________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने दृष्टिवादनामानि ७४२ सूत्रम् જીવતાં છે અને આટલાં મરેલાં છે તે કહેતો થકો ન્યૂનાધિકપણામાં મિશ્ર છે ૬, 'મviતમીસ'–અનંતના વિષયવાળું મિશ્ર તે અનંતમિશ્ર. જેમ પ્રત્યેક પત્રાદિવાળાં કંદમૂલાદિને વિષે આ અનંતકાય છે એમ બોલતો થકો મિશ્ર છે ૭, 'પરિમિક્સપરીત્ત'–પ્રત્યેકના વિષયવાળું મિશ્ર તે પરીત્તમિશ્ર. જેમ અનંતકાયના લશવાળા પ્રત્યેકમાં આ પ્રત્યેક છે એમ બોલતો થકો મિશ્ર છે ૮, 'શ્રદ્ધામિસ્ય'—કાલ વિષયક સત્યાસત્ય. જેમ કોઈ પુરુષ, કોઈક પ્રયોજનમાં સહાયક પુરુષો પ્રત્યે શીધ્ર પ્રેરણા કરતો થકો અથવા પરિણતપ્રાયઃ (સ્વલ્પ) દિવસ છતે જ રાત્રિ વર્તે છે એમ કહે છે તે મિશ્ર છે ૯, 'મહેંદ્ધામીસ'–અદ્ધાદિવસ અથવા રાત્રિ. તેનો એક દેશ (વિભાગ) પ્રહરાદિ તે અદ્ધદ્ધા, તેના વિષયવાળું મિશ્ર-સત્યાસત્ય તે અદ્ધદ્ધામિશ્રક. જેમ કોઈ પુરુષ, કોઈક પ્રયોજનમાં પ્રહરમાત્રમાં જ મધ્યાહ્ન થયો એમ કહે છે તે મિશ્રવચન છે ૧૦. ll૭૪૧/.
ભાષાના અધિકારથી સકલ ભાષણીય અર્થ વ્યાપક સત્યભાષારૂપ દૃષ્ટિવાદને પર્યાયથી દશ પ્રકારે કહે છેदिट्ठिवातस्स णं दस नामधेज्जा पन्नत्ता, तंजहा-दिट्टिवाते ति वा, हेउवाते ति वा, भूतवाते ति वा, तच्चावाते ति वा, सम्मावाते ति वा, धम्मावाते ति वा, भासाविजते ति वा, पुव्वगते ति वा, अणुजोगगते ति वा, सव्वपाणભૂત-નીવ-સમુદાવતિ | સૂ૦ ૭૪૨ (મૂ૦) દષ્ટિવાદ-દર્શનનો વાદ, તેના દશ નામો કહેલા છે, તે આ પ્રમાણે—દષ્ટિવાદ ૧, હેતુવાદ-અનુમાનનો વાદ ૨,'
ભૂતવાદ–પદાર્થોનો વાદ ૩, તત્ત્વવાદ–સારભૂત ભાવોનો વાદ અથવા તથ્ય–સત્યવાદ ૪, સમ્યગુવાદ ૫, ધર્મવાદવસ્તુના પર્યાયોનો વાદ ૬, ભાષાવિષય-સત્યાદિ ભાષાનો નિર્ણય 8, પૂર્વગત-ચૌદ પૂર્વમાં રહેલ સ્વભાવ ૮, અનુયોગગત-પ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગરૂપ ૯ અને સર્વ-પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વસુખાવહ-જીવોને મોક્ષના
હેતપણાથી સર્વેને સુખાવહ છે ૧૦. I૭૪૨ // (ટી૦) 'વિટ્ટી' ત્યાદ્રિ દૃષ્ટિઓ-દર્શનો. અને બોલવું તે વાદ, દષ્ટિઓનો વાદ તે દૃષ્ટિવાદ અથવા દૃષ્ટિઓનું પાતપડવું છે જેમાં તે દષ્ટિપાત અર્થાત્ બધાય નયની દષ્ટિઓ અહિં કહેવાય છે, તેના દશ નામધેયો-નામ છે તે આ પ્રમાણે—દૃષ્ટિવાદ, તે પ્રતિપાદન કરેલ છે જ. ઇતિ શબ્દ ઉપદર્શનમાં અને વા શબ્દ વિકલ્પમાં છે ૧, તથા 'હિનોતિ'–જિજ્ઞાસિત અર્થને જણાવે છે તે હેત-અનુમાનને ઉત્પન્ન કરનારું લિંગ અથવા ઉપચારથી અનુમાન જ. તેનો વાદ તે હેતુવાદ ૨, તથા 'મૂતા:' સબૂત પદાર્થોનો વાદ તે ભૂતવાદ ૩, તથા તત્ત્વો–વસ્તુઓના સારભૂત ભાવો, તેઓનો વાદ તે તત્ત્વવાદ. અથવા તથ્ય–સત્યવાદ તે તથ્યવાદ ૪, સમ્ય-અવિપરીતવાદ તે સમ્યગુવાદ ૫, તથા ધર્મ-વસ્તુના પર્યાયોનો વાદ અથવા ચારિત્રરૂપ ધર્મનો વાદ તે ધર્મવાદ ૬, તથા સત્યાદિક ભાષા, તેનો વિચય-નિર્ણય તે ભાષાવિચય અથવા ભાષા–વાણીનો વિજયસમૃદ્ધિ છે જેમાં તે ભાષાવિજય ૭, તથા બધાય શ્રુતોથી પૂર્વમાં કરાય છે (રચાય છે) તે પૂર્વો-ઉત્પાદ વગેરે ચૌદ પૂર્વો, તેમાં ગત –અત્યંતરીભૂત અર્થાત્ તેનો સ્વભાવ તે પૂર્વગત ૮, તથા અનુયોગ તીર્થકરાદિના પૂર્વભવાદિના વ્યાખ્યાન ગ્રંથરૂપ પ્રથમાનુયોગ અને ભરતરાજાના વંશજ-વંશમાં ઉત્પન્ન થયેલ (સૂર્યપશાદિ) ના મોક્ષગમન અને અનુત્તર વિમાનમાં ગમનની વક્તવ્યતા લક્ષણ વ્યાખ્યાનગ્રંથરૂપ ગંડિકાનુયોગ એમ બે પ્રકારના અનુયોગમાં રહેલ તે અનુયોગગત ૯, આ પૂર્વગત અને અનુયોગગતરૂપ બે નામ 'દૃષ્ટિવાદના અંશ (ભેદ) રૂપ છે તો પણ દષ્ટિવાદપણાએ કહ્યા, તે અવયવમાં સમુદાયનો ઉપચાર કરવાથી. તથા સર્વેસઘળા પ્રાણો કીન્દ્રિયાદિ, ભૂતો-વનસ્પતિઓ, જીવો-પંચેદ્રિયો અને સત્ત્વો-પૃથ્વી વગેરે ચાર, આનો કંઠ સમાસ કીધે છતે કર્મધારય છે તેથી તેઓને સુખ અથવા શુભ પ્રત્યે લઈ જાય છે તે સર્વ પ્રાણભૂતજીવસત્ત્વસુખાવહ અને સુખાવહપણું તો સંયમના પ્રતિપાદકપણાથી તથા સત્ત્વોને નિર્વાણના હેતુપણાથી છે ૧૦, ૭૪૨ //.
પ્રાણીઓ વગેરે દૃષ્ટિવાદ, અશરૂપ હોવાથી સુખાવહ છે અને શસ્ત્ર જ દુ:ખાવહ છે, તેથી શસની પ્રરૂપણા માટે કહે.
1. પરિકમ્મ ૧, સૂત્ર ૨, પૂર્વગત ૩, અનુયોગ ૪, અને ચૂલિકા ૫ આ પાંચ ઈષ્ટવાદના ભેદ છે.
338