________________
परिशिष्ट
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ શિષ્યવત જીવવાની ફરજ પડે’ એવા હળાહળ કળિયુગમાં શિષ્યોને ખુલ્લેઆમ આ વાત કરવાની હિંમત અને પુણ્ય
ક્યાં ગુરુ પાસે હોઈ શકે? માટે જ સંયમીઓએ મન ખુલ્લું રાખી, કોઈપણ આગ્રહવૃત્તિ છોડી દઈ ગંભીરતાપૂર્વક ઉપરના પદાર્થો વિચારવા
જોઈએ.
જો માહ્યલો જાગે, સદ્ગુરુની સંમતિ મળે, પાંચ-સાત સંયમીઓનું ગ્રુપ તૈયાર થાય, અધ્યયન-અધ્યાપનનો સુમેળ થાય તો ગામડાઓને ચેતનવંતા બનાવવા શહેરો છોડી દેવા જોઈએ.
વર્તમાન પરિસ્થિતિ એ છે કે શહેરીજનો અર્થ-કામમાં ખૂબ જ ખૂંપી ગયેલા હોવાથી, રોજરોજના વ્યાખ્યાનો સાંભળી સાંભળીને પરિપક્વ (!) બની ગયા હોવાથી તેઓ કેટલું પામે છે? એ મોટો પ્રશ્ન છે. કેટલાક વ્યાખ્યાનકારોને બાદ કરતા ૮૦% જેટલા વ્યાખ્યાનકારોના વ્યાખ્યાનોમાં ઉપાશ્રયના હોલો ચિક્કાર ખાલી રહેતા હોય છે.
જ્યારે ગામડાઓમાં સંયમીઓની અવર-જવર બંધ થવાથી, માત્ર વિહારમાં ગામડું આવે ત્યારે ગોચરી-પાણી પૂરતો જ એ ગામના શ્રાવકાદિનો ઉપયોગ થતો હોવાથી, ગામડાના રહ્યા-સહ્યા જૈનો પણ ભાવહીન-શુષ્ક-દ્રવ્યજૈન બની રહ્યા છે.
હવે તો કો'ક યુગપ્રધાન જ આ વિષમદશાને સુધારી શકે.
શહેરોમાં ન જવું અને ગામડાઓમાં રહેવું એ આપણી જૂની પરંપરાને ગમે તે કારણસર ફગાવી દઈને આપણે શહેરોમાં જ વધુ રહેવાસ પ્રારંભ્યો. એમ સમજ્યા કે, “આમાં ઘણો લાભ થશે.”
પણ જેમ ભારતીય પ્રજાએ સુખી થવું હોય તો જૂની ખેતી, જૂના પર્યાવરણ, જૂની સંસ્કૃતિને પાછી અપનાવ્યા વિના છૂટકો જ નથી એવું આપણે દઢ રીતે માનીએ છીએ.
એમ હવે આ પણ માનવાન અને આદરવાનો સમય પાકી ગયો છે કે જો શ્રમણ સંસ્થાએ પોતાનું શ્રમણત્વ ટકાવવું હોય, વધારવું હોય તો ગામડાઓનું જીવન ફરી અપનાવવું પડશે, કે જે આપણા પ્રાચીન મહર્ષિઓની પરંપરા હતી.
(વિરતિદૂતિ ૧૬-૧૭-૧૮ અંક, ૨૦૦૫)
-
433