________________
१० स्थानकाध्ययने दानानि मुण्डाः संख्यानम् ७४५-७४७ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
તે દાતારોને અધર્મને માટે જાણવું. (૪૩) ૭,
ધર્મના કારણભૂત જે દાન તે ધર્માદાન અથવા ધર્મમાં જ દાન તે ધર્મદાન. કહ્યું છે કે— समतृण-मणि- मुक्तेभ्यो यद्दानं दीयते सुपात्रेभ्यः । अक्षयमतुलमनन्तं तद्दानं भवति धर्म्माय ॥ ४४ ॥ તૃણ અને મણિ સમાન છે જેઓને એવા મુક્ત-નિર્લોભી સુપાત્રને માટે જે દાન અપાય છે તે અક્ષય, અતુલ અને અનંત એવું દાન ધર્મને માટે હોય છે. (૪૪) ૮,
'ાહી ય' ત્તિ॰ મને આ પુરુષ કંઈક ઉ૫કા૨ ક૨શે એવી બુદ્ધિ વડે જે દાન તે ‘કરિષ્યતિ’ દાન કહેવાય છે ૯, કૃતમને એણે ઉપકાર કર્યો છે તે પ્રયોજનરૂપ પ્રત્યુપકારને માટે જે દાન તે કૃત કહેવાય. કહ્યું છે કે—
शतशः कृतोपकारो दत्तं च सहस्रशो ममानेन । अहमपि ददामि किञ्चित् प्रत्युपकाराय तद्दानम् ॥४५॥
મારા પર એણે સેંકડો ગમે ઉપકારો કર્યા છે અને હજારો વખત મને એણે આપ્યું છે તેથી હું પણ એને પ્રત્યુપકારને માટે કંઈક આપું છું તે મૃતદાન કહેવાય છે. (૪૫) ૧૦,
ઉક્ત લક્ષણવાળા દાનથી શુભ કે અશુભ ગતિ થાય છે, માટે સામાન્યથી ગતિના નિરૂપણ અર્થે કહે છે—'મે' ત્યાિ 'નિયાતિ' ત્તિ નિર્જાતા ગયાત્—નીકળ્યા છે શુભથી તે નિરયા-નારકો, તેઓની ગમ્યમાનપણાથી ગતિ તે નરકગતિ અથવા ન૨કગતિ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થવા યોગ્ય નારકત્વલક્ષણ પર્યાય વિશેષ તે નરકગતિ તથા નિરય-નારકોની વિગ્રહથી–ક્ષેત્રના વિભાગોને ઉલ્લંઘીને ગતિ–જવું તે નિરયવિગ્રહગતિ અથવા સ્થિતિના નિવૃત્તિ લક્ષણવાળી (પગ વડે ચાલવારૂપ) ઋજુ (બળદના જેવી) અને વક્ર (ઉંટના જેવી) વિહાયોગતિ નામકર્મના ઉદય વડે પ્રાપ્ત થવા યોગ્ય ગતિ તે નરકવિગ્રહગતિ. એવી રીતે તિર્યંચ, મનુષ્ય અને દેવોને પણ સમજવી. 'સિદ્ધિતિ' 'સિધ્વનિ’—સંપૂર્ણ અર્થવાળા હોય છે : જેણીમાં તે સિદ્ધિ, એવી તે ગમ્યમાનપણાથી ગતિ તે સિદ્ધિ ગતિ-લોકાગ્ર લક્ષણવાળી. 'સિદ્ધવિÜહાફ' ત્તિ સિદ્ધ-એટલે મુક્ત જીવોની વિગ્રહ–આકાશના વિભાગના અતિક્રમ વડે ગતિ–લોકાંતની પ્રાપ્તિરૂપ તે સિદ્ધિવિગ્રહગતિ, વિગ્રહગતિને વક્રગતિ પણ કહેવાય છે પરંતુ તે વક્રગતિ સિદ્ધને નથી માટે તેના સહચરપણાથી નારકાદિને1 પણ તે વ્યાખ્યા કરી નથી (વક્રગતિ કહી નથી) અથવા બીજા? પદ વડે નારકાદિ ચારેને પણ વક્રગતિ કહી અને પ્રથમ પદ વડે તો નિર્વિશેષપણાને લઈને પારિશેષ્યથી ૠજુગતિ કહી. 'સિદ્ધિાર્'ત્તિ॰—સિદ્ધિમાં જવું, નિર્વિશેષપણાથી આ પદ વડે સામાન્યથી સિદ્ધિ ગતિ કહી અને 'સિદ્ધિવિાહાફ' ત્તિ॰ સિદ્ધમાં અવિગ્રહ-અવક્ર વડે (જુગતિએ) જે જવું તે સિદ્ધિઅવિગ્રહગતિ. આ બીજા પદ વડે વિશેષની અપેક્ષામાં વિશિષ્ટ સિદ્ધિગતિ કહી, આ બન્નેનો સામાન્ય અને વિશેષની વિવક્ષાએ ભેદ છે. I૭૪૫
સિદ્ધિગતિ, મુંડોને જ હોય છે માટે મુંડોનું નિરૂપણ ક૨વાને અર્થે કહે છે—'સે' ત્યાદ્રિ મુઙયતિ—દૂર કરે છે તે મુંડ. તે શ્રોત્રંદ્રિય વગેરેના ભેદથી દશ પ્રકારે છે. શેષ સુગમ છે. II૭૪૬II
મુંડો દશ છે એમ સંખ્યાન કહ્યું, આ હેતુથી સંખ્યાનની વિધિઓ કહેવાય છે. 'વસે' ત્યાદ્રિ 'પરિઝમ્મ' માહા સંકલિતાદિ અનેક પ્રકારનું ગણિતજ્ઞ જનોને પ્રસિદ્ધ જે પરિકર્મ, તેના વડે જે સંખ્યા કરવા યોગ્ય (વસ્તુ) નું જે સંખ્યાન–ગણવું તે પણ પરિકર્મ કહેવાય છે ૧, એવી રીતે સર્વત્ર સમજવું. વ્યવહાર–શ્રેણીવ્યવહાર વગેરે પાટીગણિત અનેક પ્રકારે પ્રસિદ્ધ છે ૨, 'રજ્જુ' ત્તિ રજ્જુ—રાજ વડે જે સંખ્યાન તે રજ્જુ કહેવાય છે–તે ક્ષેત્રગણિત છે ૩, 'રાપ્તિ'ત્તિ ધાન્ય વગેરેનો ઢગલો તેના વિષયવાળું સંખ્યાન તે રાશિ, તે પાટિમાં રાશિવ્યવહાર નામથી પ્રસિદ્ધ છે ૪, 'લાસવન્નેય'ત્તિ॰ કલા-અંશોનું સવર્ણન તે સવર્ણ, સવર્ણ એટલે સરખું કરવું છે જે સંખ્યાનમાં તે કલાસવર્ણ ૫, 'જ્ઞાવંતાવ'ત્તિ॰ 'ખાવ તાવ ત્તિ (તાવત્તિ) વા મુળારો ત્તિ વા યાદ' આ વચનથી અર્થાત્ યાવાવ કે ગુણાકાર એકાર્થવાચક છે. ગુણાકાર વડે જે સંખ્યાન કરવું તે
ܘ
1. `નારકાદિ ચારેમાં વિગ્રહ (વક્ર) ગતિ હોય છે પરંતુ સિદ્ધમાં તો ૠજુગતિએ જ જવાય છે તેથી એક સૂત્રમાં બે વ્યાખ્યા ન કરાય. 2. અહિં બીજી રીતે વ્યાખ્યામાં ચારમાં ૠજુગતિ અને વિગ્રહગતિ કહી તથા સિદ્ધમાં સામાન્યથી ગતિ અને અવિગ્રહગતિ કહી.
347