________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः १ पभप्रभादिस्थानकानि ४११ सूत्रम् पउमप्पहे णमरहा पंचचित्ते होत्था, तंजहा-चित्ताहि चुते चइत्ता गब्भं वक्कंते, चित्ताहि जाते, चित्ताहिं मुंडे भवित्ता अगाराओ अणगारितं पव्वइए. चित्ताहि अणंते अणत्तरे निव्वाघाते णिरावरणे कसिणे पडिपन्ने. केवलवरनाणदंसणे समुप्पन्ने, चित्ताहिं परिणिव्वुते। पुष्पदंते णं अरहा पंचमूले होत्था, मूलेणं चुते, चइत्ता गब्भं वक्ते, एवं चेव एवमेतेणं अभिलावेणं इमातो गाहातो अणुगंतव्वातोपउमप्पभस्स चित्ता १, मूले पुण होइ पुष्पदंतस्स २। पुव्वा य आसाढा सीतलस्स ३, उत्तर विमलस्स भद्दवता४ ।।१।। रेवतित अणंतजिणो ५, पूसो धम्मस्स ६ संतिणो भरणी ७ । कुंथुस्स कत्तियाओ ८, अरस्स तह रेवतीतो य ९ ।।२।। मुणिसुव्वतस्स सवणो १०, आसिणि णमिणो य ११, नेमिणो चित्ता १२ । पासस्स विसाहाओ १३, पंच य हत्थुत्तरे वीरो १४ ।।३।। समणे भगवं महावीरे पंचहत्थुत्तरे होत्था, तंजहा-हत्थुत्तराहिं चुते चइत्ता गब्भं वक्कते, हत्थुत्तराहिं गब्भातो गब्भं साहरिते, हत्थुत्तराहिं जाते, हत्थुत्तराहिं मुंडे भवित्ता जाव पव्वइए, हत्थुत्तराहिं अणंते अणुत्तरे जाव केवलवरनाणदसणे समुप्पन्ने ।। सू० ४११।। ।
// તિ પંઘમાસ્ત પઢો તો તમો / (મૂળ) પદ્મપ્રભ નામના છઠ્ઠા તીર્થકરના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયેલ છે, તે આ પ્રમાણે–૧. ચિત્રા નક્ષત્રમાં
સ્વર્ગથી ચવ્યા, ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયા, ૨. ચિત્રા નક્ષત્રમાં જન્મ્યા, ૩. ચિત્રા નક્ષત્રમાં મુંડિત થઈ ગૃહસ્થાવાસને. છોડીને અણગારપણાને પ્રાપ્ત થયા-દીક્ષા લીધી, ૪. ચિત્રા નક્ષત્રમાં અનંત, સર્વોત્કૃષ્ટ, વ્યાઘાત રહિત, સમગ્ર વિષયવાળું, પરિપૂર્ણ-અખંડ એવું પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું અને પ. ચિત્રા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. પુષ્પદંત (સુવિધિનાથ) નામના નવમા અહતના પાંચ કલ્યાણક મૂળ નક્ષત્રને વિષે થયેલા છે, તે આ પ્રમાણે-મૂળ નક્ષત્રમાં સ્વર્ગથી ચવ્યા, અવીને ગર્ભમાં ઉત્પન્ન થયા, એવી રીતે આ અભિલાપ વડે નીચેની ગાથાઓ અનુસરણ કરવા યોગ્ય છે. જાથાથ–૧, પદ્મપ્રભના ચિત્રા નક્ષત્રમાં પાંચ કલ્યાણક થયા છે, ૨. મૂળ નક્ષત્રમાં પુષ્પદંતના, ૩. પૂર્વાષાઢા નક્ષત્રમાં શીતલનાથના અને ૪. ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં વિમલનાથના પાંચ કલ્યાણક થયા છે /૧// ૫. અનંતજિનના રેવતી નક્ષત્રમાં ૬, ધર્મનાથના પુષ્ય નક્ષત્રમાં, ૭. શાંતિનાથના ભરણી નક્ષત્રમાં, ૮. કુંથુનાથના કૃતિકા નક્ષત્રમાં તેમજ ૯. અરનાથના રેવતી નક્ષત્રમાં પાંચ કલ્યાણક થયા છે /ર/.૧૦. મુનિસુવ્રતના શ્રવણ નક્ષત્રમાં, ૧૧. નમિનાથના અશ્વિની નક્ષત્રમાં, ૧૨, નેમિનાથના ચિત્રા નક્ષત્રમાં, ૧૩, પાર્શ્વનાથના વિશાખા નક્ષત્રમાં અને ૧૪. મહાવીર સ્વામીના હસ્તોત્તરા-ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં ચ્યવનાદિ પાંચ કાર્યો થયેલા છે. /// શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના ચ્યવનગર્ભસંક્રમણ આદિ પાંચ કાર્યો હસ્તોત્તરામાં થયા છે, તે આ પ્રમાણે–૧. હસ્તોત્તરા નક્ષત્રમાં સ્વર્ગથી ચવ્યા, ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયા, ૨. હસ્તોત્તરા નક્ષત્રમાં ગર્ભથી અન્ય ગર્ભમાં સંહરણ કરાયા, ૩. હસ્તોત્તરા નક્ષત્રમાં જન્મ્યા, ૪. હસ્તોત્તરા નક્ષત્રમાં મુંડ થઈને યાવત્ દીક્ષા લીધી અને પ. હસ્તોત્તરા નક્ષત્રમાં
અનંત યાવત્ અનુત્તર કેવલજ્ઞાન અને કેવલ દર્શન ઉત્પન્ન થયું. //૪૧૧ (ટી) આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-પદ્મપ્રભ, ઋષભાદિ તીર્થકરોની મળે છઠ્ઠા છે. ચ્યવન વગેરે પાંચ દિવસોને વિષે 1. આમાં મૂળમાં અને ટીકામાં કયાંય કલ્યાણક શબ્દનો પ્રયોગ નથી.
30