________________
९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અક્રય અર્થાત્ વસ્ત્રાદિની પેઠે વેચાતું મળી શકે તેમ નથી, વળી પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે, આ હેતુથી તું વિશેષતઃ વસ્ત્ર કરતાં શરીર પર મૂર્છા કરીશ. (૧૫)
અધ્યાત્મની શુદ્ધિના અભાવથી અચેલપણું (વસ્ત્રભાવ) પણ ચારિત્રને માટે નથી. કહ્યું છે કેअपरिग्गहा वि परसंतिएसु मुच्छा-कसायदोसेहिं । अविणिग्गहियप्पाणो, कम्ममलमणंतमज्जति ।।१६।।
[विशेषावश्यक २५६६ त्ति] અર્થ-દારિદ્રયથી પરાભવ પામેલા પુરુષો, પરિગ્રહ રહિત છતાં પણ પરકીય પરિગ્રહ અર્થાત્ પારકા વૈભવમાં મચ્છ અને કષાયાદિ દોષવાળા હોવાથી પોતાના આત્માનો નિગ્રહ (કાબુ) નહિ કરવાવાળા એવા અનંતકર્મરૂપ મલનો સંચય કરે છે. (૧૬) વળી તીર્થકરના ઉદાહરણથી અચલકપણું જ શ્રેય છે, એમ કહેવું નહિ.
જે હેતુથી (ભાષ્યકાર) કહે છે– न परोवएसविसया, न य छउमत्था परोवएस पि । दिति न य सीसवग्गं, दिक्खंति जिणा जहा सव्वे ।।१७।। तह सेसेहि य सव्वं, कज्जं जइ तेहिं सव्वसाहम्मं । एवं च कओ तित्थं? न चेदचेल त्ति को गाहो? ॥१८॥
[વિષાવથ ર૬૮૮-૮૬ 7િ] અર્થ-તીર્થકરો, સ્વયંબુદ્ધ હોવાથી બીજાના ઉપદેશને અનુસાર વર્તતા નથી, વળી છદ્મસ્થપણામાં બીજાને ઉપદેશ આપતા નથી, તથા છદ્મસ્થપણામાં જેમ બધાય તીર્થકરો, શિષ્યવર્ગને દીક્ષા આપતા નથી. (૧૭) તેમ શેષતેમના શિષ્ય પ્રશિષ્યોએ બધું કરવું જોઈએ, એમ જો બધુંય તીર્થંકર પ્રમાણે વર્તન કરવાનું થાય તો તીર્થ ક્યાંથી પ્રવર્તે? કારણ કે છદ્મસ્થ ઉપદેશ કે દીક્ષા ન આપી શકે અને હમણાં કેવલી તો કોઈ છે નહિ તેથી તીર્થનો વિચ્છેદ થાય, આથી બધુંય તીર્થકરની સાથે સાધર્મ નથી એમ જો કહેતા હો તો પછી અચેલપણાનો આગ્રહ શા માટે રાખવો? (૧૮) વળી કહે છે કે-ઉચિત વસ્ત્રના સભાવમાં પણ ચારિત્રધર્મ હોય છે જ કેમ કે (વસ્ત્ર) ચારિત્રનું ઉપકારક હોવાથી શરીર અને આહારાદિની જેમ. કહ્યું છે કે'तणगहणानलसेवानिवारणा धम्मसुक्कझाणट्ठा । दिलु कप्पग्गहणं, गिलाणमरणट्ठया चेव ।।१९।।
[ओघ नि० ७०६ पञ्चा० ८१३ त्ति] અર્થ-જો વસ્ત્ર ન હોય તો ટાઢ વગેરે સહન ન થવાથી તૃણ-ઘાસનું ગ્રહણ કરીને અગ્નિસેવાની ઇચ્છા થાય તેથી આર્તધ્યાન થાય તેના નિવારણ સારુ અને જો વસ્ત્ર હોય તો ટાઢ વગેરે ન લાગવાથી સુખે ધર્મધ્યાન અને શુક્લધ્યાન થાય તે સારુ તથા ગ્લાનરોગીને માટે કલ્પ (વસ્ત્રનું) ગ્રહણ કહેલું છે. (૧૯)
- તથા 'જ્ઞાયરે’ ઉત્ત. જેમાં સાધુઓ શયન કરે છે તે શય્યા, તેના (દાન) વડે ભવસાગરને તરે છે તે શય્યાતર અર્થાત્ વસતિના દાતાર તેનો પિંડ-ભક્તાદિ તે શય્યાતરપિંડ તે અશનાદિ ૪ વસ્ત્રાદિ ૪ અને શૂચિ (સોય) વગેરે ૪ લેવાનો નિષેધ છે. તે લેવામાં આ પ્રમાણે દોષો છે– ___ तित्थंकरपडिकुट्ठो, अन्नायं उग्गमो वि य न सुज्झे । अविमुत्ती अलाघवता, दुल्लहसेज्जा विउच्छेओ ।।२०।।
પિ૦ ૨૭ ૨૮ તિ], અર્થ-તીર્થકરોએ નિષેધેલ છે, અજ્ઞાનપણું, આહારાદિ દોષોની પણ શુદ્ધિ ન થાય, નિર્લોભતા ન રહે અને લાઘવતા ગુણ ન ટકે. વળી શય્યા-જગ્યાનું મળવું દુર્લભ થાય તથા વ્યવચ્છેદ-કોઈ જગ્યા આપે જ નહિ કેમ કે તે એમ વિચારે કે વસતિ આપશું તો આહારાદિ પણ આપવા પડશે એમ અપ્રીતિનું કારણ થાય (૨૦) રાજ્ઞ-ચક્રવર્તિ વાસુદેવાદિનો પિંડ તે રાજપિંડ (નિષેધ છે). હવે બન્ને જિનોની પણ સમાનતાનું નિગમન-ઉપસંહાર કરવા માટે કહે છે–'નસીત' ગાહા જે શીલસમાચાર
1. આ ગાથા કલ્યભાષ્યમાં છે. વિસ્તારાર્થીએ ત્યાં દિગમ્બર મતના વાદનું વર્ણન અવલોકવું. પ્રવચનસારોદ્ધારમાં પણ આ ગાથા ૫૧૭મી છે.
299