________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने स्थविराः पुत्राश्च ७६१-७६२ सूत्रे संघधम्मे ७ सुतधम्मे ८ चरित्तधम्मे ९ अस्थिकायधम्मे १० ।। सू० ७६०।। (મૂ૦) દશ પ્રકારે ધર્મ-આચાર અથવા મર્યાદા કે સ્વભાવ કહેલ છે, તે આ પ્રમાણે—ગામનો આચાર અથવા મર્યાદા તે
ગામધર્મ ૧, નગરનો આચાર અથવા મર્યાદા તે નગરધર્મ ૨, દેશનો આચાર અથવા મર્યાદા તે રાષ્ટ્રધર્મ ૩, કપિલાદિ દર્શનવાળાઓનો આચાર કે મર્યાદા તે પાખંડધર્મ ૪, ઉગ્ર વગેરે લૌકિક કુલ અથવા ચાંદ્રાદિ લોકોત્તર કુલના આચાર તે કુલધર્મ ૫, મલ્લ વગેરેના ગણ (સમૂહ) ની વ્યવસ્થા અથવા સાધુઓના કોટિકાદિ ગણની વ્યવસ્થા તે ગણધર્મ ૬, સંઘ-લોકોનો સમુદાય અથવા ચતુર્વિધ શ્રીસંઘનો આચાર તે સંઘધર્મ ૭, આચારાંગાદિ શ્રુતનો સ્વભાવ દુર્ગતિથી અટકાવનાર હોવાથી શ્રતધર્મ ૮, કર્મના સંચયનો નાશ કરવારૂપ ચારિત્રનો સ્વભાવ હોવાથી ચારિત્રધર્મ ૯ અને
પ્રદેશોના સમૂહરૂપ અસ્તિકાય, તે જ ગતિપર્યાય વડે જીવને ધારણ કરનાર હોવાથી અસ્તિકાયધર્મ ૧૦. Il૭૬oll, (ટી) 'રસ' ત્યાદ્રિ ગામો-દેશના આશ્રયવાળા તે ગામોનો ધર્મ અથવા ગામોને વિષે ધર્મ-આચારવ્યવસ્થા તે ગ્રામ ધર્મ. આ દરેક ગામમાં ભિન્ન હોય છે અથવા ગ્રામ-ઇંદ્રિયનો ગ્રામ-સમૂહ રૂઢ છે તેનો ધર્મ-(સ્વભાવ) વિષયાભિલાષલક્ષણ તે ગ્રામધર્મ ૧, નગર ધર્મ એટલે નગરનો આચાર. તે પણ દરેક નગરમાં પ્રાયઃ ભિન્ન જ હોય છે ૨, રાષ્ટ્રધર્મ-દેશનો આચાર૩, પાખંડધર્મ-પાખંડીઓનો આચાર ૪, કુલધર્મ-ઉગ્રાદિ કુલના આચારરૂપ અથવા જૈન મુનિઓના ગચ્છસમૂહાત્મક ચાંદ્રાદિ કુલની સામાચારીરૂપ ધર્મ પ, ગણધર્મ-મલ્લાદિના ગણ (સમૂહ)ની વ્યવસ્થારૂપ અથવા જેનોના કુલના સમુદાયરૂપ કોટિકાદિ ગણ તેની સામાચારીરૂપ ૬, સંઘધર્મ-ગોષ્ઠીનો સામાચાર-મિત્રમંડલની વ્યવસ્થા અથવા જૈનોના ગણ-સમુદાયરૂપ ચાર પ્રકારના સંઘનો ધર્મ અર્થાત્ તેનો આચાર ૭, આચારાંગાદિમૃત જ દુર્ગતિમાં પડતા જીવને ધારણ કરવાથી બચાવવાથી ધર્મ તે શ્રુતધર્મ ૮, (કર્મના) સંચયને ખાલી કરવાથી ચારિત્ર, તે જ ધર્મ તે ચારિત્રધર્મ ૯, 'ઉસ્તાઃ –પ્રદેશો તેઓનો કાયરાશિ તે અસ્તિકાય તે જ ધર્મ-ગતિપર્યાય વડે જીવ અને પુદ્ગલ એ બન્નેને ધરવાથી મદદ કરવાથી અસ્તિકાયધર્મ છે. ૧૦ /૭૬ol.
આ ગ્રામધર્મ વગેરે સ્થવિરો વડે કરાયેલ હોય છે માટે સ્થવિરોનું નિરૂપણ કરે છે– दस थेरा पन्नत्ता, तंजहा–गामथेरा १ नगरथेरा २ रटुथेरा ३ पसत्थारथेरा ४ कुलथेरा ५ गणथेरा ६ संघथेरा ७ जातिथेरा ८ सुतथेरा ९ परितागथेरा १० ।। सू० ७६१।। दस पुत्ता पन्नत्ता, तंजहा–अत्तते १ खेत्तते २ दिन्नते ३ विनते ४ ओरसे ५ मोहरे ६ सोडीरे ७ संवुड्डे ८ ओववातिते ९ धम्मंतेवासी १० ।। सू०७६२।। (મૂળ) ઉન્માર્ગમાં ગયેલા લોકોને સન્માર્ગમાં લાવે તે સ્થવિરો. તે દશ કહેલા છે, તે આ પ્રમાણે—ગામની વ્યવસ્થા કરવાવાળા
બુદ્ધિમાન પુરુષો તે ગ્રામસ્થવિરો ૧, એમ નગરની વ્યવસ્થા કરવાવાળા તે નગરસ્થવિરો ૨, દેશની વ્યવસ્થા કરવાવાળા તે રાષ્ટ્રસ્થવિરો ૩, ધર્મનો ઉપદેશ આપવા વડે લોકોને સ્થિર કરનારા તે પ્રશાસ્તૃસ્થવિરો ૪, જે લૌકિક અથવા લોકોત્તર કુલની વ્યવસ્થા કરવાવાળા તે કુલસ્થવિરો પ, એમ ગણ-સમુદાયની વ્યવસ્થા કરવાવાળા તે ગણસ્થવિરો ૬, સંઘની વ્યવસ્થા કરવાવાળા તે સંઘસ્થવિરો ૭, જન્મથી સાઠ વર્ષની વયવાળા તે જાતિસ્થવિરો ૮, સમયાવાયાંગાદિ શ્રતને ધારણ કરનારા તે શ્રુતસ્થવિરો ૯ અને વીશ વર્ષની દીક્ષાપર્યાયવાળા તે પર્યાયસ્થવિરો ૧૦. /૭૬૧// દશ પુત્રો કહેલા છે, તે આ પ્રમાણે–પિતાના શરીરથી ઉત્પન્ન થયેલા તે આત્મજ–જેમ ભરતના અંગથી આદિત્યયશા
1. દરેક ગામ કે નગરવાળાઓ પોતાને અનુકૂલ મર્યાદા-વ્યવસ્થા કરે છે, તેનો ભંગ કરવાથી ગામ કે નગરનો દ્રોહી થવાય છે માટે પ્રાયઃ
ધર્મને બાધક ન હોય તો તે મર્યાદાનો ભંગ કરવો નહિ એમ રાષ્ટ્રની મર્યાદાનો પણ ભંગ ન કરવો.
376.