________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ दुर्गमसुगमक्षान्तिसत्याधुत्क्षिप्तादिस्थानादिवैयावृत्त्यं च ३९६-३९७ सूत्रे
૨. રાંધવાના ભાજનમાં જ રહેલ આહારને માટે ફરે છે તે નિશ્ચિમચરક, ૩. જમ્યા બાદ બચેલ વાલ વગેરે આહારને અર્થે ફરે છે તે આંતચરક, ૪. અત્યંત પ્રાંત (તુચ્છ) આહારને અર્થે ફરે છે તે પ્રાંતચરક અને પ. રસ રહિત લૂખા આહારને અર્થે ફરે છે તે રૂક્ષચરક. પાંચ સ્થાનકો યાવત્ ભગવંતે અનુજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે ૧, પોતાના સ્વજન સંબંધી ઋદ્ધિને ન જણાવતો થકો ભિક્ષા માટે ફરે છે તે અજ્ઞાતચરક, ૨, અન્ય ગ્લાન (માદા) સાધુ વાસ્ત ભિક્ષા માટે ફરે છે તે અન્યગ્લાયકચરક, ૩. મૌનવ્રત વડે ભિક્ષા માટે ફરે છે તે મૌનચરક, ૪. ખરડાયેલ હાથ વગેરેથી કલ્પનીય આહારને લેનાર તે સંસૃષ્ટકલ્પિક અને ૫. દેવાની વસ્તુ વડે જ ખરડાયેલ હાથ વગેરેથી લેનાર તે તજાત સંસૃષ્ટકલ્પિક. પાંચ સ્થાનકો યાવતુ અનુજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે—૧. કોઈ પણ નજીક લાવેલ આહારને લેનાર તે ઉપનિધિક, ૨, બેંતાળીશ દોષ રહિત શુદ્ધ આહારને લેનાર તે શુદ્ધષણિક, ૩. સંખ્યાના નિયમથી આહારાદિની દત્તિને લેનાર તે સંખ્યાદત્તિક, ૪. જોયેલ આહારને લેનાર તે દૃષ્ટલાભિક અને પ. પૂછેલ આહારને લેનાર તે પૃષ્ઠલાભિક. પાંચ સ્થાનકો યાવત્ અનુજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે–૧. આયંબિલ કરનાર, ૨. નિર્વિકૃતિક-વિનયનો ત્યાગ કરનાર, ૩. પુરિમાદ્ધ-મધ્યાહ્ન કાળપયત પ્રત્યાખ્યાન કરનાર, ૪. દ્રવ્યાદિના પરિમાણથી પિંડ લેનાર તે પરિમિતપિડપાતિક અને ૫. જુદા કરેલ પિંડને લેનાર તે ભિન્નપિંડપાતિક. પાંચ સ્થાનક યાવતું અનુજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે-૧, હિંગ વગેરેના સંસ્કારથી રહિત આહાર તે અરસઆહાર, ૨. જૂના ધાન્ય વગેરેનો આહાર તે વિરસઆહાર, ૩, વાલ, ચણાદિ ભક્તશેષ આહાર તે અંતઆહાર, ૪. તે જ અત્યંત આંત-ઠરી ગયેલ હોય તે પ્રાંતઆહાર અને પ. લૂખો આહાર, પાંચ સ્થાનકો યાવતું અનુજ્ઞા કરેલ હોય છે, તે આ પ્રમાણે-૧, જન્મપર્યત અરસ આહાર વડે જીવનાર તે અરસજીવી, એમ ૨. વિરમજીવી, ૩. અંતજીવી, ૪. પ્રાંતજીવી અને પ. રૂક્ષજીવી સમજવા. પાંચ સ્થાનકો યાવત્ અનુજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે–૧. કાયોત્સર્ગ કરે છે તે સ્થાનાતિદ, ૨. ઉલ્લુટુક આસને બેસનાર તે ઉલ્લુટુકાસનિક, ૩. પ્રતિમા–અભિગ્રહવિશેષમાં રહેનાર તે પ્રતિમા સ્થાયી, ૪. વીરાસને રહેનાર તે વીરાસનિક અને ૫. નિષઘાઆસનવિશેષમાં રહેનાર તે ઔષધિક. પાંચ સ્થાનકો યાવત્ અનુજ્ઞા કરેલા હોય છે, તે આ પ્રમાણે-૧. દંડની પરે લાંબા કરીને રહેનાર તે દંડાયતિત, ૨. વાંકા લાકડાની પર રહેનાર તે લગંડશાયી, ૩. આતાપના લેનાર, ૪. વસ્ત્ર રહિત રહેનાર અને ૫. ચળ (ખરજ) ન ખણનાર. ૩૯૬ . પાંચ સ્થાનકોને વિષે શ્રમણનિગ્રંથ, મહાનિર્જરાનો કરનાર અને મહાપર્યવસાન-સંસારનો અંત કરનાર થાય છે, તે આ પ્રમાણે–૧. ખેદ રહિતપણાએ આચાર્યનું વૈયાવૃજ્ય કરતો થકો, ૨. એવી રીતે ઉપાધ્યાયનું વૈયાવૃજ્ય કરતો થકો, ૩. સ્થવિરનું વૈયાવૃજ્ય કરતો થકો, ૪. તપસ્વીનું વૈયાવૃત્ય કરતો થકો અને પ. ગ્લાન સાધુનું વૈયાવૃજ્ય કરતો થકો. પાંચ સ્થાનકોને વિષે શ્રમણનિગ્રંથ મહાનિર્જરાનો કરનાર અને મહાપર્યવસાનનો કરનાર થાય છે, તે આ પ્રમાણે૧. અશ્કાનપણે શૈક્ષ-નવદીક્ષિતનું વૈયાવૃન્ય કરતો થકો, ૨, ખેદ રહિતપણે કુલનું વૈયાવૃત્ય કરતો થકો, ૩, ખેદ રહિતપણે ગણનું વૈયાવૃત્ય કરતો થકો, ૪. ખેદ રહિતપણે સંઘનું વૈયાવૃજ્ય કરતો થકો અને પ. ખેદ રહિતપણે
સાધર્મિકનું વૈયાવૃજ્ય કરતો થકો. ૩૯૭ll (ટી) આ સુગમ છે. વિશેષ એ કે-પાંચ સ્થાનકોમાં-આખ્યાન વગેરે ક્રિયાવિશેષ લક્ષણોને પુરિમા-ભરત અને ઐરાવતક્ષેત્રોને વિષે ચોવીશ તીર્થકરોમાં પહેલા અને પશ્ચિમ-છેલા તે પુરિમપશ્ચિમકો, તે જિનો-અહંતોને 'ડુમા” તિઃ દુઃખ વડે પ્રાપ્ત થાય તે દુર્ગમ-દુઃશક્ય, આ ભાવસાધન છે અર્થાત્ મુશ્કેલી થાય છે. શિષ્યોનું ઋજુ-સરલ અને જડતા વડે તથા વક્ર અને જડતા વડે દુઃશક્ય થાય છે, તે સ્થાનકો આ—'તઘથે' ત્યારે અહિં ૧. આખ્યાન, ૨. વિભજન, ૩. દર્શન, ૪. તિતિક્ષણ અને પ. અનુચરણ-એ પ્રમાણે વક્તવ્યને વિષે પણ જે સ્થાનોમાં કુવૃત્તિ મુશ્કેલીથી થાય છે તેના યોગથી તે સ્થાનોક્રવૃત્તિઓ જ
12