________________
१० स्थानकाध्ययने स्तम्भाः समाधीतरे प्रव्रज्या श्रमणधर्मवैयावृत्त्यं जीवाजीवपरिणामः ७१०-७१३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
૨, સ્થવિર સાધુઓનું વૈયાવૃત્ત્વ ૩, તપસ્વીનું વૈયાવૃત્ત ૪, ગ્લાન-માંદા સાધુનું વૈયાવૃત્ત્વ ૫, શૈક્ષ–નવદીક્ષિત સાધુનું વૈયાવૃત્ત્વ ૬, ચંદ્રાદિકુલનું વૈયાવૃત્ત્વ ૭, કોટિકાદિગણનું વૈયાવૃત્ત્વ ૮, ચતુર્વિધ સંઘનુ વૈયાવૃષ્ય ૯ અને સાધર્મિક–સમાનધર્મવાળા સાધુઓનું વૈયાવૃત્ત્વ ૧૦. I૭૧૨॥
દશ પ્રકારે જીવનો પરિણામ-કથંચિત્ રૂપાંતર થવારૂપ કહેલ છે, તે આ પ્રમાણે—ગતિનામકર્મના ઉદયથી થતો નકાદિ ગતિરૂપ ગતિપરિણામ ૧, શ્રોત્રાદિ ઇન્દ્રિયોના પરિણામરૂપ ઇન્દ્રિય પરિણામ ૨, ક્રોધાદિ-પરિણતિરૂપ કષાયપરિણામ ૩, કૃષ્ણાદિ દ્રવ્યના સંયોગથી થતો લેશ્યા પરિણામ ૪, મન વગેરેના વ્યાપારરૂપ યોગપરિણામ ૫, સાકાર, અનાકારરૂપ ઉપયોગ પરિણામ ૬, મતિજ્ઞાનાદિ આઠ પ્રકારનો જ્ઞાનપરિણામ ૭, સમ્યક્ત્વ વગેરે ત્રણ પ્રકારનો દર્શનપરિણામ ૮, સામાયિકાદિ પાંચ પ્રકારનો ચારિત્રપરિણામ ૯ અને ત્રણ પ્રકારનો વેદપરિણામ ૧૦– દશ પ્રકારે અજીવનો પરિણામ કહેલ છે, તે આ પ્રમાણે—પુદ્ગલોનો પરસ્પર સંબંધમિલન થવારૂપ બંધન પરિણામ ૧, ગમનરૂપ ગતિપરિણામ ૨, આકારરૂપ સંસ્થાનપરિણામ ૩, છૂટા થવારૂપ ભેદપરિણામ ૪, વર્ણપરિણામ ૫, રસપરિણામ ૬, ગંધપરિણામ ૭, સ્પર્શપરિણામ ૮, અગુરુલઘુપરિણામ ૯ અને શબ્દપરિણામ ૧૦. || ૭૧૩॥ (ટી૦) 'વસદ્દી' ત્યાÍિ॰ સ્પષ્ટ છે. વિશેષ એ કે 'અહમંતી' તિ ગર્દ અંતા રૂતિ અન્તો-જાત્યાદિના પ્રકર્ષનો પર્યંત છે જેને તે અન્ન અર્થાત્ હું જ જાતિ વગેરેથી ઉત્તમપણાએ પર્યન્તવર્તી–સર્વોત્કૃષ્ટ છું અથવા પ્રાકૃતપણાએ અનુસ્વાર છે તેથી અહં (હું) અતિઃ—અતિશયવાળો છું એવા પ્રકારના ઉલ્લેખ (અભિપ્રાય) વડે 'મિગ્ન' ત્તિ સ્તબ્ધ થાય-ગર્વિત થાય. યાવત્ શબ્દથી બલમદ વડે, રૂપમદ વડે, શ્રુતમદ વડે, તપમદ વડે અને લાભમદ વડે એમ જાણવું તથા 'નળસુવન્ને' તિ॰ નાગકુમારો અથવા સુવર્ણકુમારો ‘વા’ શબ્દ વિકલ્પાર્થ છે. મે—મારી પાસે, હલ્લં—શીઘ્ર આવે છે. પુરુષા—સામાન્ય પુરુષોના ધર્મો-જ્ઞાનપર્યાય : લક્ષણ, તેથી ઉત્તર-પ્રધાન તે જ ઔત્તરિક 'અહોધિય' ત્તિ નિયતક્ષેત્રના વિષયવાળો અવધિ, તદ્રુપ જ્ઞાનદર્શન પ્રતીત છે.
1199011
ઉક્ત મદથી વિલક્ષણ–ભિન્ન સમાધિ છે તેથી સમાધિસૂત્ર અને તેના વિપક્ષરૂપ અસમાધિ છે તેથી અસમાધિસૂત્ર, સમાધિ અને અસમાધિના આશ્રયવાળી પ્રવ્રજ્યા છે માટે દીક્ષાસૂત્ર અને દીક્ષાવાળાનો શ્રમણધર્મ છે અને શ્રમણ ધર્મના વિશેષરૂપ વૈયાવૃત્ય છે માટે બે સૂત્ર. આ બધાય જીવના ધર્મો છે તેથી જીવના પરિણામનું સૂત્ર, અને એના વિલક્ષણપણાથી અજીવના પરિણામનું સૂત્ર છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે 'સાહિ' ત્તિ॰ સમાધાનરૂપ સમાધિ અર્થાત્ સમતા, સામાન્યથી રાગાદિનો અભાવ, તે ઉપાધિના ભેદથી દશ પ્રકારે છે. I૭૧૧||
જેમ
'છવા' હા, છંç' ત્તિ, છંદથી-પોતાના અભિપ્રાય વિશેષથી ગોવિંદ વાચકની જેમ અથવા સુંદરી નંદની જેમ અથવા પારકો અભિપ્રાયથી ભાઈના વશવર્તી ભવદત્તની જેમ [જંબુસ્વામિના જીવે પાંચમા ભવદત્તના ભવમાં દીક્ષાની ઇચ્છા ન છતાં તેના ભાઈ ભવદેવની દાક્ષિણ્યતાથી દીક્ષા લીધી હતી] ૧, રોષથી શિવભૂતિ (દિગંબર મતસ્થાપક સહસ્રમલ્લ) ની ૧૨, પરિઘુના-દારિદ્રથી કાષ્ઠ લાવનારની જેમ જે દીક્ષા તે પરિઘૂના ૩, 'સુવિશે' ત્તિ, સ્વપ્નથી પુષ્પચૂલાની જેમ જે દીક્ષા અથવા જે સ્વપ્નમાં લેવાય છે તે સ્વપ્ના ૪, 'હિસુવા ચેવ' ત્તિ, પ્રતિશ્રુતાત્—પ્રતિજ્ઞાથી જે દીક્ષા તે પ્રતિશ્રુતા-શાલિભદ્રની બ્લેનના પતિ ધન્નાની જેમ ૫, 'સારળિય' તિ—સંભારવાથી જે દીક્ષા તે સ્મારણિકા, મલ્લિનાથે સંભારી આપેલ જન્માંતરીને (સંભારવાથી) પ્રતિબુદ્ધ વગેરે (છ) રાજાની જેમ ૬, 'ય'ત્તિ—આલંબનપણાએ રોગ વિદ્યમાન છે જેણીમાં તે રોગિણી તે જ રોગિણિકા, સનત્કુમારની જેમ ૭, 'અઢિય' ત્તિ, આદર ન મળવાથી જે દીક્ષા તે અનાદતા નંદીષેણની જેમ અથવા અનાદંત શિથિલની જે દીક્ષા તે અનાદતા ૮, 'વેવસન્ન' ત્તિ॰ દેવના પ્રતિબોધવાથી જે દીક્ષા તે દેવસંજ્ઞપ્તા, મેતાર્યાદિની જેમ ૯, 'વાળુવંધાય' ત્તિ ગાથાથી આ જુદું પદ છે. વત્સ-પુત્રનો અનુબંધ–સ્નેહથી જે દીક્ષા તે વત્સાનુબંધિકા. વૈર(વજ)સ્વામિની માતા(સુનંદા)ની જેમ ૧૦. શ્રમણધર્મ-વ્યાખ્યાન કરેલ જ છે. વિશેષ એ કે 'નિયા' ત્તિ ત્યાગ દાનધર્મ. વ્યાવૃત્ત અથવા
309