________________
परिशिष्ट
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
અને એ પછી એ અજૈનો જે ભાવથી વહોરાવશે એ જોઈને નક્કી સંયમી આનંદમાં આવી જશે. સુપાત્રદાન દ્વારા એ અજૈનો સુલભબોધિ બનશે અને આવી અનુપમ-અજોડ ભિક્ષાચર્યા દ્વારા સંયમીનો આત્માનંદ એવો તો હિલોળે ચડશે કે એની સામે ભૌતિક આનંદો તુચ્છ બની જશે. એ અજૈનોના રોટલા અને છાશ કે રોટલા અને ગોળ પણ જૈનાના મિષ્ટાન્નો કરતાય મધુર લાગશે.
શ્રદ્ધા ન હોય તો નીચેના પ્રસંગો સાંભળો :
(૧) એક સંયમી હાઈ–વે ઉપર ચાલતા એક હિન્દુના ધાબામાં ગયો. ‘ભિક્ષા આપશો?” ની માંગણી કરી. ધાબાવાળો દિવસ દરમ્યાન સેંકડો ટ્રક ડ્રાઈવરોને રોટલી વગેરે ભોજન જમાડવાનો ધંધો કરતો હતો. એ સંયમીને અંદર લઈ ગયો. ૫૦ રોટલીનો ઢગલો પડેલો, રોટલી ઉતરવાની ચાલુ જ હતી. મોટી થપ્પી ઉપાડીને સંયમીને વહોરાવી. ‘મહારાજ! જેટલું જોઈએ એટલું લઈ જાઓ. આપના પગલા અમારે ત્યાં ક્યાંથી?” પછી ગોળ વગેરે પણ વહોરાવ્યા. (૨) એક અજૈનના ઘરે સંયમી ગોચરી ગયો. બહેન બોલી ઉઠ્યા, ‘મહારાજ! અમે તો જમી લીધું. બધું પતી ગયું. મને ખબર હોત કે તમે આવવાના છો તો મારા છોકરાઓને હમણા જ જમાડ્યા, એ જમાડત નહિ. બધું તમને આપી દેત. મહારાજ! વતીકાલે આવજો. બધું તૈયાર રાખીશ.’
(૩) અજૈન બહેને એક–બે ભાખરી વહોરાવી. સંયમીએ કહ્યું કે, ‘અમે આઠ જણ છીએ...' અને બહેને બીજી ચાર– પાંચ ભાખરી તો વહોરાવી જ. અને પછી ગ્યાસ ઉપર તૈયાર કરેલો છૂંદો લાવી મોટી ટોક્સી ભરી દીધી. સંયમી ‘બસ... બસ..’ કરતો રહ્યો અને બહેન કહે, ‘મહારાજ! ૮–૧૦ જણ છો, આટલો છૂંદો તો જોઈએ જ ને?...’ આવા તો સેંકડો પ્રસંગો ક્યારેક જાતે અનુભવ્યા છે તો ક્યારેક કો'કના મુખે સાંભળ્યા છે. હા! શરૂઆતના દિવસોમાં રોટલી–ગોળ વગેરેથી ચલાવવું પડે. પણ પછી જો અજૈનોના વ્યાખ્યાન ગોઠવીને સમજાવવામાં આવે તો તેઓ કાંદા-બટાકા વિનાના દાળ-શાક રાખતા થઈ જાય. ભલે આમાં થોડા દોષ લાગે પણ એ બીજા દોષોની અપેક્ષાએ ઘણા જ ઓછા દોષો છે.
સાધ્વીજીઓને તો સામે વહોરાવનાર તરીકે બહેનો જ હોવાથી વાત કરવી, સમજાવવું વગેરે સરળ થઈ પડે. ધીમે ધીમે અનુભવથી ઘડાઈ જવાય ‘શું બોલવું? શું વાત કરવી?” એ પરિસ્થિતિ જ તમને શીખવાડી દે. અહીં તો કેટલું
લખાય?
કેટલાંક ગામોમાં તો હવે અજૈનો ટેવાઈ ગયા છે. તેઓ સામેથી કહે, ‘મહારાજને કાંદા-બટાકાવાળું ન ખપે. બીજું આપજો.’ પછી કહે કે, ‘ઘણા મહારાજો આવે છે એટલે અમને ખબર છે.’
બે-બે સાધ્વીજીઓ જો આ રીતે અજૈનોમાં ગોચરી જતા થઈ જાય તો ધીમે ધીમે અજૈનો જૈનોની માકફ જ બધું વહોરાવતા થઈ જાય.
ભગવાન મહાવીર સ્વામીએ પણ ગોચરી દરમ્યાન અપમાનો સહન કર્યા જ છે ને? કો’ક અજૈનના ઘરે જા’કારો મળે તો એને કર્મક્ષયનું કારણ માની સહન કરવું. શરમ ફગાવી દઈ, ઉલ્લાસ અને હિંમતપૂર્વક જો આ કામ ઉપાડવામાં આવે તો નક્કી સફળતા મળશે, પછી એ શહેરો કદિ યાદ નહિ આવે.
હજી ઘણી વાતો કહેવી છે. પણ લંબાણ થઈ ગયું હોવાથી અટકું છું. આ વાંચીને જો કો'કને આ રીતે જીવવાની ભાવના થાય અને પ્રયત્ન કરીને તેઓ સફળતા પામે તો મને અવશ્ય જણાવે.
(૨) મધ્યમ ગામડાઓમાં હવે હોસ્પિટલો, દવાઓ, ડૉકટરો વગેરે બધી સગવડ મળે જ છે. સામાન્ય રોગોની સારવાર તો મળી જ રહે. છતાં એવા ભયંકર રોગવાળાઓ ભલે શહેરોમાં રહે. એ સિવાયના હજારો સાધુ-સાધ્વીજી ભગવંતોને તો વાંધો નથી ને?
431