેરથી અનાર્યેઃ—જીવન અને ચારિત્રનો નાશ કરનાર મ્લેચ્છાદિ વડે પરાભવ પામેલાઓને અથવા મ્લેચ્છો આવતે છતે ૫. આ ઉક્ત પાંચ પુષ્ટ આલંબનો છે, આવા કારણથી તે નદીઓને તરવામાં દોષ નથી. કહ્યું છે કે
सालंबणो पडतो वि, अप्पयं दुग्गमे वि धारेइ । इय सालंबणसेवी, धारेइ जई असढभावं ।। ४९ ।।
[ आवश्यक नियुक्ति ११८६ इति ]
પડનારને જે આશ્રયભૂત છે તે આલંબન, તે બે ભેદે છે–દ્રવ્યથી અને ભાવથી. ગર્તા, ખાડા વગેરેમાં પડતાં થકાં જે દ્રવ્ય ગ્રહણ કરાય છે તે દ્રવ્યઆલંબન. ભાવઆલંબન પુષ્ટ અને અપુષ્ટ ભેદથી બે પ્રકારે છે, તેમાં સંયમની રક્ષા વગેરેને માટે જે આલંબન તે પુષ્ટ આલંબન, આ પુષ્ટાલંબન ગ્રહણ કરનાર સાધુ, ગર્દાદિમાં પડતો થકો પુષ્ટાલંબનની મદદથી આત્માને ધારે છે—બચાવે છે. આ આલંબનને સેવના૨ યતિ, અશઠ-નિષ્કપટભાવને ધારણ કરે છે. (૪૯)
आलंबणहीणो पुण, निवडइ खलिओ अहे दुरुत्तारे । इय निक्कारणसेवी, पडइ भवोहे अगाहम्मि ||५०॥
[आवश्यक नियुक्ति ११८७ इति]
આલંબન સિવાય ગર્દાદિમાં સ્ખલિત થયો છતો નીચે દુષ્ટ સ્થાનમાં પડે છે, એવી રીતે કારણ સિવાય સેવનાર અગાધ ભવસાગરમાં પડે છે. (૫૦) I૪૧૨॥
33