________________
१० स्थानकाध्ययने स्तम्भाः समाधीतरे प्रव्रज्याश्रमणधर्मवैयावृत्त्यं जीवाजीवपरिणामः ७१० - ७१३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ વેદ પરિણામ કહ્યો, તે સ્રીવેદાદિ ભેદથી ત્રણ પ્રકારે છે ૧૦. 'અનીવે' ત્યાદ્રિ અજીવ-પુદ્ગલોનો પરિણામ તે અજીવ પરિણામ તેમાં બંધન–પરસ્પર પુદ્ગલોનો સંબંધ અર્થાત્ મિલન, તદ્રુપ પરિણામ તે બંધનપરિણામ એવી રીતે સર્વત્ર જાણવું. બંધનપરિણામનું લક્ષણ આ છે.
समनिद्धयाए बंधो, न होइ समलुक्खयाय वि न होइ । वेमायनिद्ध - लुक्खत्तणेण बंधो उ खंधाणं ॥ ४ ॥ [પ્રજ્ઞાપના॰ ૨૧° ત્તિ]
આ ગાથાનો ભાવાર્થ એ છે કે–સમાન ગુણવાળા સ્નિગ્ધ (ચીકણા) પરમાણુઓનો અન્ય સમાન ગુણવાળા સ્નિગ્ધ પરમાણુ વગેરેની સાથે બંધ થતો નથી તેમજ સમાન ગુણવાળા રુક્ષ પરમાણુઓનો પણ સમાન ગુણવાળા રુક્ષ પરમાણુ વગેરેની સાથે બંધ થતો નથી; જ્યારે વિષમ માત્રા હોય અર્થાત્ વધુ ઓછા ગુણ હોય ત્યારે બંધ થાય છે. (૪) વિષય માત્રાના નિરૂપણને અર્થે કહે છે—
'निद्धस्स निद्धेण दुयाहिंएणं, लुक्खस्स लुक्खेण दुयाहिएणं । निद्धस्स लुक्खेण उवेइ बंधो जहन्नवज्जो विसमो समो वा ॥ ५॥
[પ્રજ્ઞાપના ૨૦૦ કૃતિ]
સ્નિગ્ધ પરમાણુ વગેરેનો સ્નિગ્ધ પરમાણુ વગેરેની સાથે બંધ થાય તો બે ગુણ અધિક પરમાણુ સાથે બંધ થાય, રુક્ષ પરમાણુ વગેરેનો રુક્ષની સાથે બંધ થાય તો બે ગુણ અધિક પરમાણુ વગેરે સાથે જ બંધ થાય પરંતુ રુક્ષ અને સ્નિગ્ધ પરમાણુ વગેરેનો તો જઘન્ય વર્ઝને ચાહે વિષમ માત્રાએ હોય અથવા સમમાત્રાએ–સમાન ગુણવાળા હોય તો પણ બંધ થાય છે, માત્ર જઘન્ય–એક ગુણ સ્નિગ્ધ અને એક ગુણ રુક્ષ પરમાણુ વગેરેનો બંધ ન થાય. (૫)
ગતિ પરિણામ બે પ્રકારે છે. સ્પૃશગતિ-સ્પર્શ કરાતી ગતિરૂપ પરિણામ અને અસ્પર્શદ્દ્ગતિપરિણામ-સ્પર્શ કર્યા સિવાય ગતિરૂપ પરિણામ તેમાં જે પ્રયત્નવિશેષથી ક્ષેત્ર (આકાશ) ના પ્રદેશોને સ્પર્શ કરતો થકો (૫૨માણુ વગેરે) જાય છે તે સ્પર્શદ્ ગતિપરિણામ અને બીજો તો આકાશપ્રદેશોને નહિ સ્પર્શતો થકો જાય છે તે અસ્પર્શજ્ઞતિપરિણામ, આ સંભવી શકે નહિ એમ નથી. ગતિવાળા દ્રવ્યોની પ્રયત્નના ભેદથી ઉપલબ્ધિ હોવાથી તે આ પ્રમાણે—મેઘ વડે મૂકાયેલ મહેલના ઉપરના ભાગમાં અશ્વ-કરાના પતન (પડવા) ના કાલનો ભેદ જણાય છે અને નિરંતર ગતિ પ્રવૃત્ત દ્રવ્યોનો દેશાંતરની પ્રાપ્તિના કાલનો ભેદ જણાય છે. આ હેતુથી અસ્પર્શતિ પરિણામ સંભવી શકે છે. અથવા દીર્ઘ અને હ્રસ્વના ભેદથી આ બે પ્રકારે જે ૨, સંસ્થાનપરિણામ-પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચતુરસ અને આયતના ભેદથી પાંચ પ્રકારે છે ૩, ભેદ પરિણામ પાંચ પ્રકારે છે તેમાં ખંડભેદ–ફેંકેલ માટીના પિંડની જેમ ૧, પ્રતરભેદ–અભ્રકપટલ (અભ્રકના પડ) ની જેમ ૨, અનુતટ ભેદ–વંશની જેમ (વંશને ચીરવાથી તેની છાલનો ભેદ થાય છે) ૩, ચૂર્ણભેદ–ચૂરવું તે–ભૂકો કરવો ૪, ઉત્કરિકા ભેદ-પ્રસ્થક (પોપડો) ઉખેડવાની જેમ ૫, ચાર વર્ણ પરિણામ પાંચ પ્રકારે છે. (કૃષ્ણાદિ) ૫, ગંધ પરિણામ બે પ્રકારે છે. ૬, રસ પરિણામ પાંચ પ્રકારે છે ૭, સ્પર્શ પરિણામ આઠ પ્રકારે છે ૮, અધોગમન સ્વભાવરૂપ ગુરુક (ભારે) નહિ અને ઊર્ધ્વગમન સ્વભાવરૂપ લઘુ નહિ એવું જે દ્રવ્ય તે અગુરુલઘુક–અત્યન્ત સૂક્ષ્મ ભાષા, મન અને કર્મ દ્રવ્યાદિ તે જ પરિણામ. અહિં પરિણામ અને પરિણામવાળો (દ્રવ્ય) ના અભેદથી અગુરુલઘુક પરિણામ. એના ગ્રહણથી એનો વિપક્ષ (ગુરુલઘુક) પણ ગ્રહણ કરેલ સમજવો. તેમાં વિવક્ષાએ ગુરુ અને લઘુ પણ વિવક્ષાએ જ જે દ્રવ્ય તે ગુરુલઘુક અર્થાત્ ઔદારિકાદિ અત્યંત સ્થૂલ. આ ઉક્ત બે પ્રકારના સ્વરૂપવાળી વસ્તુ નિશ્ચય
1. ગાથા બીજી અને ત્રીજી પન્નવણા સૂત્રમાં છે. વિસ્તારાર્થીએ તેનો અર્થ તેની ટીકાથી અથવા તત્ત્વાર્થ ટીકાથી જોવો. દિગંબર સંપ્રદાયમાં આ ત્રીજી ગાથાનો મૂળપાઠ એ જ પ્રમાણે માને છે, પરંતુ અર્થમાં ઘણું અંતર માને છે.
2. સર્વત્ર આકાશપ્રદેશો છવાયેલ હોવાથી સમશ્રેણીએ તેને સ્પર્ધા સિવાય ન જાય એમ પ્રશાપના ટીકાકાર મલયગિરિજીનો અભિપ્રાય છે પરંતુ આ વિષયમાં ‘અસ્પૃશગતિવાદ પત્ર' ઉપાધ્યાયશ્રી યશોવિજયીજીએ લખેલ છે તેમાં લખે છે કે જીવ અને પુદ્ગલની અચિંત્ય શક્તિ હોવાથી
• સ્પર્શ કર્યા સિવાય પણ ગતિ ઘટી શકે છે અને મહાભાષ્ય ટીકા વગેરેની સાક્ષી પણ આપી છે. આ ટીકાકારનો પણ એ જ અભિપ્રાય છે અર્થાત્ અસ્પર્શદ્દ્ગતિ હોઈ શકે છે.
311