________________
१० स्थानकाध्ययने शस्त्रदोषविशेषः ७४३ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग २ જે કારણ અને હેત તે બન્નેનો દોષ આ સમાસ છે તેમાં લક્ષણદોષ અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિરૂપ. તેમાં અવ્યાપ્તિ આ પ્રમાણે—જે અર્થના સમીપથી અને દૂરથી જ્ઞાનના પ્રતિભાસનો ભેદ તે સ્વલક્ષણ. આ સ્વલક્ષણ નામે લક્ષણ છે. આ ઇદ્રિય વડે પ્રત્યક્ષને આશ્રયીને હોય, પરંતુ યોગીજ્ઞાન (આત્મિક) નહિં. યોગીજ્ઞાનમાં તો સમીપ અને દુરથી પ્રતિભાસનો ભેદ નથી. આ હેતુથી યોગિજ્ઞાનની અપેક્ષાએ કંઈપણ સ્વલક્ષણ નહિ થાય. અતિવ્યાપ્તિ આ પ્રમાણે–અર્થની ઉપલબ્ધિનો હેતુ તે પ્રમાણ એવી રીતે પ્રમાણનું લક્ષણ છે. અહીં અર્થની ઉપલબ્ધિના હેતભૂત ચક્ષુ, દહિં, ઓદન (ભાત) વગેરે ભોજનના અનંતપણાને લઈને પ્રમાણ કરવા યોગ્ય નહિ થાય. અથવા રાષ્ટ્રતિક પદાર્થ, જેના વડે જણાય છે તે લક્ષણ-દષ્ટાંત તેનો દોષ-સાધ્ય વિકલતાદિ, તે દૃષ્ટાંતદોષ. તેમાં સાધ્યની વિકલતા જેમ-શબ્દ, નિત્ય . મૂર્ણપણાથી ઘટની જેમ. અહિં ઘટમાં નિત્યપણું નથી. કારણદોષસાધ્ય પ્રત્યે તેનો વ્યભિચાર. યથા–અપૌરુષેય વેદ છે. વેદના કારણનું અશ્રયમાનપણું-નહિ સંભળાતું હોવાથી. અહિં અશ્રયમાણપણું તો કારણાંતરથી પણ સંભવે છે માટે કારણ દોષ છે. હેતદોષ-અસિદ્ધ, વિરુદ્ધ અને અનેકાંતિક લક્ષણ છે. તેમાં અસિદ્ધ જેમ. શબ્દ, અનિત્ય છે. ચક્ષુ વડે પ્રત્યક્ષ હોવાથી, ઘટની જેમ. અહિં શબ્દમાં ચક્ષુ વડે જોવાપણું સિદ્ધ નથી, વિરુદ્ધ જેમ. શબ્દ, નિત્ય છે. કૃતકપણાથી, ઘટની જેમ. અહિં ઘટમાં કૃતકપણું નિત્યત્વથી વિરુદ્ધ છે અને અનિત્યપણાને જ સાધનારું છે. અનેકાંતિક જેમ-શબ્દ, નિત્ય છે. પ્રમેયપણાથી, આકાશની જેમ. અહિં પ્રમેયપણું અનિત્યપણામાં પણ વર્તે છે તેથી સંશય જ છે ૭, તથા સંક્રમણદોષ-પ્રસ્તુત પ્રમેય (વિષય) માં અપ્રસ્તુત પ્રમેયનું પ્રવેશવું અર્થાત્ વિષયાંતરમાં જવું અથવા પ્રતિવાદિના મતમાં પોતાનું સંક્રામવું અર્થાત્ પરમતની સન્મુખ પોતાનું જ્ઞાન તે જ દોષ છે ૮, તથા નિગ્રહ-છલાદિ વડે પરાજય સ્થાન તે જ દોષ તે નિગ્રહ દોષ ૯, તથા વસતઃ' સાધ્યધર્મ અને સાધનધર્મ એ બન્ને અહિં વસે છે તે વસ્તુ-પ્રકરણથી પક્ષ. તેનો દોષ તે વસ્તુદોષ-પ્રત્યક્ષથી નિરાકરણપણું વગેરે. જેમ અશ્રાવણ શબ્દ છે અર્થાત્ શબ્દ સંભળાતો નથી. અહિં શબ્દમાં નહિં સાંભળવાપણું : પ્રત્યક્ષથી નિરાકરણ કરેલું છે ૧૦, આ ઉક્ત સામાન્યથી કહેલા, તજ્જાતાદિ દોષોને અને તેના બીજા પદાર્થો સામાન્ય, વિશેષ રૂપવાળા વિદ્યમાન છે તેને વિશેષ કહેવા માટે કહે છે–'' ત્યાદિ વિશેષ-ભેદ-વ્યક્તિ આ એકાWવાચક છે વઘુ
ત્યાદિ દોઢ શ્લોક છે. વસ્તુ-એટલે પૂર્વના સૂત્રના અંતમાં કહેલ જે પક્ષ. અને 'તજ્ઞા એટલે તે પૂર્વના સૂત્રના જ - પ્રારંભમાં કહેલ પ્રતિવાદી વગેરેની જાતિ વગેરે, તદ્વિષક દોષ અર્થાત્ જાત્યાદિની નિંદારૂપ. તે વસ્તુ તજાતદોષ તેમાં વસ્તુદોષ એટલે પક્ષ સંબંધી દોષ અને તજ્જાતદોષ તે જાતિ વગેરેની નિંદા કરવી. આ બન્ને વિશેષ દોષો, સામાન્ય દોષની અપેક્ષાએ છે અથવા વસ્તુના દોષવિષયમાં વિશેષ-[ભેદ]-પ્રત્યક્ષ નિરાકરણપણું વગેરે. તેમાં પ્રત્યક્ષથી નિરાકરણ કરેલ, જેમ - અશ્રાવણ શબ્દ, અનુમાનથી નિરાકરણ કરેલ, જેમ અનિત્ય શબ્દ પ્રતીતિ વડે નિરાકરણ કરેલ, જેમ અચંદ્રઃ શશી, સ્વવચન વડે 'નિરાકરણ કરેલ, જે હું કહું છું તે મિથ્યા છે. લોકરૂઢિ વડે નિરાકરણ કરેલ, જેમ નરશિર-મનુષ્યનું કપાલ પવિત્ર છે ૧. તજાત દોષ વિષયમાં પણ ભેદ જન્મ, મર્મ અને કર્માદિ વડે છે.
જન્મદોષ કથા. 'कच्छुल्लयाए घोडीए, जाओ जो गद्दहेण छूढेण । तस्स महायणमझे, आयारा पायडा होति ।।३६।।
અર્થ-કચ્છ દેશમાં ઉત્પન્ન થયેલ ઘોડીને વિષે જે ગર્દભના સંયોગથી ઘોડો ઉત્પન્ન થયો હોય તેનો મહાજન-મોટા - પુરુષોને વિષે આકાર (વર્તન) પ્રગટ થાય છે અર્થાત્ હીન જાતિને લઈને ઘોડો સુંદર થતો નથી. (૩૬)
ઉપરોક્ત જન્મદોષ ઇત્યાદિ અનેક પ્રકારે ભેદ છે ૨, “ચકાર’ સમુચ્ચયમાં છે. તથા 'રોસે' ત્તિ પૂર્વોક્ત સૂત્રમાં પ્રતિભંગાદિ આઠ શેષ (મધ્યના) દોષો કહ્યા, તે અહિં દોષ શબ્દ વડે સંઘર્યા છે. તે દોષો સામાન્ય દોષની અપેક્ષાએ વિશેષ હોય છે જે માટે દોષવિશેષ છે. અથવા 'રોસે' ત્તિ દોષોને વિશેષ દોષોના વિષયમાં વિશેષ-ભેદ છે તે અનેક પ્રકારે સ્વયં સમજી લેવો ૩, 'ટ્ટિ ' ત્તિ એક એવો આ અર્થ-અભિધેય તે એકાર્થ, તે છે જેનો તે એકાર્થિક અર્થાત્ એકાWવાચક 1. કચ્છલ શબ્દ વડે ખુજલીના દરદવાળી ઘોડી, આ અર્થ પણ સંભવે છે.
– 341