________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम् 'ક્ષમ્' ઇત્યાદિ, એઓનો શબ્દાર્થ પ્રાયઃ પ્રગટ જ છે. કાંતારભક્તાદિ,-આધાકમ્મદિના જ ભેદો છે તેમાં કાંતાર એટલે અટવી, તેમાં સાધુ વગેરેને અર્થે બનાવેલું ભોજન તે કાંતારભક્ત. એવી રીતે બીજા પણ ભોજનો જાણવા. વિશેષ એ કે ગ્લાન-રોગની શાંતિને માટે જે આપે છે અથવા ગ્લાનોને માટે જે અપાય છે તે ગ્લાનભક્ત, તથા વલિકા-મેઘનો આડંબર (વાંદળાં) તેમાં જ વૃષ્ટિ વડે ભિક્ષા માટે ભ્રમણ કરવામાં ભિક્ષુક લોક અશક્ત થાય છે તેથી ગૃહસ્થ, તેના માટે વિશેષતઃ ભોજન દાનને સારું નિરૂપણ કરે છે. પ્રાપૂર્ણકો-આવેલાઓ, તે ભિક્ષુકો જ તેને માટે સ્થાપેલું) જે ભોજન તે પ્રાધૂર્ણકભક્ત અથવા પ્રાપૂર્ણક-ગૃહસ્થ મેમાન, તેના સારા સંસ્કાર કરીને જે અપાવે છે તે પ્રાપૂર્વકભક્ત. મૂલ-પુનર્નવા (સાટોડી) વગેરેના મૂળિઆઓનું ભોજન અથવા તે જ ભોજન. ખવાય છે તે ભોજન એમ કરીને. કદ-સૂરણ વગેરે. ફલ-પુષ્પ (કાકડી) વગેરે. બીજ-દાડમ વગેરેના, હરિત–મધુરતૃણાદિ વિશેષ જીવવધના નિમિત્તભૂત હોવાથી એ બધાય ભોજનોનો નિષેધ છે. 'પંવમહલ્વરૂપ'
ત્યાદિ પ્રથમ અને પશ્ચિમ તીર્થકરોને પાંચ મહાવ્રતો જ છે, શેષ બાવીશ અને મહાવિદેહ સંબંધી તીર્થકરોને તો ચાર મહાવ્રતો છે, તેથી પંચ મહાવ્રતિક, એવી રીતે પ્રતિક્રમણ સહિત-ઉભય સંધ્યાએ આવશ્યક કરવા વડે જે છે તે સપ્રતિક્રમણ. બીજા જિનોના સાધુઓને તો કારણ (દોષ) ઉત્પન્ન થયે છતે જ પ્રતિક્રમણ છે. કહ્યું છે કેसपडिक्कमणो धम्मो, पुरिसमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं, कारणजाए पडिक्कमणं ॥१२॥
[आवश्यक नियुक्ति १२५८ बृहत्क० ६४२५ त्ति] સપ્રતિક્રમણ ધર્મ પ્રથમ અને અંતિમ તિર્થંકરોનો છે. મધ્યમના ૨૨ જિનેવરોને તો કારણ ઉત્પન્ન થયે પ્રતિક્રમણ છે. (૧૨)
અવિદ્યમાન-જિનકલ્પીવિશેષની અપેક્ષાએ (વસ્ત્રો),નહિ હોવાથી જ, અને સ્થવિરકલ્પિક (મુનિ) ની અપેક્ષાએ તો જીર્ણ, મલિન, ખંડિત, શ્વેત અને અલ્પતાદિને લઈને ચેલ-વસ્ત્રો છે જેમાં તે અચેલક ધર્મ-ચારિત્ર. શંકા-વસ્ત્ર રહેતે છતે અચલતા ન હોય. સમાધાન-એમ નથી, કેમ કે લોકમાં વસ્ત્ર હોતે છતે પણ અચલતા પ્રસિદ્ધ છે. જેથી કહ્યું છે કેजह जलमवगाहंतो, बहुचेलो वि सिरवेढियकडिल्लो । भन्नइ नरो अचेलो, तह मुणओ संतचेला वि ॥१३॥
[विशेषावश्यक २६०० त्ति] અર્થ-જેમ કોઈ પુરુષ કટિવસ્ત્રથી મસ્તક વીંટીને જળમાં પેસતો હોય તે ઘણા વસ્ત્રવાળો હોવા છતાં પણ લોકમાં અચેલક કહેવાય છે તેમ મુનિઓ પણ વસ્ત્ર સહિત હોવા છતાં પણ અચેલક કહેવાય છે, કારણ કે મુનિઓ, કચ્છ બાંધતા નથી, ખુલ્લા મસ્તકવાળા હોય છે તથા ઢીંચણથી ઉપરના ભાગમાં ચોલપટ્ટકને ધારણ કરે છે, એ રીતે લોકપ્રસિદ્ધ રીતથી અન્યથા (જૂદી) રીતે વસ્ત્રનો ઉપભોગ કરે છે માટે અચેલક છે. (૧૩) परिसुद्धजुन्नकुच्छियथोवानिययन्नभोगभोगेहिं । मणुओ मुच्छारहिया, संतेहिं अचेलया होंति ।।१४।।
[विशेषावश्यक २५९९ त्ति] અર્થ-શુદ્ધ-એષણીય, જૂના-ઘણા દિવસના, કુત્સિત-અસારભૂત, સ્તોક-અલ્પસંખ્યાયુક્ત, અનિયત-કોઈક વખતે જ અને અન્ય ગૃહસ્થથી જુદી રીતે અથવા બીજાએ વાપરેલ વસ્ત્રોને વાપરવા વડે મૂચ્છ રહિત હોવાથી મુનિઓ, વસ્ત્ર હોતે જીતે પણ અચેલક હોય છે. (૧૪)
રાગાદિન નિમિત્તપણાને લઈને આસક્તિ (મૂચ્છ) ચારિત્રના વિઘાત માટે છે પરંતુ વસ્ત્ર નથી કારણ કે અધ્યાત્મ (આંતરિક વૃત્તિ) ની શુદ્ધિ હોવાથી. શરીર અને આહારની જેમ. શરીરથી યૂકા વગેરેમાં આસક્તિ થતી નથી અથવા રાગ ઉત્પન્ન થતો નથી. કહ્યું છે કેअह कुणसि थुल्लवत्थाइएसु मुच्छं धुवं सरीरे वि । अक्केज्जदुल्लभतरे, काहिसि मुच्छं विसेसेणं ॥१५।।
[विशेषावश्यक २५६४ त्ति] અર્થ-અથવા સ્કૂલ વસ્ત્રાદિને વિષે તું મૂચ્છ કરે છે તો પછી શરીરને વિષે તો અવશ્ય મૂચ્છ કરીશ, કેમ કે શરીર તો 298 -