________________
१० स्थानकाध्ययने स्थविराः पुत्राश्च ७६१-७६२ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
૧, ભાર્યાથી ઉત્પન્ન થયેલ તે ક્ષેત્રજ-જેમ લોકરૂઢિએ' પાંડુરાજાને પોતાની સ્ત્રી કુંતીથી જ પાંડવો ઉત્પન્ન થયા છે પરંતુ પોતાના અંગથી નહિં ૨, દત્તક-પુત્રપણાએ (ગોદમાં) લીધેલ જેમ બાહુબલિને અનિલવેગ સંભળાય છે ૩, જેને ભણાવેલ હોય તે વિનયિત ૪, હૃદયમાં સ્નેહથી રમી રહ્યો હોય તે ઓરસ ૫, વાચાલપણાએ જે પોતાને પુત્રપણાએ જણાવે છે, અર્થાત્ એમ બોલે છે કે તું મારો પિતા છે મૌખર ૬, યુદ્ધ કરવા વડે શૌર્યથી શૂરને વશ કરીને પુત્રપણે સ્વીકારાય છે તે શોંડીર, જેમ મહેંદ્રસિંહ રાજપુત્ર ૭, કોઈપણ અનાથ બાલકને ભોજનાદિ આપવા વડે વૃદ્ધિ પમાડેલ હોય તે સંવર્ધિત ૮, દેવતાના આરાધનથી જે પુત્ર થાય તે ઔપયાચિતક અથવા સેવક ૯, અને ધર્મને અર્થે સમીપે વસનાર તે ધર્માન્તવાસી (શિષ્ય) ૧૦. I૭૬૨॥
(ટી૦) 'સે' ત્યાદ્રિ ખરાબ સ્થિતિમાં રહેલ લોકોને સન્માર્ગમાં સ્થાપે છે–સ્થિર કરે છે તે સ્થવિરો. તેમાં જે ગામ, નગર અને રાષ્ટ્રને વિષે વ્યવસ્થાને કરનારા, બુદ્ધિવાળા, આદેય–જેના વચનનો સ્વીકાર થાય એવા પ્રભાવવાળા તે સ્થવિરો ૧-૨-૩, 'પ્રશાસતિ' જે શીખાવે છે તે પ્રશાસ્તાર-ધર્મોપદેશકો, તે (લોકોને) સ્થિર કરવાથી પ્રશાસ્ત્રસ્થવિરો ૪, જે લૌકિક (ઉગ્રાદિ) અથવા લોકોત્તર (ચાંદ્રાદિ) કુલ તથા ગણ અને સંઘની વ્યવસ્થા કરવાવાળા અને તે વ્યવસ્થાને તોડનારાઓનો નિગ્રહ (શિક્ષા) કરનારા તે . । કુલ, ગણ, સંઘસ્થવિરો કહેવાય છે ૪-૫-૬, સાઠ વર્ષ પ્રમાણ, જન્મપર્યાય–વયવાળા તે જાતિસ્થવિરો ૮, સમવાય પ્રમુખ અંગ (સૂત્ર) ને ધારણ કરવાવાળા તે શ્રુતસ્થવિરો ૯, વીશ વર્ષ પ્રમાણ દીક્ષા પર્યાયવાળા તે પર્યાયસ્થવિરો ૧૦. I૭૬૧॥
સ્થવિરો તો આશ્રિતોને પુત્રની જેમ પરિપાલન કરે છે, માટે પુત્રનું નિરૂપણ કરવા સારુ કહે છે—'ત્ત પુત્તે' ત્યાિ પિતાને પુનાતિ–પવિત્ર કરે છે અથવા પિતાની મર્યાદાને પાતિ–પાળે છે તે પુત્ર-સૂનું. તેમાં પિતાના શરીરથી ઉત્પન્ન થયેલ તે આત્મજ જેમ ભરતનો આદિત્યયશા ૧, ક્ષેત્ર-ભાર્યા, તેણીથી ઉત્પન્ન થયેલ તે ક્ષેત્રજ. જેમ પાંડુને પાંડવો. લોકરૂઢીએ તેની ભાષ કુંતીથી જ પાંડવોનું પુત્રપણું હોવાથી, પરંતુ પાંડુથી નહિ. કારણ? 2ધર્માદિ વડે ઉત્પત્તિ થયેલ હોવાથી ૨, 'વિત્રણ' ત્તિ દત્તક-પુત્રપણાએ લીધેલ (ખોડે બેસાડેલ) જેમ બાહુબલિને અનિલવેગ સંભળાય છે તે પુત્રની માફક પુત્ર કહેવાય છે એમ સર્વત્ર સમજવું ૩, 'વિરૂÇ' ત્તિ॰ વિનયિત-શિક્ષાને ગ્રહણ કરાવેલ–ભણાવેલ ૪, ૩રસ—ઉપગત–ઉત્પન્ન થયેલ છે પુત્રસ્નેહલક્ષણ રસ જેમાં અથવા પિતૃસ્નેહલક્ષણ રસ જેને તે ઉપરસ અથવા કરસિ—હૃદયમાં સ્નેહથી જે વર્તે છે તે ઓરસ ૫, મુખર જ મૌખર–વાચાલપણાએ કરીને મધુર ભાષણ ક૨વાથી જે પોતાને પુત્રપણાએ સ્વીકાર કરાવે છે તે મૌખર ૬, શોંડીર–જે શૌર્યવાળો પુરુષ, શૂરમાં જ (શૂર સાથે) યુદ્ધ કરવા વડે વશ કરીને પુત્રપણે સ્વીકારે છે. જેમ કુવલયમાલા કથામાં મહેંદ્રસિંહનામા રાજપુત્ર સંભળાય છે ૭, અથવા આત્મજ-પુત્ર તે જ ગુણના ભેદથી ભિન્ન કરાય છે તેમાં 'વિત્ર' ત્તિ વિજ્ઞક-પંડિત અભયકુમારની જેમ સરસ—હૃદય વડે વર્તે છે તે ઓરસ-બલવાન બાહુબલીની જેમ શૉંડીર-શૂર વાસુદેવની જેમ અથવા ગર્વવાળો તે-શોંડીર 'શૌડ઼ વ' [પા૦ ધા૦ ૨૧૦] [હૈ ધા૦ ૨૩૩] તિ વવનાત્ 'સંવુઅે' ત્તિ સંવર્ધિતભોજનાદિ આપવા વડે વૃદ્ધિ પમાડેલ અનાથ પુત્રક ૮, '૩વાય' ત્તિ॰ દેવતાનું આરાધન કીધે છતે થયેલ તે ઔપયાચિતક અથવા અવપાતસેવા, તે છે પ્રયોજન જેને તે અવપાતિક અર્થાત્ સેવક ૯, અંતે–સમીપમાં વસવા માટે શીલ (સ્વભાવ) છે જેનું તે અંતેવાસી, ધર્મને અર્થે અંતેવાસી તે ધર્માંતેવાસી અર્થાત્ શિષ્ય ૧૦. I૭૬૨॥
ધર્માંતેવાસીપણું તો છદ્મસ્થને જ છે, પરંતુ કેવલીને નહિ; કારણ કે તેને અનુત્તરજ્ઞાનાદિપણું હોય છે. તેને ક્યા અને
1. લોકરૂઢિએ સૂર્યથી કર્ણ વગેરેની ઉત્પત્તિ કુંતીને લોકોએ માનેલી છે, તે વાત સત્ય નથી, પરંતુ અત્ર ઉદાહરણ તરીકે આપેલ છે, પરંતુ પાંડુરાજાના અંગથી જ કુંતીને પુત્રોની ઉત્પત્તિ થયેલી છે એ વાત જૈનશાસ્ત્રને સમ્મત છે.
2. ધર્મથી યુધિષ્ઠિર, પવનથી ભીમ, ઇંદ્રથી અર્જુન અને અશ્વનીકુમારથી નકુલ તથા સહદેવની ઉત્પત્તિ થયેલ છે, એમ મહાભારતમાં છે, એ • વાત જૈનોને માન્ય નથી.
377