________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने स्तम्भाः समाधीतरे प्रव्रज्याश्रमणधर्मवैयावृत्त्यं जीवाजीवपरिणामः ७१०-७१३ सूत्राणि વ્યાવૃતરૂપ વ્યાપાર, તેનું કર્મ તે વૈયાવૃત્ત્વ અથવા વૈયાવૃત્ત્વ અર્થાત્ ભક્તપાનાદિ વડે ઉપરંભ-મદદ. 'સાર્દમિય' fi સમાનધર્મ તે સધર્મ, તે વડે જે આચરે છે તે સાધર્મિકો-સાધુઓ. II૭૧૨॥
'પરિ'મે' ત્યાદ્િ॰ પરિણમવું તે પરિણામ અર્થાત્ તે સ્વરૂપે જવું. યવાહ—
परिणामो ह्यर्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः परिणामस्तद्विदामिष्टः ||१|
द्रव्यार्थनयस्येति । सत्पर्ययेण नाशः प्रादुर्भावोऽसता च पर्ययतः।
द्रव्याणां परिणामः प्रोक्तः खलु पर्ययनयस्य ||२|| इति
પરિણામ જ અર્થાતર ગમનરૂપ છે પરંતુ સર્વથા તે રૂપે રહેવું નથી તેમ સર્વથા વિનાશરૂપ નથી તે પરિણામ, તેના સ્વરૂપને જાણનારા (પંડિતો) ને ઇષ્ટ છે. (૧)
આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયના મતે સમજવું અને પર્યાયાર્થિક નયના મતથી તો નિશ્ચયે દ્રવ્યોનો છતા પર્યાય વડે નાશ તથા અછતા પર્યાયો વડે પ્રાદુર્ભાવ–ઉત્પન્ન થવારૂપ પરિણામ કહેલ છે. (૨)
એવી રીતે જીવનો પરિણામ તે જીવ પરિણામ, તે પ્રાયોગિક છે અર્થાત્ પ્રયોગથી છે. તેમાં ગતિ એ જ પરિણામ તે ગતિપરિણામ એવી રીતે સર્વત્ર સમજવું. ગતિ તો અહિં ગતિનામકર્મના ઉદયથી નારકાદિ વ્યપદેશના હેતુભૂત છે અને તેનો પરિણામ તો આ ભવના ક્ષયથી છે તે નરકતિ વગેરે ચાર પ્રકારે છે ૧, ગતિપરિણામ થયે છતે જ ઇન્દ્રિયોનો પરિણામ થાય છે માટે તેને કહે છે—'વિયાને' તિ॰ તે શ્રોત્રાદિ ભેદથી પાંચ પ્રકારે છે ૨, ઇંદ્રિયોની પરિણતિને વિષે ઇષ્ટ અને અનિષ્ટ વિષયના સંયોગથી રાગદ્વેષરૂપ પરિણતિ થાય છે તેથી ઇન્દ્રિય પછી કષાયનો પરિણામ કહેલ છે તે ક્રોધાદિ ભેદથી ચાર પ્રકારે છે ૩, કષાય પરિણામ થયે છતે જ લેશ્માનો પરિણામ થાય છે પરંતુ લેશ્યાની પરિણતિને વિષે કષાયની પરિણતિ નથી જે માટે 1ક્ષીણકષાય જીવને પણ શુક્લલેશ્યાની પરિણતિ દેશે ઊણા ક્રોડપૂર્વ વર્ષ પર્યંત હોય છે. કહ્યું છે કે—
मुहत्तद्धं तु जहन्ना, उक्कोसा होइ पुव्वकोडीओ । नवहिं वरिसेहिं ऊणा, नायव्वा सुक्कलेस्साए ||३||
જધન્યથી અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી નવ વર્ષ ન્યૂન ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ શુક્લલેશ્યાની જાણવી, કારણ કે અષ્ટ વર્ષ ઉપરાંત ચારિત્રના પરિણામનો સંભવ છે તથાપિ કેવલજ્ઞાનની ઉત્પત્તિ નવ વર્ષથી અગાઉ થતી નથી. (૩)
આ હેતુથી કષાય પછી લેશ્યાનો પરિણામ કહ્યો તે કૃષ્ણાદિ ભેદથી છ પ્રકારે છે ૪, લેશ્યા પરિણામ, યોગ છતે જ હોય છે જે કારણથી રુંધન ક૨ેલ યોગવાળાને લેશ્યા પરિણામ દૂર થાય છે. કારણ કે—સમુચ્છિન્નક્રિયનામા ધ્યાન (શુક્લધ્યાનનો ચોથો ભેદ) અલેશ્ય જીવને હોય છે માટે લેશ્યા પરિણામ પછી યોગ પરિણામ કહ્યો. તે મન, વચન અને કાયાના ભેદથી ત્રણ પ્રકા૨ે છે ૫. સંસારી જીવોને યોગની પરિણતિમાં ઉપયોગની પરિણતિ હોય છે માટે યોગ પછી ઉપયોગ પરિણામ કહ્યો. તે સાકાર અને અનાકારના ભેદથી બે પ્રકારે છે ૬. ઉપયોગ પરિણામ છતે જ્ઞાનપરિણામ હોય છે તે આભિનિબોધિક (મતિ) વગેરેના ભેદથી પાંચ પ્રકારે છે તથા મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન પરિણામ-મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન લક્ષણ ત્રણ પ્રકારનો છે પણ તે વિશેષ ગ્રહણના સમાનપણાથી જ્ઞાન પરિણામના ગ્રહણ વડે ગ્રહણ કરેલ સમજવો ૭. જ્ઞાન અને અજ્ઞાન પરિણામ છતે જ સમ્યક્ત્વાદિની પરિણતિ છે માટે જ્ઞાન પછી દર્શન પરિણામ કહ્યો, તે સમ્યક્ત્વ, મિથ્યાત્વ અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારે છે ૮, સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે જ ચારિત્ર હોય છે તેથી સમ્યક્ત્વ પછી ચારિત્ર પરિણામ કહ્યો તે સામાયિકાદિ ભેદથી પાંચ પ્રકારે છે ૯, સ્ત્રી વગેરે વેદના પરિણામમાં ચારિત્રનો પરિણામ હોય છે પરંતુ ચારિત્રના પરિણામમાં વેદની પરિણતિ નથી જે માટે અવેદક જીવને પણ યથાખ્યાત ચારિત્રની પરિણતિ કહેલ છે આ હેતુથી ચારિત્ર પરિણામ પછી
1. લેશ્યાના અધ્યવસાય સ્થાનક અસંખ્યાતા છે તે કષાયની તરતમતાથી લેશ્યાની તરતમતા થાય છે. કષાયના નાશ પછી તો લેશ્યા એકસ્વરૂપે રહે છે કેમ કે પહેલી ત્રણ તો ભાવલેશ્યા કષાયના ઉદયથી છે. તેજો તથા પદ્મ, કષાયના ક્ષયોપશમથી છે અને શુક્લલેશ્યા કષાયના ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષયથી છે અને દ્રવ્યલેશ્યા યોગના ઉદયથી છે.
310