________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ १० स्थानकाध्ययने पुद्दगलचलना क्रोधोत्पत्तिहेतवः संयमाद्याः ७०७-७०९ सूत्राणि दसहिं ठाणेहिं कोधुप्पत्ती सिया तंजहा–मणुनाई मे सद्द-फरिस-रस-रूव-गंधाई अवहरिंसु १, अमणुनाई मे सद्द-फरिस-रस-रूव-गंधाई उवहरिंसु २, मणुण्णाई मे सद्द-फरिस-रस-रूव-गंधाइं अवहरति ३, अमणुनाई मे सद्द-फरिसजाव-गंधाई उवहरति ४, मणुण्णाई मे सद्द जाव अवहरिस्सति ५, अमणुण्णाई मे सद्द जाव उवहरिस्सति ६, मणुण्णाई मे सद्द जावगंधाई अवहरिसुवा अवहरइ अवहरिस्सति ७ अमण्णुणाई मे सद्द जाव रस-रूव-गंधाई उवहरिंसु उवहरति उवहरिस्सति ८, मणुण्णामणुण्णाई सद्द जाव अवहरिंसु अवहरति अवहरिस्सति उवहरिंसु उवहरति उवहरिस्सति ९, अहं च णं आयरियउवज्झायाणं सम्मं वट्टामि ममं च णं आयरियउवज्झाया मिच्छं विपडिवन्ना १० ।। सू० ७०८।। दसविधे संजमे पन्नत्ते, तंजहा–पुढविकाइयसंजमे आउ [काइयसंजमे] तेउ [काइयसंजमे] वाउ [काइयसंजमे] वणस्सति[काइयसंजमे] बेइंदितसंजमे तेंदितसंजमे चउरिदितसंजमे पंचेंदितसंजमे अजीवकायसंजमे । दसविधे असंजमे पन्नत्ते, तंजहा–पुढविकाइयअसंजमे जाव अजीवकायअसंजमे । दसविधे संवरे पन्नत्ते, तंजहासोदितसंवरे जाव फासिंदितसंवरे मण [संवरे] वइ [संवरे] काय [संवरे] उवकरणसंवरे सूचीकुसग्गसंवरे। दसविधे असंवरे पन्नत्ते, तंजहा-सोर्तिदितअसंवरे जाव सूचीकुसग्गअसंवरे ।। सू० ७०९।। । (મૂળ) દશ સ્થાન-પ્રકાર વડે શરીરથી અથવા વિવક્ષિત સ્કંધથી જૂદો ન થયો થકો પુદ્ગલ ચલે-સ્થાનાંતરમાં જાય, તે આ
પ્રમાણે–આહાર કરાતો પગલ ચલે ૧, જઠરાગ્નિ વડે ખલ (નકામો ભાગ) તથા રસરૂપે પરિણામને પમાડતો પુદ્ગલ ચલે ૨, ઉચ્છવાસ વાયુનો પુદ્ગલ ઉચ્છવાસ-ઊંચો શ્વાસ લેતાં ચલે ૩, નિ:શ્વાસ વાયુનો પુદ્ગલ નિશ્વાસનીચો શ્વાસ છોડતાં ચલે ૪, વેદાતો કર્મપુદ્ગલ ચલે ૫, નિર્જરાતો કર્મ પુગલ ચલે ૬, વૈક્રિય શરીરપણે પરિણમાવ્યો પુદ્ગલ ચલે ૭, મૈથુન ક્રીડા કરતે છતે શુક્રાદિ પુદ્ગલ ચલે ૮, યક્ષ વગેરેના વેશવાળા પુરુષના શરીરનો પુદ્ગલ ચલે ૯, શરીરના વાયુ વડે પ્રેરિત પુદ્ગલ ચલે ૧૦. /૭૦૭ll દશ સ્થાન-પ્રકાર વડે ક્રોધની ઉત્પત્તિ થાય તે કહે છે-મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ લક્ષણ વિષયોને આ પુરુષે અપહરેલ છે એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે ૧, અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધને આ પુરુષે મને ઢોકેલ છે–આપેલ છે એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે ૨, મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધને આ પુરુષ અપહરે છે એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે ૩, અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધને મને આ પુરુષ આપે છે એમ વિચારવાથી ક્રોધ ઉપજે ૪, મારા મનોહર શબ્દ વગેરેને યાવત્ અપહરશે એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે ૫, અમનોહર શબ્દ વગેરે યાવતું મને આ પુરુષ આપશે એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે ૬, મારી મનોજ્ઞ શબ્દ, યાવત્ ગંધને અપહરેલ છે, અપહરે છે અને અપરહરશે ૭, અમનોજ્ઞ શબ્દ યાવતુ ગંધને આ પુરુષે, આપેલ છે, આપે છે અને આપશે ૮, મારા મનોજ્ઞ શબ્દાદિને યાવતું અપહરેલ છે, અપહરે છે અને અપહરશે તથા એમનોજ્ઞ શબ્દાદિ, મને આપેલ છે, આપે છે તથા આપશે ૯, હું આચાર્ય, ઉપાધ્યાયોને સમ્યનિષ્કપટ બુદ્ધિએ વર્તુ છું પરંતુ મને આચાર્ય-ઉપાધ્યાયો વિપરીતપણાએ સ્વીકારેલ છે એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે ૧૦ // ૭૦૮ દશ પ્રકારે સંયમ કહેલ છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિક જીવોની હિંસાથી વિરામ પામવું તે પૃથ્વીકાયિકસંયમ ૧, એવી રીતે અપૂકાયિકસંયમ, તેઉકાયિકસંયમ ૩, વાયુકાયિકસંયમ ૪, વનસ્પતિકાયિકસંયમ ૫, બેઇદ્રિય સંયમ ૬, તેઈદ્રિય સંયમ ૭, ચૌરિદ્રિયસંયમ ૮, પંચેંદ્રિયસંયમ ૯ અને વસ્ત્રાપાત્રાદિ અજીવોનું યત્નાએ વાપરવું તે અજીવકાસંયમ ૧૦, દશ પ્રકારે અસંયમ કહેલ છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિક જીવોની હિંસા કરવી તે પથ્વીકાયિક અસંયમ ૧,
એમ જ અન્ ૨, તેઉ ૩, વાઉ ૪ અને વનસ્પતિકાયની હિંસારૂપ અસંયમ ૫, બેઈન્દ્રિય ૬, તેઈદ્રિય ૭, ચૌરિદ્રિય અને 306.