________________
१० स्थानकाध्ययने प्रत्याख्यानानि ७४८ सूत्रम्
होही पज्जोसवणा, ममय तया अंतराइयं होज्जा । गुरुवेयावच्चेणं, तवस्सिगेलन्नयाए वा ॥४७॥
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
[आवश्यक निर्युक्ति १५८० त्ति ]
અર્થ-જ્યારે પર્યુષણ આવશે ત્યા૨ે તપ કરવાથી મને આચાર્યના, તપસ્વીના અથવા ગ્લાનના વૈયાવૃત્ત્વ વડે અંતરાય પડશે અર્થાત્ તપ ક૨વાથી તેઓનું વૈયાવૃત્ત્વ બની શકશે નહિ. (૪૭)
सोदाइ तवोकम्मं, पडिवज्जइ तं अणागए काले । एयं पच्चक्खाणं, अणागयं होइ नायव्वं ॥ ४८ ॥
[आवश्यक निर्युक्ति १५८१ त्ति ] અર્થ–તે તપ અગાઉથી હમણાં સ્વીકારે છે તેથી નહિ આવેલ કાલમાં આ પ્રત્યાખ્યાન અનાગત હોય છે એમ જાણવું.
(૪૮)
૧, 'અતા' ત્તિ॰ એવી રીતે પર્યુષણાદિ વ્યતીત થયે છતે ક૨વાથી અતિક્રાન્ત પ્રત્યાખ્યાન હોય છે. કહ્યું છે કે— पज्जोसवणाए तवं, जो खलु न करेइ कारणज्जाए । गुरुवेयावच्चेणं, तवस्सिगेलन्नयाए वा ।। ४९ ।।
[आवश्यक निर्युक्ति १५८२ त्ति ] અર્થ-પર્યુષણામાં કારણ ઉત્પન્ન થયે છતે તપ કરતો નથી તે કારણ કહે છે–ગુરુના વૈયાવૃત્ત્વને લઈને, તપસ્વીના વૈયાવૃત્ત્વને લઈને અથવા ગ્લાનના વૈયાવૃત્ત્વને લઈને તપ કરતો નથી. (૪૯)
सो दाह तवोकम्मं, पडिवज्जइ तं अइच्छिए काले । एयं पच्चक्खाणं, अइक्कतं होइ नायव्वं ॥ ५० ॥
[आवश्यक निर्युक्ति १५८३ त्ति] અર્થ—તે કાલ અતીત થયે છતે હમણાં તપકર્મ સ્વીકારે છે, એ પ્રત્યાખ્યાન અતિક્રાંત હોય છે એમ જાણવું. (૫૦) पट्ठवणओ उ दिवसो, पच्चक्खाणस्स निट्ठवणओ उ । जहियं सर्मितिदुन्नि उ, तं भन्नइ कोडिसहियं तु ॥५१॥
[आवश्यक निर्युक्ति १५८४ इति]
૨, 'જોડીસહિય' તિ॰ બન્ને કોટિથી–એક ઉપવાસાદિનો અંતવિભાગ અને બીજા ઉપવાસાદિનો આરંભ-શરુનો વિભાગ. એવી રીતના બન્ને કોટિરૂપ લક્ષણથી સહિત–મિલિત-યુક્ત તે કોટિસહિત અર્થાત્ ઉભય પ્રત્યાખ્યાનની મળેલ કોટિરૂપ ઉપવાસાદિનું કરવું. (૫૧)
૩, 'નિયંટિય' તિ॰ નિતરાં યત્રિતં—પ્રતિજ્ઞા કરેલ દિવસાદિમાં ગ્લાનપણાદિ અંતરાય પ્રાપ્ત થયે છતે પણ અવશ્ય કરવું આ તાત્પર્ય છે. આ પ્રત્યાખ્યાન પ્રથમ સંઘયણવાળાને જ હોય છે. કહ્યું છે કે—
• मासे मासे य तवो, अमुगो अमुगदिवसे य एवइओ । हट्टेण गिलाणेण व, कायव्वो जाव ऊसासो ॥५२॥
[आवश्यक निर्युक्ति १५८५ त्ति ]
અર્થ–મહિને મહિને અમુક તપ, અમુક દિવસે આટલા કાલ સુધી નિરોગીએ અથવા ગ્લાને–રોગીએ ક૨વું જ જોઈએ · જ્યાંસુધી શ્વાસોશ્વાસ છે ત્યાંસુધી (૫૨)
एयं पच्चक्खाणं, नियंटियं धीरपुरिसपन्नत्तं । जं गिण्हंतऽणगारा, अणिस्सियप्पा अपडिबद्धा ॥५३॥ चोद्दसपुव्वी जिणकप्पिएसु, पढमंमि चेव संघयणे । एयं वोच्छिन्नं खलु, थेरा वि तया करेसी या ।।५४ ।। [આવશ્ય નિયુક્તિ ૧૮૬-૮૭ fi]
આ નિયંત્રિત પ્રત્યાખ્યાન, ધીર પુરુષ–તીર્થંકર, ગણધરાદિકોએ પ્રરૂપેલું છે. જે પોતાના આત્મામાં અનિશ્રિત–મોહ રહિત અને દ્રવ્ય ક્ષેત્રાદિમાં અપ્રતિબદ્ઘ અણગારો હોય છે તેઓ જ એને ગ્રહણ કરે છે. (૫૩) ચૌદપૂર્વી, જિનકલ્પિક અને પ્રથમ સંહનનવાળા મુનિઓને વિષે જ આ પ્રત્યાખ્યાન હોય છે. તે ચૌદપૂર્વી વગેરે જ્યારે વિદ્યમાન હતા ત્યારે સ્થવિરો પણ કરતા હતા. હમણાં આ પ્રત્યાખ્યાન નિશ્ચયથી વિચ્છેદન ગયું છે. (૫૪)
349