________________
५ स्थानकाध्ययने उद्देशः १ शरीरवर्णनं ३९५ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
नेरइयाणं सरीरगा पंचवन्ना पंचरसा पन्नत्ता, तंजहा- किण्हा जाव सुक्किल्ला, तित्ता जाव मधुरा । एवं निरंतरं जाव वेमाणियाणं ।
પંચ સરીરા પણત્તા, તંના-ગોરાજિતે, વેન્નિતે, આહારતે, તેયતે, મ્મતે ।
ओरालितसरीरे पंचवन्ने पंचरसे पन्नत्ते, तंजहा - किण्हे जाव सुक्किल्ले । तित्ते जाव महुरे । एवं जाव कम्मगसरीरे। सव्वे विणं बादरबोंदिधरा कलेवरा पंचवन्ना, पंचरसा, दुगंधा, अट्ठफासा ।। ३९५ ।।
(મૂ૦) નૈરયિકોના શરીરો (નિશ્ચયનયથી) પાંચ વર્ણવાળાં અને પાંચ રસવાળાં કહેલાં છે, તે આ પ્રમાણે—કૃષ્ણ-કાળા વર્ણવાળાં યાવત્ શુક્લ-ધોળાં વર્ણવાળાં તિક્ત-તીખા રસવાળાં યાવત્ મધુર રસવાળાં છે. એવી રીતે અંતર રહિત યાવત્ વૈમાનિક પર્યંત ચોવીશ દંડકને વિષે જાણવું. પાંચ શરીરો કહેલાં છે, તે આ પ્રમાણે—સ્થૂલ પુદ્ગલથી થયેલું અથવા ઉદાર-શ્રેષ્ઠ શરીર તે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ, ઔદારિક શરીર પાંચ વર્ણવાળું અને પાંચ રસવાળું કહેલ છે, તે આ પ્રમાણે—કાળું યાવત્ ધોળું, તીખું યાવત્ મધુરું, એવી રીતે યાવત્ કાર્પણ શરીર પણ જાણવું. બધા પર્યાપ્ત અવસ્થામાં સ્કૂલ આકારને ધારણ કરનારા કલેવરો (શરીરો), પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, બે ગંધવાળા અને આઠ સ્પર્શવાળા હોય છે. ।।૩૯૫ ।।
(ટી૦) આ સૂત્ર સ્પષ્ટાર્થવાળું છે. વિશેષ એ કે-ના૨કથી આરંભીને વૈમાનિક પર્યંત જીવોના શરીરોનું નિશ્ચયનયથી પંચ વર્ણપણું છે. વ્યવહા૨થી તો એક વર્ણના બાહુલ્યથી કૃષ્ણવર્ણ વગેરેમાંથી ચોક્કસ એક વર્ણપણું જ હોય છે. 'નાવ સુકિત'ત્તિ યાવત્ શબ્દથી કળા, નીલા, રાતા, પીળા અને ધોળા. 'નાવ મદ્દુર' ત્તિ તીખા, કડવા, કષાયલા, ખાટા અને મધુરા. 'નાવ તેમાળિયાĪ' ત્તિ॰ ચોવીશ દંડક સૂત્ર પર્યંત જાણવું. 'સરી' ત્તિ॰ ઉત્પત્તિના સમયથી આરંભીને દરેક ક્ષણમાં શૌર્યતે– હાનિરૂપ થાય છે તે શરીર. 'ઓરાલિય' ત્તિ ઉદાર-પ્રધાન, ઉદાર એ જ ઔદારિક. તીર્થંકરાદિની અપેક્ષાએ એની પ્રધાનતા છે. એનાથી બીજું શરીર પ્રધાનતર નથી. (પ્રાકૃત શૈલીથી 'ઓરાતિયંતિ' અથવા ઉરાલ-વિશાલ) કંઈક અધિક એક હજાર યોજનના પ્રમાણપણાથી એનો વિસ્તાર છે કેમ કે અવસ્થિત અન્ય શરીરનો વિસ્તાર એવી રીતે અસંભવ હોય છે. કહ્યું છે કેजोयणसहस्समहियं, ओहय[ओहेण] एगिदिए तरुगणेसु । मच्छजुयले सहस्सं, उरगेसु य गब्भजाएसु ॥१०॥
[બૃહત્સં॰ રૂ૦૭ ત્ત]
કંઈક અધિક એક હજાર યોજન પ્રમાણવાળું શરીર, સામાન્યતઃ વિચારણામાં એકેંદ્રિયને વિષે છે અને વિશેષતઃ વિચારણામાં તરુગણ-પ્રત્યેક વનસ્પતિકાયમાં છે, તે સમુદ્રાદિને વિષે ગોતીર્થાદિકમાં રહેલ કમળનાળની અપેક્ષાએ જાણવું; કેમ કે અન્યત્ર એટલા પ્રમાણવાળું ઔદારિક શરીર નથી. તિર્યંચ પંચેંદ્રિયની વિચારણામાં સમુચ્છિમ અને ગર્ભજ મત્સ્યોનું અને ગર્ભજ ઉરપરિસર્પોનું એક હજાર યોજન પ્રમાણવાળું શરીર હોય છે તે ઉત્સેધ અંગુલના પ્રમાણથી સમજવું. (૧૦)
વૈક્રિય શરીરનું એક લાખ યોજન પ્રમાણ હોવા છતાં પણ તે કાયમી નથી. ઔદારિક શરીર જ ઓરાલિક ૨, અથવા અલ્પ પ્રદેશ વડે ઉપચિતપણાથી અને મહાપણાથી ઉરલ ભિંડની જેમ. તે જ ઓરાલિક શબ્દ નિપાતથી સિદ્ધ છે ૩, અથવા ઓરાલમાંસ, હાડકાં અને સ્નાયુ વગેરેથી બંધાએલું તે જ ઓરાલિક ૪. કહ્યું છે કે—
तत्थोदार १ मुरालं २, उरलं ३ ओरालमहव ४ विन्नेयं । ओदारियं ति पढमं, पडुच्च तित्थेसरसरीरं ।।११।।
તેમાં ઔદારિક શરીરના સાર્થક નામો આ પ્રમાણે છે—૧. ઉદાર-પ્રધાન. ૨. ઉરાલ-વિસ્તારવાળું, ૩. ઉરલ-વિરલ (અલ્પ) પ્રદેશવાળું અને ૪. ઓરાલ-માંસાદિ વડે બંધાયેલું જાણવું. ઉદાર અથવા ઓરાલ તે જ ઔદારિક. (સર્વત્ર સ્વાર્થિક ‘ઇક’ પ્રત્યય છે અને પૃષોદરાદિગણથી શબ્દની સિદ્ધિ થયેલી છે) હવે ઉદારાદિ નામોની અપેક્ષાના વિષયને ક્રમથી કહે છે– પ્રથમ ઉદાર શબ્દને આશ્રયીને તીર્થેશ્વરતીર્થંકર અથવા ગણધરનું શરી૨ પ્રધાન છે. (૧૧)
9