________________
५ स्थानकाध्ययने उद्देशः १ प्रतिमाः स्थावराः अवधिकेवलानुत्पत्त्युत्पत्ती ३९२ - ३९४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ तप्पढमयाते णो खभातेज्जा, सेसं तहेव, इच्चेतेहिं पंचहिं ठाणेहिं जाव नो खभातेज्जा ।। सू० ३९४ ।। (મૂળ) પાંચ પડિયાઓ-અભિગ્રહવિશેષો કહેલ છે, તે આ પ્રમાણે—૧. ભદ્રા, ૨. સુભદ્રા, ૩. મહાભદ્રા, ૪. સર્વતોભદ્રા અને ૫. ભદ્રોત્તરપ્રતિમા. ॥૩૯૨॥
પાંચ સ્થાવરકાયો કહેલ છે, તે આ પ્રમાણે—૧. ઇંદ્રસ્થાવરકાય (પૃથ્વી), બ્રહ્મસ્થાવરકાય (અપૂ), શિલ્પસ્થાવરકાય (અગ્નિ), સમ્મતિસ્થાવરકાય (વાયુ) અને પ્રાજાપત્યસ્થાવરકાય (વનસ્પતિ). સ્થાવરકાયના આ પાંચ નામ છે. પાંચ સ્થાવરકાયના અધિપતિ કહેલ છે, તે આ પ્રમાણે—પૃથ્વીકાયનો અધિપતિ ઇંદ્ર, અપ્કાયનો અધિપતિ બ્રહ્મ, તેઉકાયનો અધિપતિ શિલ્પ, વાઉકાયનો અધિપતિ સમ્મતિ અને વનસ્પતિકાયનો અધિપતિ પ્રજાપતિ. ।।૩૯૩॥ પાંચ સ્થાન-કારણ વડે અવધિદર્શન ઉત્પન્ન થવાના પ્રથમ સમયમાં ક્ષોભ-સ્ખલના પામે, તે આ પ્રમાણે—૧. અલ્પ જીવવાળી પૃથ્વી જોઈને આશ્ચર્ય પામે છે–આ શું? એવી રીતે વિચારવાથી તેના પ્રથમ સમયમાં ક્ષોભ પામે છે. ૨. કુંથુઆથી વ્યાપ્ત થયેલ પૃથ્વીને જોઈને અત્યંત વિસ્મય પામવાદિથી તેના પ્રથમ સમયમાં સ્ખલના પામે છે. ૩. અત્યંત મોટા પ્રમાણવાળા સર્પના શરીરને જોઈને વિસ્મય અને ભયથી સ્ખલના પામે છે. ૪. મહર્ષિક યાવત્ મહાસુખવાળા દેવને જોઈને વિસ્મય થવાથી તેના પ્રથમ સમયમાં ક્ષોભ પામે છે. નગરોમાં જૂના વખતના અતિશય મોટા રત્નાદિના નિધાનો, તે નિધાનો કેવા અને કયા કયા સ્થાનમાં હોય છે તે કહે છે–પૃહીણ-પ્રાયઃ નાશ પામેલ છે સ્વામી જેના, વારસરૂપ પુત્ર, પૌત્રાદિ નાશ પામેલ છે જેના, સગોત્રીય કુલના ઘરો નાશ પામેલ છે જેના, ઉચ્છિન્ન–સર્વથા નાશ પામેલ છે, માલિક જેના, સર્વથા વારસરૂપ પુત્ર-પૌત્રાદિ નાશ પામેલ છે જેના, સર્વથા સગોત્રીય કુલના ઘરો નાશ પામેલ છે જેના એવા. આ વિશેષણવાળા નિધાનો તે ગામ–જ્યાં કર લેવાય તે, આકર–લોઢા વગેરેની ખાણ, નગરજ્યાં કર ન લેવાય તે, ખેટ, કર્બટ–(કુનગર), મડંબ, દ્રોણમુખ, પટ્ટન (પાટણ) આશ્રમ, સંબાહ અને સન્નિવેશને વિષે, તથા શ્રૃંગાટક-શીંગોડાના ફલને આકારે 7 જ્યાં બે રસ્તા ભેળા થતા હોય તે, ત્રિક, ચતુષ્ક, ચત્વર–ચૌટો, ચતુર્મુખ, મહાપથ–રાજમાર્ગને વિષે, નગરની ખાળોને વિષે, સ્મશાન, શૂન્યગૃહ, પર્વતના ઉપર ઘર, પર્વતની ગુફા, શાંતિગૃહ જ્યાં હોમ વગેરે શાંતિકર્મ કરાય તે, પર્વતને ખોદીને કરેલું ઘર તે શૈલગૃહ, આસ્થાનમંડપ, મહેલ અને ખુલ્લાં ઘરોને વિષે રાખેલા હોય, સ્થાપેલા હોય તે નિધાનોને જોઈને પૂર્વે નહિ જોયેલ હોવાથી વિસ્મય અને લોભ વડે સ્ખલના પામે. આ પાંચ કારણ વડે અવધિદર્શન ઉત્પન્ન થવાના પ્રથમ સમયમાં સ્ખલના પામે. પાંચ કારણો વડે પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થવાના પ્રથમ સમયમાં સ્ખલના ન પામે, તે આ પ્રમાણે—અલ્પ જીવવાળી પૃથ્વીને જોઈને તેના પ્રથમ સમયમાં સ્ખલના ન પામે કેમ કે મોહનીયકર્મનો ક્ષય થયેલો હોવાથી વિસ્મય અને ભય વગેરેનો અભાવ હોય છે. શેષ વર્ણન તેવી જ રીતે સમજી લેવું યાવત્ ભવનગૃહોને વિષે રાખેલા અને સ્થાપેલા તે નિધાનોને જોઈને તેના પ્રથમ સમયમાં સ્ખલના ન પામે. આ પાંચ સ્થાન વડે યાવત્ સ્ખલના ન પામે. II૩૯૪॥
(ટી૦) 'વંત્તે' ત્યા॰િ સૂત્ર વ્યક્ત છે, વિશેષ એ કે–ભદ્રા, મહાભદ્રા અને સર્વતોભદ્રા અનુક્રમે બે, ચાર અને દશ દિવસો વડે (પૂર્ણ) થાય છે. સુભદ્રા તો શાસ્ત્રમાં ન જોવાથી તેની વ્યાખ્યા કરાઈ નથી. સર્વતોભદ્રા તો પ્રકારાંતર વડે પણ કહેવાય છે. તે બે પ્રકારે છે–નાની અને મોટી. તેમાં પહેલી 'ચતુર્થ ભક્તાદિ વડે દ્વાદશ ભક્ત પર્યંત પંચોતેર દિનપ્રમાણ તપ વડે થાય છે, એની સ્થાપનાના ઉપાયની ગાથા આ પ્રમાણે છે—
1. નાની સર્વતોભદ્રા-પ્રથમ દિને એક ઉપવાસ, પછી પારણું, પછી બે ઉપવાસ, પછી પારણું, પછી ત્રણ ઉપવાસ, પછી પારણું, પછી ચાર ઉપવાસ, પછી પારણું, પછી પાંચ ઉપવાસ કરી પારણું, પછી ત્રણ ઉપવાસ અને પારણું. એવી રીતે સ્થાપનાના ક્રમ વડે ૭૫ ઉપવાસ અને ૨૫ પારણા થાય છે. એ પ્રમાણે મહાસર્વતોભદ્રામાં પણ સ્થાપના પ્રમાણે ઉપવાસનો ક્રમ અને પારણાનો ક્રમ સમજવો.
5