________________
५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिघाताआजीवकाराजचिह्नानि ४०६-४०८ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
પાંચ રાજચિહ્નો કહેલા છે, તે આ પ્રમાણે–૧. ખગ, ૨. છત્ર, ૩. મુકુટ, ૪. ઉપાનહ-મોજડી અને ૫. ચામર.
//૪૦૮|| (ટી0) 'વહી પડદે’ ત્યા૦િ સુગમ છે. વિશેષ એ કે—'પડદા' શબ્દ પ્રાકૃતપણાથી ૩પ્પાવગેરે શબ્દની જેમ છે. પ્રતિઘાત-પ્રતિહનન એવો અર્થ છે, તેમાં તે–દેવગતિ વગેરેનું પ્રકરણ હોવાથી શુભ દેવગતિ વગેરેનો પ્રતિઘાત અર્થાત્ તેની પ્રાપ્તિની યોગ્યતા હોતે છતે પણ વિક–ખરાબ કર્મ કરવાથી પ્રાપ્તિ ન થવારૂપ ગતિપ્રતિઘાત. પ્રવજયાદિના પાલનથી પ્રાપ્ત કરવા યોગ્ય શુભ દેવગતિનો, નરકની પ્રાપ્તિ થયે છતે કંડરીકની જેમ પ્રતિઘાત થાય છે. 'સ્થિતઃ' શુભ દેવગતિ પ્રાયોગ્ય કર્મોની સ્થિતિને બાંધીને જે તેનો પ્રતિઘાત તે સ્થિતિપ્રતિઘાત. અધ્યવસાયોના વિશેષથી સ્થિતિનો પ્રતિઘાત થાય છે, માટે કહ્યું છે–"ીદાસ્તફિયાગો, સ્માતડિયાનો પરેડ્ડ' અર્થાત્ દીર્ઘકાલની સ્થિતિવાળી બાંધેલી પ્રકૃતિઓને થોડા કાળની સ્થિતિવાળી કરે છે. તથા નામકર્મની ઉત્તરપ્રકૃતિરૂપ બંધન, ઔદારિકાદિ ભેદથી પાંચ પ્રકારનું છે તેના સંબંધથી પ્રશસ્ત બંધનોનો પૂર્વની જેમ પ્રતિઘાત તે બંધનપ્રતિઘાત, બંધનને ગ્રહણ કરવાના ઉપલક્ષણથી તેના સહચર (સાથે રહેનાર) પ્રશસ્ત શરીર, તેના અંગોપાંગ સંહનન અને સંડાણોનો પણ પ્રતિઘાત કહેવો. તથા પ્રશસ્ત ગતિ, સ્થિતિ અને બંધનાદિના પ્રતિઘાતથી પ્રશસ્ત ગત્યાદિ સિવાય ન મળનારા ભોગોનો પ્રતિઘાત તે ભોગપ્રતિઘાત; કેમ કે કારણના અભાવમાં કાર્યનો અભાવ અવશ્ય હોય છે. પ્રશસ્ત ગત્યાદિના અભાવથી જ બલ, વીર્ય, પુરુષકાર અને પરાક્રમનો પ્રતિઘાત થાય છે, તે પ્રતીત છે. તેમાં શરીર સંબંધી બલ, જીવ વડે થયેલ તે વીર્ય-જીવની આત્મિક શક્તિ, અભિમાન વિશેષ તે પુરુષકાર અને તે જ પૂરણ કરેલ સ્વવિષયભૂત કાર્યરૂપ પરાક્રમ, અથવા પુરુષકાર તે પુરુષનું કર્તવ્ય, અને બલ તથા વીર્યની પ્રવૃત્તિરૂપ પરાક્રમ. I૪0૬/l.
દેવગતિ વગેરેનો પ્રતિઘાત ચારિત્રને વિષે અતિચાર કરનારાઓને થાય છે માટે ઉત્તરગુણોને આશ્રયીને તેના (અતીચાર) વિશેષો કહે છે–પંવિહે ત્યાર બ્રાહ્મણાદિક જાતિને આશ્રયીને આજીવિકા ચલાવે છે તે જાતિવિશિષ્ટ, પોતાને વચનોના પ્રકાર (છલ) વિશેષ વગેરેથી બતાવીને તેથી આહારાદિક ગ્રહણ કરે છે તે જાતિઆજીવિક ૧, એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે—–ઉગ્રાદિક કુલને અથવા ગુરુના કુલને ૨, ખેતી વગેરે કાર્ય અથવા આચાર્ય સિવાય શીખેલું કાર્ય તે કર્મ ૩, વણવું, સીવવું વગેરે કાર્ય, અથવા આચાર્ય પાસેથી શીખેલું તે શિલ્પ ૪, લિંગ-સાધુનું ચિહ્ન (વેષ) તેનાથી આજીવિકા કરે છે, જ્ઞાનાદિથી શૂન્ય છે, માત્ર વેષથી જીવનનો નિર્વાહ કરે છે. અન્ય શાસ્ત્રમાં લિંગને બદલે ગણ કહેવાય છે. કહ્યું છે કેजाई-कुल-गण-कम्मे, सिप्पे आजीवणा उ पंचविहा । सूयाए असूयाए, अप्पाण कहेइ एक्कक्के [क्को] ॥४४॥
I [નિશીથ ૪૪૨૧ ]િ જાતિ, કુલ, ગણ, કર્મ અને શિલ્પના વિષયવાળી પાંચ પ્રકારની આજીવિકા છે તેમાં ગણ એટલે મલ્લાદિનો સમૂહ, તે દરેકના બબ્બે ભેદ છે. તેમાં વચનના છલ વડે કહેવું તે સૂચયા અને સ્પષ્ટ કહેવું તે અસૂચયા. એમ એક-એક કાર્ય વડે પોતાના આત્માને દર્શાવે છે. (૪૪) Il૪૦૭//
અનંતર સાધુઓનું રજોહરણ વગેરે લિંગ કહ્યું, હવે ખગ વગેરે રાજાના લિંગ-ચિહ્ન કહે છે–"પંઘ રાયપુતા' ઇત્યાદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે-રાજાઓના કકુદો-ચિહ્નો તે રાજકફદો. '૩ષ્મસિ' ત્તિ શિરનું વેષ્ટન અર્થાત્ મુકુટ 'પદFIS' ત્તિ ઉપાખંહ-પગરખાં, વાલવ્યજની ચામર સંભળાય છે કે
अवणेइ पंच ककुहाणि, जाणि रायण चिंधभूयाणि ।। छत्तं खग्गोवाहण, [खग्गं छतोवाणह], मउडं तह चामराओ य ॥४५।। છત્ર, ખગ, ઉપામહ, મુકુટ તથા ચામર-આ પાંચ રાજચિહ્નોને ગુરુ પાસે જતાં રાજા દૂર કરે છે. (૪૫) I૪૦૮
અનંતર કહેલ રાજચિહ્નોને યોગ્ય, ઇક્વાક્વાદિ કુલમાં ઉત્પન્ન થઈ દીક્ષિત થયેલ એવો, સરાગી છતાં પણ સત્વના અધિકપણાથી જે વસ્તુઓને અવલંબીને પરિષહાદિને ગણકારતો નથી-સહે છે તેને કહે છે
25