________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
''ફન્નેહિ'' ફત્યાદ્રિ અહિં પણ નિગમન વચન છે. શેષ સુગમ છે. I૪૦૯૫
છદ્મસ્થ કેવલીનું સ્વરૂપ હમણાં જ કહ્યું, હવે પણ તેઓનું જ સ્વરૂપ કહે છે—
पंच हेऊ पन्नत्ता, तंजहा–हेउं न जाणति, हेउं न पासति, हेउं ण बुज्झति, हेउं णाभिगच्छति, हेउं अन्नाणमरणं
५ स्थानकाध्ययने उद्देशः १ हेत्वहेतवः अनुत्तराणि च केवलिनः ४१० • सूत्रम्
मरति १ ।
पंच हेऊ पन्नत्ता, तंजहा - हेउणा ण जाणति जाव हेउणा अन्नाणमरणं मरति २ ।
पंच हेऊ पन्नत्ता, तंजहा - हेउं जाणति जाव हेउं छउमत्थमरणं मरति ३ ।
पंच हेऊ पन्नत्ता, तंजहा - हेउणा जाणति जाव हेउणा छउमत्थमरणं मरति ४ ।
पंच अहेऊ पन्नत्ता, तंजहा - अहेउं न जाणति जाव अहेउं छउमत्थमरणं मरति ५ । पंच अहेऊ पन्नत्ता, तंजहा - अहेउणा न जाणति जाव अहेउणा छउमत्थमरणं मरति ६ । पंच अहेऊ पन्नत्ता, तंजहा - अहेउं जाणति जाव अहेउं केवलिमरणं मरति ७ ।
पंच अहेऊ पन्नत्ता, तंजहा - अहेउणा जाणति जाव अहेउणा केवलिमरणं मरति ८ । केवलिस्स णं पंच अणुत्तरा पन्नत्ता, तंजहा- अणुत्तरे नाणे, अणुत्तरे दंसणे, अणुत्तरे चरित्ते, अणुत्तरे तवे, अणुत्तरे वीरि९ ।। सू० ४१० ।।
(મૂ0) પાંચ હેતુઓ–અહિં હેતુને વિષે વર્તમાન પુરુષ, તેના ઉપયોગથી અભિન્ન હોવાથી હેતુરૂપ છે, તેના પાંચ પ્રકાર ક્રિયાના ભેદથી કહેલા છે, તે આ પ્રમાણે—અનુમાનપ્રમાણના અંગભૂત ધૂમાદિ હેતુ પ્રત્યે યથાર્થ જાણતો નથી અર્થાત્ વિશેષથી ગ્રહણ કરતો નથી, દેખતો નથી અર્થાત્ હેતુ પ્રત્યે સામાન્યથી ગ્રહણ કરતો નથી, હેતુ પ્રત્યે શ્રદ્ધાન કરતો નથી, કલ્યાણરૂપ હેતુ પ્રત્યે પ્રાપ્ત કરતો નથી અને અધ્યવસાનાદિ (ઉપક્રમ) હેતુયુક્ત અજ્ઞાન મરણ કરે છે ૧. પાંચ હેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—ધૂમાદિ હેતુ વડે અનુમેય (શેય) પદાર્થને જાણતો નથી, દેખતો નથી, શ્રદ્ધાન કરતો નથી, કલ્યાણ રૂપને પ્રાપ્ત કરતો નથી અને મરણના હેતુ વડે અજ્ઞાન મરણ કરે છે ૨. પાંચ હેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—હેતુને યથાર્થ જાણે છે, યથાર્થ દેખે છે, યથાર્થ શ્રદ્ધાન કરે છે, યથાર્થ કલ્યાણરૂપે પ્રાપ્ત કરે છે અને હેતુવાળા છદ્મસ્થ (પંડિત) મરણને કરે છે ૩, પાંચ હેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—ધૂમાદિ હેતુ વડે અનુમેય પદાર્થને યથાર્થ જાણે છે યાવત્ હેતુ વડે છદ્મસ્થ (પંડિત) મરણને કરે છે ૪, પાંચ અહેતુઓ પ્રત્યક્ષ જ્ઞાનીની અપેક્ષાએ કહેલા છે, તે આ પ્રમાણે—સંપૂર્ણ અવધિજ્ઞાની વગેરે ધૂમાદિક હેતુઓને અહેતુરૂપે સર્વથા જાણતો નથી પરન્તુ કથંચિત્ જ જાણે છે યાવત્ નિરુપક્રમ આયુષ્યવાળો હોવાથી અધ્યવસાયાદિક ઉપક્રમરૂપ હેતુ સિવાય છદ્મસ્થ મરણ કરે છે ૫, પાંચ અહેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—અહેતુ વડે પદાર્થોને સર્વથા જાણતો નથી પરન્તુ કથંચિત્ જ જાણે છે યાવત્ ઉપક્રમના અભાવથી અહેતુ વડે છદ્મસ્થ મરણ કરે છે ૬, પાંચ અહેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—કેવલી, ધૂમાદિક હેતુને અહેતુભાવે જાણે છે યાવત્ ઉપક્રમરૂપ હેતુ સિવાય કેવલી મરણ કરે છે ૭, પાંચ અહેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—કેવલી, અહેતુ વડે પદાર્થને જાણે છે યાવત્ ઉપક્રમ સિવાય અહેતુ વડે કેવલી મરણ કરે છે. ૮, કેવલીને પાંચ ગુણો અનુત્તર (શ્રેષ્ઠ) કહેલા છે, તે આ પ્રમાણે—અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચારિત્ર, અનુત્તર તપ અને અનુત્તર વીર્ય. ૪૧૦ના
(ટી૦) 'પંચ હે' ફત્યા॰િ નવ સૂત્ર છે, તેમાં ભગવતી સૂત્રના પાંચમા શતકના સાતમા ઉદ્દેશકની ચૂર્ણાંને અનુસારે કંઈક લખાય છે. પાંચ હેતુઓ, અહિં છદ્મસ્થપણાએ જ અનુમાનથી વ્યવહાર કરનાર અનુમાનના અંગપણાએ હેતું—ધૂમાદિક લિંગ-ચિહ્નને જાણે છે તે હેતુ જ કહેવાય છે ૧, એવી રીતે જ દેખે છે ૨, શ્રદ્ધાન કરે છે ૩, પ્રાપ્ત કરે છે ૪, તેં જ હેતુચતુષ્ટય
28