________________
५ स्थानकाध्ययने उद्देशः १ शरीरवर्णनं ३९५ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
भन्नइ य तहोरालं, वित्थरवंतं वणस्सई पप्प । पगईए नत्थि अन्नं, एतद्दहमेत्तं विसालं ति ॥१२॥
વિસ્તારવાળી વનસ્પતિને પામીને-આશ્રયીને કાંઈક અધિક એક હજાર યોજન પ્રમાણવાળું કહેલું છે, સ્વાભાવિક એટલા પ્રમાણવાળું બીજું શરીર વિશાળ નથી માટે ઉરાલ કહેવાય છે. (૧૨)
उरलं थेवपदेसोवचियं पि महल्लगं जहा भिंडं । मंसट्ठिण्हारुबद्धं, ओरालं समयपरिभासा ।।१३।।
સ્તોક પ્રદેશ વડે બનેલું છતાં પણ ભિંડની માફક મોટું છે તેથી ઉરલ અને માંસ, અસ્થિ તથા સ્નાયુ વડે બંધાયેલું તે સિદ્ધાંતની પરિભાષાએ ઓરાલ કહેવાય છે. (૧૩)
'વેઇન્દ્રિય' ત્તિ॰ વિવિધા અથવા વિશિષ્ટા ક્રિયા તે વેક્રિયા. તેમાં થયેલું તે વૈક્રિયશ૨ી૨. કહ્યું છે કે— विविहा व विसिट्ठा वा किरिया विक्किरिय तीए जं भवं तमिह । वेउव्वियं तयं पुण, नारग- देवाण पगती || १४ || વિવિધા અથવા વિશિષ્ટ ક્રિયા તે વેક્રિયા તે તેજ ભવમાં હોય છે અને તે વૈક્રિયશરીર સ્વભાવતઃ નારક અને દેવોને હોય છે. (૧૪) વિવિધ અથવા વિશિષ્ટને જે કરે છે તે વૈક્રિય અથવા વૈકુર્વિક.
'આહાર' ત્તિ॰ તથાપ્રકારનું કાર્ય ઉત્પન્ન થયે છતે ચૌદ પૂર્વને જાણનારા (શ્રુતકેવલી) મુનિદ્વારા યોગના બળથી– વિશિષ્ટ લબ્ધિથી આહરણ કરાય છે, શરીર રચાય છે તે આહારક. કહ્યું છે કે—
कज्जमि समुप्पन्ने, सुकेवलिणा विसिट्ठलद्धीए । जं एत्थं आहरिज्जइ, भणति आहारगं तं तु ।। १५ ।।
શ્રુતકેવલી અને વિશિષ્ટ લબ્ધિયુક્ત (આહારક લબ્ધિયુક્ત) આત્માઓ દ્વારા કાર્યની સમુપસ્થિતિમાં જે શરીરના પુદ્ગલોને ગ્રહણ કરીને શરીર બનાવે તેને આહારકશરીર કહે છે. (૧૫) હવે આહારક શરીર રચવાના કાર્યો કહે છે. पाणिदयरिद्धिसंदरिसणत्थमत्थोवगहणहेउ वा । संसयवोच्छेयत्त्थं, गमणं जिणपायमूलम्मि ||१६||
સર્વ જીવોને વિષે સર્વથા દયા છે જેઓને તે પ્રાણીદયા તેને માટે, તીર્થંકરોની અષ્ટપ્રાતિહાર્યાદિ ઋદ્ધિ જોવા માટે, નવીન નવીન અર્થ ગ્રહણ કરવાના હેતુથી, અથવા સંશયનું છેદન ક૨વા માટે તીર્થંકરના ચરણકમળમાં આહારક શ૨ી૨થી જવું થાય છે. (૧૬) આ શરીર, માગેલ ઉપકરણની જેમ, કાર્યની સમાપ્તિ થયે છતે પુનઃ મૂકાય છે.
'તેય' ત્તિ॰ તેજનો ભાવ તે તૈજસ, તે ઉષ્ણ વગેરે ચિહ્નથી પ્રસિદ્ધ છે. કહ્યું છે કે—
सव्वस्स उम्हसिद्धं, रसादिआहारपागजणगं च । तेयगलद्धिनिमित्तं च, तेयगं होइ नायव्वं ॥ १७॥।
તે બધાને ઉષ્ણતા વડે પ્રસિદ્ધ છે, રસાદિ આહારના પાકને કરનારું અને તેજોલબ્ધિનું નિમિત્તભૂત તૈજસ્ શરીર જાણવું.
(૧૭)
'મ્મ' ત્તિ કર્મનો વિકાર તે કાર્પણ, તે સમસ્ત શરીરોનું કારણભૂત છે. કહ્યું છે કે– कम्मविगारो कम्मणमट्ठविहविचित्तकम्मनिप्पन्नं । सव्वेसिं सरीराणं, कारणभूयं मुणेयव्वं ॥ १८ ॥
1
કર્મોનો વિકાર તે કાર્પણ, તે વિચિત્ર પ્રકારના આઠ કર્મથી થયેલું અને સર્વ શરીરોનું કારણભૂત જાણવું. (૧૮)
ઔદારિકાદિ શરીરોનોક્રમ ઉત્તરોત્તર સૂક્ષ્મ એટલે ઓછી ઓછી અવગાહનાવાળો છે અને પ્રદેશોના બાહુલ્યવાળો છે. તે બધાય બાદરબોંદિધર–પર્યાપ્તપણાએ સ્થૂલ આકારને ધારણ કરનારા કલેવરો–મનુષ્યાદિના શરીરો અવયવોના ભેદથી પાંચ વર્ણવાળાં છે, કેમ કે ચક્ષુના ગોલક વગેરેને વિષે તે તેમજ પ્રત્યક્ષ છે. 'લેગંધ' ત્તિ॰ સુરભિ અને દુરભિના ભેદથી ગંધ બે પ્રકારે છે. 'અટ્ટ ાસ' ત્તિ 'કર્કશ, મૃદુ, શીત, ૪ઉષ્ણ, ગુરુ, 'લઘુ, સ્નિગ્ધ અને ‘રુક્ષના ભેદથી સ્પર્શ આઠ પ્રકારે છે. અબાદ૨સ્થૂલ । આકા૨ને ધારણ નહિં કરનારા શરીરો તો નિયત વર્ણ વગેરેના વ્યપદેશવાળા નથી, કેમ કે અપર્યાપ્તપણાએ અવયવોનો અભાવ છે. ૩૯૫||
અનંતર શરીરો પ્રરૂપાયાં, માટે શરીરી–જીવવિશેષમાં રહેલ ધર્મવિશેષોને 'પંહૈિં ટાળેહી' ત્યાવિના આર્જવ સૂત્ર પર્યંત ગ્રંથ વડે દર્શાવે છે.
10