________________
१० स्थानकाध्ययने पुद्दगलचलना क्रोधोत्पत्तिहेतवः संयमाद्याः ७०७ ७०९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ सुति एवं जाव फासाई २ । दस इंदियत्था अणागता पन्नत्ता, तंजहा - देसेण वि एगे सद्दाई सुणिस्सति सव्वेण वि एगे सद्दाई सुणेस्सति एवं जाव सव्वेण वि एगे फासाई पडिसंवेतेस्सति ॥ सू० ७०६ ।। (મૂ) દશ પ્રકારે શબ્દ કહેલ છે, તે આ પ્રમાણે—નિર્ઝારી-ઘંટાદિના શબ્દની જેમ ઘોષવાળો ૧, પિંડિમ-ડંકાદિના શબ્દની
જેમ ઘોષ રહિત ૨. રુક્ષ-કાગડાના શબ્દની જેમ ૩, ભિન્ન-કુષ્ટાદિ રોગથી પીડાયેલ વ્યક્તિના શબ્દની જેમ ૪, જર્જરિત-તંત્રી સહિત કરટિકાદિ વાજિંત્રના શબ્દની જેમ ૫, દીર્ઘ-દીર્ઘ અક્ષરવાળો અથવા દૂરથી સંભળાય એવો મેઘ વગેરેના શબ્દની જેમ ૬, હ્રસ્વ-હૃસ્વ અક્ષરવાળો અથવા નજીકમાં સંભળાય એવો વીણા વગેરેના શબ્દની જેમ ૭, પૃથક્ત્વ–અનેક પ્રકારના વાજિંત્રોનો એકત્રિત થયેલો બે શંખ વગેરેની જેમ જે સ્વર તે ૮, કાકણી–સૂક્ષ્મ કંઠથી ગવાતો ધ્વનિ ૯, કિંકિણી-નાની ઘંટડીનો ધ્વનિ. ૧૦ ||૧|| ૭૦૫
દશ ઇંદ્રિયના અર્થો–વિષયો અતીત–થઈ ગયેલા કહેલા છે, તે આ પ્રમાણે—કોઈક પુરુષે દેશથી જ–એક કાનથી જ શબ્દોને સાંભળેલ છે, કોઈ એકે સર્વથીજ-બન્ને કાનથી જ શબ્દોને સાંભળેલ છે. કોઈએક પુરુષે દેશ વડે જ (એક આંખ) રૂપને જોયેલ છે. કોઈએક પુરુષે સર્વથીજ રૂપને જોયેલ છે. એવી રીતે ગંધોને સુંઘેલ છે, રસોને આસ્વાદેલ છે અને યાવત્ સ્પર્શોને દેશ વડે તથા સર્વ વડે સ્પર્શેલ-અનુભવેલ છે. અહિં સર્વત્ર અતીતકાલનું ગ્રહણ છે. દશ ઇંદ્રિયના અર્થો–વિષયો, પ્રત્યુત્પન્ન-વર્તમાન કહેલા છે, તે આ પ્રમાણે—દેશ વડે પણ કોઈએક પુરુષ શબ્દોને સાંભળે છે, સર્વ વડે પણ કોઈ એક પુરુષ શબ્દોને સાંભળે છે એવં યાવત્ સ્પર્શોને અનુભવે છે. દશ ઇંદ્રિયના અર્થો–વિષયો, અનાગત કહેલા છે, તે આ પ્રમાણે—દેશ વડે પણ કોઈએક પુરુષ શબ્દોને સાંભળશે, સર્વ વડે પણ કોઈએક પુરુષ શબ્દોને સાંભળશે એવી રીતે થાવત્ સર્વ વડે પણ કોઈએક પુરુષ સ્પર્શોને અનુભવશે. I૭૦૬॥ (ટી૦) 'સવિત્તે' ત્યાદ્રિ 'નીહારી' સિલોનો નિર્ધારી–ઘોષવાળો શબ્દ, ઘંટાની જેમ ૧, પિંડ થયેલ તે પિંડિમ-ઘોષ રહિત ઢક્કા–ભેરી વગેરેના શબ્દની જેમ ૨, રુક્ષ–કાગડા વગેરેના શબ્દની જેમ ૩, ભિન્ન-કોઢ વગેરેથી હણાયેલ (પુરુષના) શબ્દની જેમ ૪, જર્જરિત અથવા જર્જરિત-તંત્રી સહિત કટિક વગેરે વાદ્યના શબ્દની જેમ પ, દીર્ઘ-દીર્ઘ અક્ષરના આશ્રયવાળો અથવા દૂરથી સંભળાય એવો મેઘાદિના શબ્દની જેમ ૬, હ્રસ્વ-હૃસ્વ અક્ષરના આશ્રયવાળો અથવા વિવક્ષા વડે નાનોવીણાદિના શબ્દની જેમ ૭ 'પુન્નુત્ત ય ' ત્તિ અનેકપણામાં, શો અર્થ છે? નાના (અનેક) વાજિંત્ર વગેરે દ્રવ્યના સંયોગમાં જે સ્વર બે શંખ વગેરેના શબ્દની જેમ તે પૃથક્ક્સ છે ૮, 'ાળી' તિ॰ સૂક્ષ્મ કંઠનો ગીતધ્વનિ, જે કાકણી એવી રીતે રૂઢ છે ૯, 'વિવિની' ત્તિ॰ કિંકિણી-નાની ઘંટડી તેના સ્વર-ધ્વનિ તે કિંકિણીસ્વર. ૧૦ ||૧ ૭૦૫॥
બે
અનંતર શબ્દ કહ્યો, તે ઇન્દ્રિયનો વિષય છે તેથી કાલના ભેદ વડે ઇન્દ્રિયના વિષયોને પ્રરૂપતા થકા ત્રણ સૂત્રને સૂત્રકાર કહે છે—'વસરિયે’ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે 'રેસે વિ' ત્તિ॰ વિવક્ષિત સમૂહના શબ્દની અપેક્ષાએ દેશથી કોઈક અર્થવિષયને કોઈકે સાંભળેલ છે 'સવ્વ વિ' ત્તિસર્વપણાએ—સર્વથા અથવા ઇંદ્રિયની અપેક્ષાએ શ્રોત્રંદ્રિય વડે દેશથી અને સંભિન્નશ્રોતનામા લબ્ધિયુક્ત અવસ્થામાં બધીય ઇન્દ્રિયો વડે સર્વથી સાંભળેલ છે અથવા દેશથી એક કાન વડે અને સર્વથી બન્ને કાન વડે સાંભળેલ છે. એવી રીતે સર્વત્ર સમજવું 'પડુપ્પન્ન' ત્તિ પ્રત્યુત્પન્ન એટલે વર્તમાન. I૭૦૬ ||
ઇન્દ્રિયના વિષયો તો પુદ્ગલના ધર્મો છે માટે પુદ્ગલના સ્વરૂપને કહે છે—
दसहिं ठाणेहिमच्छिन्ने पोग्गले चलेज्जा, तंजहा - आहारेज्जमाणे वा चलेज्जा, परिणामेज्जमाणे वा चलेज्जा, उस्ससिज्जमाणे वा चलेज्जा, निस्ससिज्जमाणे वा चलेज्जा, वेदेज्जमाणे वा चलेज्जा, णिज्जरिज्जमाणे वा चलेज्जा, विउव्विज्जमाणे वा चलेज्जा, परितारिज्जमाणे वा चलेज्जा, जक्खातिट्टे वा चलेज्जा, वातपरिगते वा ચોગ્ગા | સૂ૦ ૭૦૭||
305