________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
परिशिष्ट (૩) શાસનરક્ષા અને પ્રભાવના' એ શબ્દો તો ખૂબ જ સુંદર છે. પણ એનો વાસ્તવિક અર્થ વિચાર્યો ખરો? ‘નિયમાવલિ'ના .
પુસ્તકમાં આ પદાર્થ વિસ્તારથી લીધો હોવાથી ફરી એ અહીં લખતો નથી. પણ સાર એટલો જ કે જે સંયમીના વ્યાખ્યાનમાં ૫૦૦ જેટલી સંખ્યા રોજ થતી હોય તે સંયમીઓને શાસનપ્રભાવક ગણીએ અને તેઓ ભલે ચુનંદા સંયમીઓ સાથે શહેરોમાં રહે. પણ જે સંયમીઓના વ્યાખ્યાનમાં ૧૦૦-૨૦૦ માણસો માંડ ભેગા થતા હોય, એમને પણ શાસનપ્રભાવક ગણી લેવા? તેઓ શાસનપ્રભાવના માટે શહેરોમાં રહે એ ઉચિત છે? અને સંયમીઓ છાતી પર હાથ રાખી જાતને જ પૂછે કે, “ખરેખર શાસનપ્રભાવના માટે જ શહેરો ન છોડવાની ભાવના છે? કે પછી ગામડાની પ્રતિકૂળતાઓ, ગામડાનું અંતર્મુખ જીવન અણગમતું હોવાથી એનાથી છટકવા . માટેનું આ બહાનું છે?” જેઓ લગાતાર બે-ત્રણ વર્ષ ગામડામાં રહે, અને છતાં માનસિક પ્રસન્નતા ન ગુમાવે, ગુંગળાઈન જાય, બહિર્મુખતા માટે ફાંફાં ન મારે તેઓ માટે એમ કહી શકાય કે ગામડાઓની પ્રતિકૂળતાઓઅંતર્મુખતા એમને ગમી છે. ખેર! બાકી ખરી વાત તો એ છે કે ગામડાના જૈનો-અજૈનો ઘણા ભુખ્યા છે. ત્યાં જો વ્યાખ્યાનો શરૂ કરવામાં આવે તો મોટી સભાઓ થયા વિના ન રહે. જે મહાત્માના વ્યાખ્યાનમાં ૮૦૦ જૈનધરવાળા સંઘમાં જેટલી સંખ્યા થતી હતી એ જ મહાત્માના વ્યાખ્યાનમાં ૪૦૫૦ જેનઘરવાળા સંઘમાં એથી વધુ સંખ્યા થતી અનેક દિવસો સુધી સાક્ષાત જોઈ છે. હા! શહેરોમાં અભ્યાસ કરવા માટે પંડિતોની વ્યવસ્થા મળી રહે છે પણ ગામડામાં પંડિતોની વ્યવસ્થા મળતી નથી. એ પણ એક મુશ્કેલી છે. પણ એનું સમાધાન એ છે કે, જે સાધુ સાધ્વીજીઓ પંડિતો પાસે કંઈ નથી ભણતા તેઓ શા માટે શહેરમાં છે?” જેઓ ભણે છે, તેઓ પણ ચાર-પાંચ વર્ષે તો ઘણું ખરું ભણી લઈ પગભર થઈ જાય. બીજાઓને ભણાવતા પણ થઈ જાય પછી તો તે ભણાવે. બીજાઓ ભણે અને વગર પંડિતે એ ગ્રૂપ સ્વાધ્યાયાદિ કરી શકે. તેઓ તો પછી ગામડામાં રહી શકેને? ફરી ફરીને એ વાત મારે કરવી છે કે “આત્મ કલ્યાણ જોખમાય એવી કોઈપણ પ્રવૃત્તિ જિનશાસન માન્ય રાખતું નથી.” જો શહેરોમાં રહેવાથી ભક્તોની લાલસા વધતી હોય, આસક્તિઓના ચિક્કાર પોષણ થતા હોય, ડગલે ને પગલે અહંકાર-માયાના ભોગ બનતું હોય, બહિર્મુખતા એ જ સંયમજીવન બની જતું હોય, શાસ્ત્રો વાંચીને શાસ્ત્રકારો પાસેથી ઉપદેશ લેવાને બદલે માત્ર ભક્તોને ઉપદેશ દીધા જ કરવાની પ્રવૃત્તિ થતી હોય, કષાયો અને વિષયોના કાદવમાં ખૂંપી જવાનું હોય તો એ ત્રિકાળમાં માન્ય બની ન શકે. ભલે પછી ત્યાં રહેવાથી બીજા હજારો લોકો પામતા હોય.
સંઘાધિપતિ કોઈ ન હોવાથી શહેરો છોડીને ગામડાઓમાં જવાનો ખુલ્લો આદેશ તો કોણ કરી શકે? “જ્યાં ગુરુએ ૧. શાસન પ્રભાવનાના નામે વર્તમાનમાં કેટલાંક કહેવાતા આચારવાન સાધુઓને પણ આધુનિક પદ્ધતિએ ધર્મ પ્રભાવનામાં ખેંચી લીધા છે. જેમ કે તીર્થ નિર્માણ માટે સાધુઓ વ્યાખ્યાનોમાં ટીપ મંડાવતા થઈ ગયા છે. બીજાઓની નિશ્રામાં સંધ નિકળતાં જોઈને પોતે જ આયોજક બનીને શ્રાવકોની પાસે પૈસા લખાવીને સંઘપતિ બનાવતા થઈ ગયા છે. વર્તમાનમાં બનતા તીર્થોના લગભગ સંપૂર્ણ આયોજક સાધુઓ જ હોય છે. છ'રીપાલિત સંઘમાં અને ઉપધાન આદિ મહોત્સવમાં જ્યાં વધારે સંઘપતિઓ હોય તો સમજી લેવું કે આના આયોજક આચાર્યાદિ મુનિ ભગવંતો છે. સંઘપતિઓ બનાવતા બનાવતાં રસોયા, બેન્ડ, મજૂર, ટેન્ટવાળા એ બધાય કાર્યો એ મુનિયોને પૂછીને અથવા એમની ઈચ્છાનુસાર વ્યક્તિઓને કોન્ટ્રાક’ આપવામાં આવે છે. આવા કહેવાતા શાસન પ્રભાવનાના કાર્યો શહેરોમાં રહેવાથી જ થાય. એમ શહેરોમાં રહેતાં રહેતાં ગોચરી પાણી તો શું ઘણું બધું અજુગતું ચાલી રહ્યું છે. કો'ક યુગપ્રધાન જ આમાંથી બચાવી શકશે.(સંપાદક)
432