________________
१० स्थानकाध्ययने शस्त्रदोषविशेषः ७४३ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ दसविधे सत्थे पन्नत्ते, तंजहासत्थमग्गी १ विसं २ लोणं ३, सिणेहो ४ खार ५ मंबिलं ६ ।दुप्पउत्तो मणो ७ वाया ८,कायो ९ भावो त अविरती ૨૦ IIII. રવિદે તો પન્ન, નદીतज्जातदोसे १ मतिभंगदोसे २, पसत्थारदोसे ३ परिहरणदोसे ४ । सलक्खण-५ कारण-६ हेउदोसे७,संकामणं ८ निग्गह ९ वत्थुदोसे १० ।।१।। दसविधे विसेसे पन्नत्ते, तंजहावत्थु १, तज्जातदोसे २ त, दोसे एगट्टिते ति ३ त, कारणे ४ त, पडुप्पण्णे ५, दोसे ६ निच्चे ७ [5]हिअट्ठमे८, ।।१।। अत्तणा ९, उवणीते १० त, विसेसे ति त, ते दस ।। सू०७४३।। (મૂળ) જેના વડે જીવ હણાય તે શસ્ત્ર, દશ પ્રકારનું કહેવું છે, તે આ પ્રમાણે–અગ્નિ-સ્વકાય અને પરકાયનું શસ્ત્ર છે ,
વિષ-સોમિલાદિ સ્થાવર અને સર્પાદિ જંગમવિષ, શસ્ત્ર છે ૨, લવણ-મીઠું ૩, નેહ-તેલ, ધૃત વગેરે ચીકણી વસ્તુ, તેમાં પડવાથી જીવ જલ્દી મરી જાય છે ૪, ક્ષાર-ભસ્માદિ ૫, અમ્લ-કાંજી વગેરે ખટાશવાળી વસ્તુ ૬-આ છ દ્રવ્ય શસ્ત્ર છે. દુષ્યયુક્ત-માઠી રીતે પ્રવર્તાવેલું મન ૭, દુષ્પયુક્તવાણી ૮, દુષ્પયુક્તકાયા ૯ અને અવિરતિ ભાવ ૧૦. આ પાછલા ચાર ભાવ શસ્ત્ર છે. /૧// દશ પ્રકારે દોષ કહેલ છે, તે આ પ્રમાણે તજાતદોષ-ગુરુ વગેરેના જાતિ, કુલાદિ સંબંધી મર્મ પ્રકાશનરૂપ દૂષણ અથવા પ્રતિવાદીથી ક્ષોભ પામીને મૌન રહેવારૂપ ૧, મતિભંગ દોષ-વિસ્મરણાદિ લક્ષણ પોતાની બુદ્ધિના વિનાશરૂપ ૨, પ્રશાસ્તુદોષ-શીખવનાર અથવા સભાનાયક (પ્રમુખ) કે સભ્ય વડે ઉત્પન્ન થયેલ દ્વેષથી અથવા ઉપેક્ષાથી ૩, પરિહરણદોષ–પોતાના દર્શનની સ્થિતિ કે સભાની મર્યાદાને ઉલ્લંઘીને વસ્તુનું સેવવું ૪, સ્વલક્ષણદોષ-જેમ જીવનું લક્ષણ ઉપયોગ છે તેનું વિપરીત કથન કરવું તે ૫, કારણદોષ-પરોક્ષ અર્થનો જેથી નિર્ણય કરાય તે કારણ, તેનું વિપરીત કથન તે દૂષણ છે જેમ અપૌરુષેય વેદ છે. અહિં વેદના કારણનું અશ્રયમાણપણું હોવાથી ૬, હેતુદોષ-આ પર્વત અગ્નિવાળો છે, ધૂમપણાથી. અહિં ધૂમ વડે અગ્નિનું છતાપણું જણાવ્યું તેને જે દૂષણ આપવું તે હેતુદોષ અથવા શબ્દ, અનિત્ય છે, ચાક્ષુષત્વાત્ (જોવાનું હોવાથી) ઘટવત્ અહિં ચાક્ષુષત્વ. શબ્દમાં નથી આ હેતુદોષ છે ૭, સંક્રામણદોષ-પ્રસ્તુત વિષયમાં અપ્રસ્તુત વિષયનું કથન કરવું તે ૮, નિગ્રહદોષ-પ્રતિવાદીના છલને ગ્રહણ કરીને તેને દૂષણ આપવું ૯, વસ્તુદોષ-ગ્રહણ કરેલ પક્ષનો દોષ અથવા અન્યકૃત કાવ્યાદિમાં દૂષણ આપવું. ૧૦ /૧// દસ પ્રકારે વિશેષ-ભેદ કહેલ છે, તે આ પ્રમાણે—પક્ષદોષના વિષયમાં પ્રત્યક્ષાદિથી નિરાકરણાદિ ભેદ તે વસ્તુદોષવિશેષ-જેમ નહિ સાંભળવા યોગ્ય શબ્દ છે, આ પ્રત્યક્ષથી નિરાકરણ કરાય છે, નિત્ય શબ્દ છે, આ અનુમાનથી નિરાકરણ કરાય છે ઈત્યાદિ વિશેષ છે ૧, જન્મ, મર્મ અને કર્માદિ ભેદ વડે દોષ તે તજાતવિશેષ દોષ-જાતિ વગેરેની નિંદારૂપ ૨, આગળના સૂત્રમાં કહેલા વાસ્તુદોષ અને તજ્જાતદોષ સિવાયનાં શેષ મતિભંગાદિ આઠ દોષો તે દોષ વડે જાણવાં ૩, એકાર્થિક દોષવિશેષ-જેમ શક્ર અને પુરંદર આ બે શબ્દ એકાર્યવાચક છે? તેમાં કથંચિત વિશેષ છે, કારણ ? શકનકાલમાં જ શક્ર અને પુરના દારણ (ભંગ) માં જ પુરંદર એવંભૂતનયથી છે ૪, કાર્ય કારણાત્મક વસ્તુના સમૂહમાં કારણવિશેષ છે અથવા કારણમાં વિશેષ-જેમ પરિણામીકારણમાં માટીનો પિંડ છે અને અપેક્ષાકારણમાં દિશા, દેશ, કાલાદિ છે ઈત્યાદિ ૫, પ્રત્યુત્પન્ન દોષ-વર્તમાનમાં ઉત્પન્ન થયેલ દોષ, તે અતીતાદિ દોષની અપેક્ષાએ વિશેષ છે ૬, નિત્ય દોષ-અભવ્યોને અનાદિ અનંત મિથ્યાત્વરૂપ
પ છે અથવા સર્વથા નિત્ય વસ્તુના સ્વીકારરૂપ ૭, અધિક દોષ-વાદકાલમાં વાદિપ્રત્યે અધિક દષ્ટાંતાદિ કહેવું ૮, આત્મના-પોતાથી કરાયેલ દોષ ૯, બીજા વડે અપાયેલ દોષ ૧૦. આ દશ વિશેષ છે. I૭૪૩|
339