________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिमाः स्थावराः अवधिकेवलानुत्पत्त्युत्पत्ती ३९२-३९४ सूत्राणि
અલ્પભૂતાં-અલ્પા-વર્તમાનમાં થોડી છે પરંતુ ‘પૃથ્વી ઘણી છે” એમ તેને પૂર્વે સંભાવના હતી ૧, તથા કુંથુઆના અતિબહુલપણાથી કુંથુઆના સમૂહ વડે વ્યાપ્ત થયેલ પૃથ્વીને જોઈને અત્યંત વિસ્મય અને દયા વડે ચલિત થાય ૨, તથા 'મહમહાલય' તિ અતિશય મોટું, મનુષ્યક્ષેત્રથી બહાર રહેનારું, એક હજાર યોજના માનવાળું મહાસર્પનું શરીર જોઈને વિસ્મયથી અથવા ભયથી ચલિત થાય ૩, તથા મહર્બિક, મહાકાંતિવિશિષ્ટ, મહાભાગ્યવાનું, મહાબલવાનું, મહાસુખવાળા દેવને જોઈને વિસ્મયથી ચલિત થાય ૪, તથા 'રેસ ૩' ૦િ નગર વિગેરેના એકદેશભૂત કિલ્લાથી વીંટાયેલ-કોટ સહિત પુરાણ પરાઓ તરીકે પ્રસિદ્ધ છે તેઓને વિષે, 'પુરનિ ' લાંબા કાળના (જૂના) (ક્યાંક 'ગોપીનારૂં એવો પાઠ છે ત્યાં મનોહર એવો અર્થ , સમજવો) મહમદ તયારૂંતિ. વિશાલ મહાનિધાનો-મહામૂલ્ય રત્નવાળા. નષ્ટ થયેલ છે સ્વામીઓ જેના તે નષ્ટ સ્વામીવાળા નિધાનો, વળી નાશ પામેલ છે સેચકો-સીંચનાર અર્થાત્ તે નિધાનોને વિષે ઉપરાઉપરી ધનને નાખનારા પુત્ર વગેરે જેઓના નાશ પામેલ છે તેવા, અથવા દીર્ધકાળથી તેની રક્ષા કરનારાના અભાવને લઈને તે નિધાનના જણાવનાર સેતુપાળ (પાજ). અથવા માર્ગો નાશ થયેલ છે જેઓના તે પ્રહાણસેતકો. વિશેષ શું કહેવું? નિધાનો સ્થાપનારાઓ નાશ પામેલ છે, ગોત્રાગારોસગોત્રીના ઘરો જેઓના અથવા તેઓના ગોત્રો-નામો અને આકારો-આકૃતિઓ નાશ પામેલ છે જેઓના તે પ્રહણગોત્રાગારો અથવા પ્રહણગોત્રાકારો અર્થાત્ જેઓના નામનિશાનો રહેલા નથી એવા નિધાનો, એવી રીતે ઉચ્છિન્ન સ્વામિકો વગેરે પણ જાણવા. વિશેષ એ કે–અહિં પ્રહીણા-કાંઈક સત્તા (અસ્તિત્વ) વાળા અને ઉચ્છિન્ના-સર્વથા નષ્ટ સત્તાવાળા યાનીમાનગ્રામાદિકને વિષે અનંતર કહેલ વિશેષણવાળા નિધાનો. તેમાં કર વગેરેથી ગમ્ય-જેમાં કર લેવાય છે તે ગ્રામ, જેમાં મનુષ્યો આવીને (ખોદવું વગેરે) કાર્ય કરે છે તે આકર-લોઢા વગેરેની ઉત્પત્તિની ભૂમિ, જેને વિષે કર નથી લેવાતો તે નકર (નગર), ધૂળના ગઢ સહિત હોય તે ખેટ, ખરાબ નગર તે કબૂટ, ચોતરફ અદ્ધ યોજન પર ગ્રામ રહેલ હોય તે મડંબ, જેના જળમાર્ગ અને સ્થળમાર્ગ બને છે તે દ્રોણમુખ, જ્યાં જળમાર્ગ અથવા સ્થળમાર્ગ એ બન્નેમાંથી એક માર્ગ વડે જવું આવવું થાય તે પત્તન, તીર્થનું સ્થાન તે આશ્રમ, જ્યાં પર્વતના શિખરાદિ પાછળના ભાગ વગેરેને વિષે (દુઃખે જઈ શકામ એવા સ્થાનમાં) પરચક્રના ભયથી - રક્ષા માટે ધાન્ય વગેરેને લઈ જવાય છે–સંગ્રહાય છે તે સંબાહ, જ્યાં ઘણા ભાંડો-કરિયાણાં વગેરે દ્રવ્યો-સામગ્રીઓનો પ્રવેશ કરાય છે તે સન્નિવેશ, શૃંગાટક-ત્રિકોણ, શેરી-ગલીનું અંતર તેની સ્થાપના 7 ત્રિક-જ્યાં ત્રણ રસ્તાઓ મળે છે તે, આઠ રસ્તાઓનો મધ્ય ભાગ (ચોક) તે ચત્વર, જ્યાં ચાર રસ્તાઓ મળે છે તે ચતુષ્ક (ચૌટો), દેવકુલ વગેરે ચતુર્મુખ, રાજમાર્ગ તે મહાપથ, માત્ર શેરી તે પથ-આવા પ્રકારનાં માર્ગોને વિષે અથવા સ્થાનોને વિષે, નગર નિર્દમન-નગરોની ખાળોને વિષે, તથા અગાર શબ્દના સંબંધથી શ્મશાનાગાર-યમરાજનું ઘર (મસાણ), શૂન્યાગાર પ્રસિદ્ધ છે તથા “ગૃહ’ શબ્દના સંબંધથી પર્વત ઉપર જે ઘર તે ગિરિગૃહ, પર્વતની ગુફા તે કંદરગૃહ અથવા ગિરિકંદર, જ્યાં રાજાઓના શાંતિકર્મ-હોમ વગેરે કરાય છે તે શાંતિગૃહ, પર્વતને ખોદીને જે કરેલું ઘર તે શૈલગૃહ, આસ્થાનમંડપ તે ઉપસ્થાનગૃહ અથવા શૈલોપસ્થાનગૃહ તે પત્થરનો મંડપ,
જ્યાં કુટુમ્બીઓ રહી શકે છે તે ભવનગૃહ અથવા શાંતિ વગેરે વિશેષણવાળા ભવનો અને ગૃહો, તેમાં ભવન-ચતુઃશાલાદિ (ચોથાળ), ગૃહ તો આચ્છાદનાદિ માત્ર ચોતરફ બારણા ખુલ્લા અને ઉપર માત્ર ઢાંકેલું, તેઓને વિષે સ્થાપેલા (નિધાનો) ને જોઈને ચલિત થાય. કારણ કે પૂર્વે નહિ જોયેલ હોવાથી વિસ્મય અથવા લોભ થાય છે. 'રૂદ્દેટ્ટી' ત્યા૦િ નિગમન-રહસ્ય
કેવલજ્ઞાન, દર્શન તો ચલિત ન થાય અથવા કેવલી યથાર્થપણાએ વસ્તુના દર્શનથી, અને ક્ષીણમોહનીયપણાએ ભય, વિસ્મય અને લોભાદિના અભાવ વડે અતિ ગંભીરપણાથી ચલિત ન થાય. આ કારણથી કહે છે—'રંવહી’ ત્યા૦િ સૂત્ર સુગમ છે. ૩૯૪ો.
નારક વગેરેના શરીરો બીભત્સ (ખરાબ) અને ઉદાર (શ્રેષ્ઠ) જોઈને કેવલદર્શન ખુલના પામતું નથી, માટે શરીરની પ્રરૂપણા કરવા માટે અનેરૂયા' ત્યાદિ સૂત્રનો વિસ્તાર કહે છે.