________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ विसंयोगपाराञ्चिते व्युद्ग्रहेतरौ निषद्याजर्वे ३९८ - ४०० सूत्राणि વિષયમાં ક૨ે છે તેને કાલેયથાયોગ્ય સમયે સમ્યગ્ રીતે ભણાવનાર થતો નથી–આ ત્રીજું, કાળે અનુપ્રવાચયિતા-વાચના આપનાર એમ કહ્યું, તે વિષયની ગાથાઓ આ પ્રમાણે જાણવી—
कालक्कमेण पत्तं, संवच्छरमाइणा उ जं जंमि । तं तंमि चेव धीरो, वारज्जा सो य कालोऽयं ||३६|| [ पञ्चव० ५८१ त्ति ] કાળના ક્રમથી સંવત્સરાદિ વડે જે સંવત્સરને વિષે આચારાંગાદિ સૂત્ર પ્રાપ્ત થાય તે જ કાળને વિષે ધીર–બુદ્ધિમાન્ પુરુષ વાચના કરે. (૩૬) હવે તે કાળ બતાવે છે.
तिवरिसपरियागस्स उ, आयारपकप्पनाममज्झयणं । चउवरिसस्स य सम्मं, सूयगडं नाम अंगं ति ||३७||
[પદ્મવ૦ ૮૨ fi] ત્રણ વર્ષની દીક્ષાવાળાને આચારપ્રકલ્પ (નિશીથસૂત્ર) નામના અધ્યયનની વાચના આપે. ચાર વર્ષના દીક્ષિતને સારી રીતે સૂયગડાંગ નામના અંગની વાચના આપે. (૩૭) સ-જ-વ્યવહારા, સંવ∞પતિવિષ્ણુયસ્તેવ । નાાં સમવાઓ વિ ય, મળે તે મટ્ટવાસ( રૂ
[પદ્મવ૦ ૮રૂ fi] દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પાદિ અને વ્યવહાર–આ ત્રણ છેદસૂત્રોની પાંચ વર્ષના દીક્ષિતને વાચના આપે તથા ઠાણાંગ અને સમવાયાંગ નામના સૂત્રની વાચના આઠ વર્ષના દીક્ષિતને આપે. (૩૮)
दसवासस्स विवाहो, एक्कारसवासयस्स य इमे उ । खुड्डियविमाणमाई, अज्झयणा पंच नायव्वा ।। ३९ ।।
[पञ्चव० ५८४ ति] દશ વર્ષના દીક્ષિતને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-ભગવતીની અને અગિયાર વર્ષના દીક્ષિતને 'ક્ષુલ્લકવિમાનપ્રવિભક્તિ, મહદ્વિમાનપ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા અને વિવાહચૂલિકા આ પાંચ અધ્યયનો (સૂત્રો) ની વાચના આપે. (૩૯) बारसवासस्स तहा, अरुणुववायाइ पंच अज्झयणा । तेरसवासस्स तहा, उाणसुयाइया चउरो ॥ ४० ॥
[પદ્મવ૦ ૮ fi]
બાર વર્ષના દીક્ષિતને અરુણોપપાત, વરુણોપપાત, ગરુડોપપાત, વેલંધરોપપાત અને વૈશ્રમણોપપાત આ પાંચ અધ્યયનોની વાચના આપે તથા તેર વર્ષના પર્યાયવાળાને ઉત્થાનશ્રુત, સમુત્થાનશ્રુત, દેવેંદ્રોપપાત અને નાગપરિયાપનિકાશ્રુત આ ચાર અધ્યયનની વાચના આપે. (૪૦)
चोद्दसवासस्स तहा, आसीविस भावणं जिणा बिंति । पन्नरसवासगस्स य, दिट्ठीविसभावणं तह य ।।४१।। [પદ્મવ૦ ૧૮૬ ત્તિ] ચૌદ વર્ષના પર્યાયવાળાને આસીવિષભાવનાની વાચના આપે એમ જિનેશ્વરો કહે છે. પંદર વર્ષના દીક્ષિતને દૃષ્ટિવિષ ભાવના અધ્યયનની વાચના આપે. (૪૧)
सोलसवासाईसु य, एक्कोत्तरवड्ढिएसु जहसंखं । चारणभावण महासुविणभावणा तेयगनिसग्गा || ४२ ।।
[પદ્મવ૦ ૮૭ fi] સોળ વર્ષના દીક્ષિતને ચારણભાવના અધ્યયન, સત્તર વર્ષના દીક્ષિતને મહાસ્વપ્ન ભાવના અધ્યયન અને અઢાર વર્ષના દીક્ષિતને તેજોનિસર્ગ નામના અધ્યયનની વાચના આપે. (૪૨) एगूणवीसवासगस्स उ दिट्ठीवाओ दुवालसममंगं । संपुण्णवीसवरिसो, अणुवाई सव्वसुत्तस्स ||४३||
[પદ્મવ૦ ૮૮ fi]
1. ક્ષુલ્લકવિમાનપ્રવિભક્તિ વગેરે સૂત્રોના નામો નંદીસૂત્રમાં વર્ણવેલ છે અને તેનું સ્વરૂપ પણ ટીકાકારે ત્યાં બતાવેલ છે.
20