________________
१० स्थानकाध्ययने आशंसाप्रयोगाः ७५९ सूत्रम् - धर्माः ७६० सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ઉલ્કાવવું-પ્રભાવના કરવી. 'પ્રવચનિયકત્વ-સિદ્ધાંતિપણું, ધર્મકથા અને વાદ વગેરે લબ્ધિઓ વડે યશવાદને ઉત્પન્ન કરવું તે પ્રવચનોભાવન. તે જ પ્રવચનોભાવનતા વડે ૧૦, આ દશ પ્રકાર વડે ભવિષ્યમાં કલ્યાણ થાય એવા શુભ કર્મને કરે છે] I૭૫૮.
આ ભવિષ્યમાં ભદ્રતાના કારણોને કરનારાએ આશંસાપ્રયોગ ન કરવો જોઈએ, માટે તેના સ્વરૂપને કહે છે– दसविहे आसंसप्पओगे पन्नत्ते, तंजहा–इहलोगाससप्पओगे १ परलोगासंसप्पओगे २ दुहतो लोगासंसप्पओगे ३ जीवितासंसप्पओगे ४ मरणासंसप्पओगे ५ कामासंसप्पओगे ६ भोगासंसप्पओगे ७ लाभासंसप्पओगे ८ पूयासंसप्पओगे ९ सक्कारासंसप्पओगे १० ।। सू० ७५९।। (મૂળ) દશ પ્રકારે આશંસા-ઇચ્છા-વાંચ્છાનું કરવું કહેલું છે, તે આ પ્રમાણે–તપના પ્રભાવ વડે હું ચક્રવર્તિ થાઉં વગેરે વાંછા
તે ઈહલોક આશંસાપ્રયોગ ૧, ઈદ્ર અથવા સામાનિક દેવ થાઉં વગેરે વાંછા તે પરલોક આશંસાપ્રયોગ ૨, હું ઈદ્ર થઈને ચક્રવર્તિ થાઉં ઈત્યાદિ વાંછા તે દ્વિધા (ઉભય) લોક આશંસાપ્રયોગ ૩, મારું ચિરકાલ સુધી જીવવું થાઓ એવી વાંછા તે જીવિત આશંસાપ્રયોગ ૪, જલ્દીથી મારું મરણ થાઓ એવી વાંછા તે મરણઆશંસાપ્રયોગ ૫, શબ્દ અને રૂપલક્ષણ મનોજ્ઞ કામ, મને મળો એવી વાંછા તે કામઆશંસાપ્રયોગ ૬, ગંધ, રસ અને સ્પર્શલક્ષણ મનોજ્ઞ ભોગ મને મળો એવી વાંછા તે ભોગ આશંસાપ્રયોગ ૭, કીર્તિ, શ્રત વગેરેનો મને લાભ થાઓ એવી વાંછા તે લાભ આશંસાપ્રયોગ ૮, પુષ્પાદિથી મારી પૂજા થાઓ એવી વાંછા તે પૂજા આશંસાપ્રયોગ ૯, શ્રેષ્ઠ વસ્ત્રાદિ વડે મારો સત્કાર થાઓ એવી
વાંછા તે સત્કારશંસા પ્રયોગ. //૭પ૯ll (ટી) '' ત્યા૦િ આશંસવું તે આશંસા-ઇચ્છા તેણીનો પ્રયોગ-વ્યાપારવું-ફરવું અથવા આશંસા વડે જ પ્રયોગવ્યાપાર તે આશંસાપ્રયોગ સૂત્રમાં પ્રાકૃતપણાથી નાસપત્તિ પતિ' અર્થાત્ સ ઉપર અનુસ્વાર વગેરે પ્રાકૃતપણાથી નથી. તેમાં –આ પ્રજ્ઞાપક મનુષ્યની અપેક્ષાએ માનુષ્યત્વ પર્યાયને વિષે વર્તતો જે લોક-પ્રાણીવર્ગ તે ઈહલોક અને તેનાથી જુદો જે લોક તે પરલોક, તેમાં ઈહલોક પ્રત્યે આશંસાપ્રયોગ આ પ્રમાણે—હું તપના આચરણથી ચક્રવર્તિ વગેરે થાઉં એવી ઇચ્છા તે ઈહલોકારશંસાપ્રયોગ, એવી રીતે અન્યત્ર પણ વિગ્રહ (સમાસ) કરવો ૧, પરલોકાંશસાપ્રયોગ-જેમ હું તપના આચરણથી ઇદ્ર અથવા સામાનિક થાઉં તે ૨, દ્વિધાલોકારશંસાપ્રયોગ-યથા હું ઇદ્ર થાઉં અને ત્યારપછી ચક્રવર્તિ થાઉં અથવા આ ભવમાં કંઈક ઇચ્છા કરે અને પરભવના સંબંધમાં કંઈક ઇચ્છા કરે એમ ઉભયત્ર ઇચ્છા કરે તે ૩, આ ત્રણ સામાન્યથી છે અને બીજા સાત તેના વિશેષો જ છે. સામાન્ય અને વિશેષમાં વિવક્ષા વડે ભેદ છે તેથી કરીને આશંસાપ્રયોગોનું દશવિધપણું વિરુદ્ધ થતું નથી. તથા જીવિતપ્રત્યે આશંસા-મારું લાંબા કાળ પર્યત જીવન થાઓ એવી ઇચ્છા તે જીવિતાશંસાપ્રયોગ ૪, મરણપ્રત્યે આશંસામારું શીધ્ર મરણ થાઓ. એવી ઇચ્છા તે મરણશંસાપ્રયોગ, શબ્દરૂપે લક્ષણ કામ, એ બે મને મનોહર મળો એવી ઇચ્છા તે કામાશંસાપ્રયોગ ૬, ગંધ, રસ અને સ્પર્શ લક્ષણભોગો મને મનોહર હો એવી ઇચ્છા તે ભોગાશંસાપ્રયોગ ૭, કીર્તિ, શ્રત વગેરેનો મને લાભ હો એવી ઇચ્છા તે લાભશંસાપ્રયોગ ૮, પૂજા-પુષ્પાદિ વડે મારું પૂજન થાઓ એવી ઇચ્છા તે પૂજાશંસાપ્રયોગ - ૯, પ્રવર વસ્ત્રાદિ વડે પૂજનરૂપ સત્કાર મને થાઓ એવી ઇચ્છા તે સત્કારશંસાપ્રયોગ ૧૦. I૭૫૯.
ઉક્ત લક્ષણ આશંસાપ્રયોગથી પણ કેટલાએક ધર્મને આચરે છે માટે ધર્મને સામાન્યથી નિરૂપણ કરતાં થકાં સૂત્રકાર કહે
दसविधे धम्मे पन्नत्ते, तंजहा–गामधम्मे १ नगरधम्मे २ दुधम्मे ३ पासंडधम्मे ४ कुलधम्मे ५ गणधम्मे ६ 1. પ્રવચનિક-દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણદિની જેમ ૧, ધર્મકથી-નંદીષેણની જેમ ૨, વાદી-મલ્લવાદીની જેમ ૩, નૈમિત્તિક-ભદ્રબાહુસ્વામીની જેમ ૪, તપસી-ધન્નામુનિની જેમ ૫, વિદ્યાવાન્-વેજસ્વામીની જેમ ૬, સિદ્ધ-કાલિકાચાર્યની જેમ ૭, અને કવિ-સિદ્ધસેન દિવાકરની જેમ પ્રવચનની પ્રભાવના કરે છે.
[375