________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने दानानि मुण्डाः संख्यानम् ७४५-७४७ सूत्राणि
સંખ્યાને તે જ સંખ્યા વડે બે વાર ગુણવું તે ઘનગણિત, જેમ-બેનું ઘન આઠ [બે દુ ચાર અને ચાર દુ આઠ] ૮, વર્ગનો વર્ગ કરવો તે વર્ગવર્ગગણિત, જેમ બેનો વર્ગ ચાર અને ચારનો વર્ગ સોળ અર્થાત્ બેન સોળ, એ વર્ગવર્ગ છે , કલ્પ-છેદ ગણિતકરવત વડે કાષ્ઠનું છેદન તેના વિષયવાળું જે ગણિત તે પાટિમાં ક્રાંકચ વ્યવહાર કહેવાય છે ૧૦.
//૭૪૭ી. (ટી0) 'રે' ત્ય િ'' ત્યા દોઢ શ્લોક છે. 'અનુકંપ' ત્તિ દાન શબ્દના સંબંધથી અનુકંપા-દયા વડે દીન અનાથના વિષયવાળું દાન તે અનુકંપાદાન અથવા અનુકંપાથી (અપાતું) જે દાન તે ઉપચારથી અનુકંપા જ છે. વાચકમુખ્ય ઉમાસ્વાતિ પૂજ્યપાદે કહ્યું છે કે
कृपणेऽनाथदरिद्रे व्यसनप्राप्ते च रोग-शोकहते । यद्दीयते कृपार्थादनुकम्पा तद्भवेद्दानम् ॥३८।।
કૃપણ (રાંક), અનાથ, દરિદ્ર, કષ્ટને પામેલ, રોગથી હણાયેલ અને શોકથી હણાયેલ એવા પુરુષને વિષે કૃપાના અર્થથી જે દેવાય છે તે અનુકંપાદાન હોય છે. (૩૮).
સંગ્રહવું તે સંગ્રહ-કષ્ટ વગેરેમાં મદદ કરવી તેના માટે જે દાન તે સંગ્રહદાન અથવા અભેદથી દાન પણ સંગ્રહ કહેવાય છે. માદ ૨
अभ्युदये व्यसने वा यत् किञ्चिद्दीयते सहायतार्थम् । तत् सङ्ग्रहतोऽभिमतं मुनिभिर्दानं न मोक्षाय ।।३९।।
અભ્યદય-ઉત્કર્ષમાં અથવા કષ્ટમાં જે કંઈ સહાય માટે દાન અપાય છે તે દાન, મુનીઓએ સંગ્રહથી માનેલું છે, પરંતુ મોક્ષને માટે નહિ. (૩૯) ૨,
ભયથી જે આપવું તે ભયદાન અથવા ભયના નિમિત્તથી જે દાન તે પણ ઉપચારથી ભયદાન છે. ૩i aરાના-ડાક્ષ-પુરોહિત-મધુમુહૂ-માવા-પાશિપુ ૨ થી તે પથાર્થત્ત૬ મહાન યુધમ્ II૪૦ ||
રાજા, કોટવાલ, પુરોહિત, મધુમુખ, માવલ્લ (મલ્લ) અને દંડપાણી-થોડા અપરાધમાં ભારે શિક્ષા કરનાર, એવા પુરુષોને વિષે જે ભયને લઈને દાન દેવાય છે તે ભયદાન પંડિતોએ સમજવું. (૪૦) ૩, ,
નિgિ ' ઉત્તકારુણ્ય-શોકે તેથી અર્થાત્ પુત્રવિયોગથી ઉત્પન્ન થયેલ શોકથી તે ભવાંતરમાં (પુત્રાદિ) સુખી થાઓ એવી વાસનાથી તેની જ શપ્યા વગેરેનું દાન અથવા બીજી વસ્તુઓનું જે દાન તે કારુણ્યદાન અથવા કારુણ્યજન્ય હોવાથી દાન પણ ઉપચારથી કારુણ્ય કહેવાય છે ૪, લજ્જા-શરમથી જે દાન તે લજ્જાદાન કહેવાય છે. કહ્યું છે કે
अभ्यर्थितः परेण तु यद्दानं जनसमूहमध्यगतः । परचित्तरक्षणार्थं लज्जायास्तद्भवेद्दानम् ।।४।।
લોકોના સમૂહની અંદર રહેલ પુરુષને બીજાએ યાચના કરી ત્યારે બીજા લોકોના ચિત્તની રક્ષા માટે જે આપવું તે દાન લજ્જાથી થાય છે. (૪૧) ૫,
TRવેvi ' ત્તિ ગૌરવ વડે અર્થાત્ ગર્વથી જે અપાય છે તે ગૌરવદાન. કહ્યું છે કેनट-नर्त-मुष्टिकेभ्यो दानं सम्बन्धि-बन्धु-मित्रेभ्यः । यद्दीयते यशोऽर्थं गर्वेण तु तद्भवेद्दानम् ।।४२।।
નટ, નર્ત (નાચનાર) અને મુષ્ટિક (મલ) ને અર્થે અને સંબંધી, બંધુ તથા મિત્રને અર્થે જે યશને માટે દાન દેવાય છે તે દાન ગર્વથી હોય છે. (૪૨) ૬,
અધર્મને પોષણ કરનારું દાન તે અધર્મદાન અથવા અધર્મના કારણપણાથી અધર્મજ છે. કહ્યું છે કેहिंसा-नृत-चौर्योद्यत-परदार-परिग्रहप्रसक्तेभ्यः । यद्दीयते हि तेषां तज्जानीयादधर्माय ।।४३।।
હિંસાત્ર, અસત્ય, ચોરીમાં તત્પર, પદારામાં લંપટ અને પરિગ્રહમાં આસક્ત, એવા પુરુષોને માટે જે દાન અપાય છે 1. કીર્તિ માટે જે અપાય છે તે કીર્તિદાન પણ આની અંતર્ગત સમજવું. 2. એવા પુરુષોને પણ સંકટમાં અનુકંપા બુદ્ધિએ દેવું તે અધર્મ નથી પરંતુ તેઓને ઉત્તેજન મળે તેવી બુદ્ધિથી દેવું તે અધર્મ છે.
346.