________________
१० स्थानकाध्ययने दानानि मुण्डाः संख्यानम् ७४५ - ७४७ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ પ્રત્યેક પક્ષને જ ઇષ્ટ હોવાથી, તે આ પ્રમાણે—મન વગેરે વડે કરું નહિ, મન વગેરેથી જ કરાવું નહિ અને મન વગેરેથી જ અનુમોદું નહિ (એમ નવ ભાંગા થાય તથા કાલભેદ-અતીતાદિનો નિર્દેશ પ્રાપ્ત થયે છતે વર્તમાનાદિનો નિર્દેશ યથાજંબુદ્રીપપ્રજ્ઞપ્તિ વગેરેમાં ૠષભસ્વામીને આશ્રયીને 'સ૨ે ફેવિડે લેવાયા વંતિ નર્મસતિ' [શક્ર, દેવેંદ્ર, દેવરાજા, વાંદે છે. નમસ્કાર કરે છે] એમ સૂત્રમાં છે તેનો અનુયોગ. આ વર્તમાન (કાલનો) નિર્દેશ, ત્રણે કાલમાં થનારા તીર્થંકરોને વિષે પણ આ ન્યાય બતાવવા માટે છે. આ દોષ વગેરે ત્રણ સૂત્રો, બીજી રીતે પણ વિચારવા યોગ્ય છે. કારણ? આ સૂત્રનું ગંભીરપણું છે.
1198811
વચનના અનુયોગથી અર્થનો અનુયોગ પ્રવર્તે છે માટે દાન લક્ષણ અર્થના ભેદો સંબંધી અનુયોગને કહે છે— दसविहे दाणे पण्णत्ते, तंजहा - अणुकंपा १ संगहे २, चेव, भया ३, कालुणिते ति त ४ । लज्जाते ५, गारवेणं च ૬, અહમ્ને ૩ સત્તમે ૭ ।।।। મ્મે ત,.અમે વુત્તે ૮, હ્રાહી તિ ત o, તં ત્તિ તા ૧૦ ।।
दसविधा गती पन्नत्ता, तंजहा-निरयगती, निरयविग्गहगती, तिरियगती तिरियविग्गहगई एवं जाव सिद्धिगती, सिद्धिविग्गहगती ।। सू० ७४५ ।।
दस मुंडा पन्नत्ता, तंजहा- सोर्तिदितमुंडे जाव फासिंदितमुंडे, कोहमुंडे जाव लोभमुंडे [दसमे] सिरमुंडे // સૢ૦ ૭૪૬/
दसविधे संखाणे पन्नत्ते, तंजहा - परिकम्मं १ ववहारो २, रज्जू ३ रासी ४ कलासवन्ने य ५ । जावंताव ति ६ वग्गो
=
૭, ષળો ૮ ત તદ વાવો ? વિ ।।।। ખો તે ૨૦ | સૂ॰ ૭૪૭||
(મૂ) દશ પ્રકારનું દાન કહેલું છે,,તે આ પ્રમાણે—દીન, અનાથ પ્રત્યે કૃપા કરીને આપવું તે અનુકંપાદાન ૧, કષ્ટમાં
પડેલાને મદદ સારુ જે આપવું તે સંગ્રહદાન ૨, ભયથી આપવું તે ભયદાન ૩, પુત્ર વિયોગાદિના શોકથી તે મરેલ પુત્રાદિની શય્યા વગેરેનું આપવું તે કારણિકદાન ૪, બીજાએ યાચના કીધે છતે તેને લજ્જાથી આપવું તે લજ્જાદાન ૫, ગર્વથી આપવું તે ગૌરવદાન ૬. અધર્મને પોષનારું દાન–હિંસક વગેરેને આપવું તે અધર્મદાન ૭, ધર્મના કારણરૂપ સુપાત્રને વિષે આપવું તે ધર્મદાન ૮, આને આપવાથી મારા પર કંઈક ઉપકાર કરશે એવી બુદ્ધિથી આપવું તે કરિષ્યતિદાન ૯, મારા પર એણે ઉપકાર કરેલ છે તેના પ્રત્યુપકાર–બદલા માટે આપવું તે મૃતદાન ૧૦. દશ પ્રકારની ગતિ કહેલી છે, તે આ પ્રમાણે—નારકપણાના પર્યાયરૂપ નરકગતિ અને નારકોના ક્ષેત્રવિભાગને ઉલ્લંઘીને જવું તે નિરયવિગ્રહગતિ ૨, એમ તિર્યંચગતિ ૩, તિર્યંચવિગ્રહગતિ ૪, યાવત્ શબ્દથી મનુષ્યગતિ પ, મનુષ્યવિગ્રહગતિ ૬, દેવગતિ ૭, દેવવિગ્રહગતિ ૮, જેણીમાં નિષ્ટિતાર્થ જીવો હોય છે એવી લોકાગ્રસ્થાનલક્ષણ સિદ્ધિગતિ ૯ અને આકાશના વિભાગના અતિક્રમ વડે લોકાંત પ્રાપ્તિરૂપ સિદ્ધની ગમનરૂપ ગતિ તે સિદ્ધવિગ્રહગતિ ૧૦, ૭૪૫॥ દશ મુંડો કહેલા છે, તે આ પ્રમાણે—શ્રોત્રંદ્રિયને વશ કરનાર તે શ્રોત્રંદ્રિયમંડ, યાવત્ સ્પર્શનેંદ્રિયમુંડ પ, ક્રોધનો નિગ્રહ કરનાર તે ક્રોધમુંડ ૬, યાવત્ લોભમુંડ ૯, (આ ભાવમુંડો છે) અને કેશનો લોચ કરનાર તે દશમો શિરમુંડ (આ દ્રવ્યમુંડ છે) ૧૦. ૭૪૬॥
2,
દશ પ્રકારે સંખ્યાન-ગણિત કહેલ છે, તે આ પ્રમાણે—સંકલિતાદિ અનેક પ્રકારના ગણિત વડે જે પદાર્થની ગણત્રી કરવી તે પરિકર્મ ૧, શ્રેણીનો વ્યવહાર વગેરે પાટીગણિત પ્રસિદ્ધ અનેક પ્રકારે વ્યવહાર ગણિત છે ૨, રજ્જુ (રાજ) વડે જે ક્ષેત્રની સંખ્યા કરાય છે તે રજ્જુગણિત ૩, ધાન્ય વગેરેના પુંજના વિષયવાળી જે સંખ્યા તે રાશિગણિત ૪, કલા–અંશોનું સરખું કરવું છે જે ગણત્રીમાં તે કલાસવર્ણ ૫, ગુણાકાર વડે જે સંખ્યા કરવી તે યાવત્તાવત્ ગણિત ૬, અમુક સંખ્યાને તે જ સંખ્યાથી ગુણવું તે વર્ગગણિત, જેમ બેનું વર્ગ ચાર (બે દુ ચાર) ૭, અમુક સંખ્યાને તે જ
345