________________
९ स्थानकाध्ययने महापभचरितं ६९३ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
હાથીની પર શૂર ૧૨, વૃષભની પરે પ્રતિજ્ઞાનો નિર્વાહ કરનારા ૧૩, સિંહની પર દુર્ઘર્ષ-પરિષહાદિથી પરાભવ નહિ પામનારા ૧૪, નગરાજ મેરુની પરે નિષ્કપ ૧૫, સમુદ્રની પરે અક્ષોભ ૧૬, ચંદ્રમાની પરે શીતલ લેશ્યાવાળા–સૌમ્ય ૧૭, સૂર્યની પરે પ્રકાશવાળા ૧૮, શુદ્ધ કનકની પરે રાગાદિથી રહિત શુદ્ધ સ્વભાવવાળા ૧૯, વસુંધરા–પૃથ્વીને પરે સહન કરવાવાળા ૨૦, અને સારી રીતે પ્રજ્વલિત ક૨ેલ અગ્નિની પરે દીપ્ત તેજવાળા થશે. ।।૨૧।। આ એકવીશ ઉપમાવાળા થશે ।।૨। તે ભગવાનને ક્યાંય પણ પ્રતિબંધ હશે નહિ. તે પ્રતિબંધ ચાર પ્રકારનો કહેલ છે, તે આ પ્રમાણે—અંડજ–આ હંસ વગેરે મારા છે એવો, પોતજ-આ હાથી પ્રમુખ મારા છે અથવા બાલક કે વસ્ત્ર સંબંધી પ્રતિબંધ, અવગ્રહિક–વસતિ, પીઠ, લકાદિના વિષયમાં અને પ્રગ્રહિક-પાત્રાદિ વિષયમાં પ્રતિબંધ થશે નહિ. વળી જે જે દિશાએ વિહાર કરવાને ઇચ્છશે તે તે દિશામાં અપ્રતિબદ્ધપણે શુચિભૂત-ભાવની વિશુદ્ધિથી, લઘુભૂત-ગૌરવરહિત, સૂક્ષ્મ કે અલ્પ પણ ધનાદિ ગ્રન્થ રહિત સંયમ વડે આત્માને ભાવતા થકા વિચરશે. તે ભગવાનને અનુત્તર (શ્રેષ્ઠ) જ્ઞાન વડે, અનુત્તરદર્શન વડે, અનુપ ચારિત્ર વડે, એવી રીતે અનુત્તર વસતિ વડે, એકરાત્રાદિ વિહાર વડે, આર્જવ, માર્દવ, લાધવ–ગૌરવત્યાગ, ક્ષમા, નિર્લોભતા, મન વગેરેની ગુપ્તિ, દ્વિતીય વ્રતરૂપ સત્ય, જીવદયારૂપ સંયમ, અનશનાદિ તપગુણ, શૌચ—તૃતીય વ્રત. સારી રીતે સેવેલ ઉપરોક્ત ફલપ્રધાન મોક્ષમાર્ગ વડે આત્માને ભાવતા થકા અને ધ્યાનાંતરિકામાં વર્તતા-શુક્લધ્યાનના બીજા અને ત્રીજા પાયાના મધ્યમાં વર્તતા તેમને અનંત, અનુત્તર, વ્યાઘાતરહિત, યાવત્ શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થશે ત્યારે તે ભગવાન્ અર્હત્, જિન થશે. કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, દેવ સહિત મનુષ્ય અને અસુરલોકના પર્યાયોને જાણશે, દેખશે. સર્વ લોકને, સર્વ જીવોના આગતિ, ગતિ, સ્થિતિ, ચયનવૈમાનિક જ્યોતિષ્ઠોનું મરણ, ઉપપાત-દેવ નારકોનું જન્મ, તર્ક, મન, માનસિક ચિંતન, ઓદનાદિ ખાધેલું, ઘટ વગેરે બનાવેલું, પ્રાણિવધાદિ કર્મને આચરેલું, પ્રગટકર્મ, ગુપ્તકર્મ, (ઉપરોક્ત ભાવો) તેને છાના રહેશે નહિ. રહસ્યના ભાગી થશે નહિ. તે તે કાલમાં મન, વચન અને કાયાના વ્યાપારમાં વર્જાતા સમસ્ત લોકને વિષે સર્વ જીવોના સર્વ ભાવોને જાણતા અને દેખતા થકા વિચરશે ત્યારે તે ભગવાન્ તે અનુત્તર કેવલવરજ્ઞાન અને દર્શન વડે દેવ સહિત મનુષ્ય અને અસુર લોકને જાણીને શ્રમણ નિગ્રંથો પ્રત્યે પાંચ મહાવ્રતોને ભાવના સહિત–એક એક મહાવ્રતની પાંચ પાંચ ભાવના છે તેને, છ જીવનિકાયની રક્ષા કરવારૂપ ધર્મને બતાવવા થકા વિચરશે. હે આર્યો! જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે પ્રમત્તયોગલક્ષણ એક આરંભ સ્થાન કહેલ છે, એ જ રીતે મહાપદ્મ અર્હત્ પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે એક આરંભ સ્થાનને કહેશે. હે આર્યો-સાધુઓ! જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે બે પ્રકારે બંધન કહેલ છે, તે આ પ્રમાણે—પ્રેમબંધન અને દ્વેષબંધન, એવી રીતે મહાપદ્મ અર્હત્ પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે બે પ્રકારનું બંધન કહેશે, તે આ પ્રમાણે—પ્રેમનું બંધન અને દ્વેષનું બંધન. હે આર્યો! જેવી રીતે મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે ત્રણ દંડો કહેલા છે, તે આ પ્રમાણે—મનદંડ, વચનદંડ અને કાયદંડ. એવી રીતે મહાપદ્મ અર્હત્ પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે ત્રણ ઠંડો કહેશે, તે આ પ્રમાણે—મનદંડ, વચનદંડ અને કાયદંડ. તે જેવી રીતે અભિલાપ વડે મેં ચાર કષાયો કહેલા છે. તે આ પ્રમાણે—ક્રોધ કષાય યાવત્ લોભ કષાય, પાંચ કામગુણો—વિષયો કહેલા છે, તે આ પ્રમાણે-શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. છ જીવનિકાયો કહેલા છે, તે આ પ્રમાણે—પૃથ્વીકાયિકી યાવત્ ત્રસકાયિકી એવી રીતે [મહાપદ્મજિન] યાવત્ ત્રસકાયિકોને કહેશે. તે જેવી રીતે આ અભિલાપ વડે મેં સાત ભયના સ્થાનો કહેલા છે એવી રીતે મહાપદ્મ જિન પણ શ્રમણ નિગ્રંથો પ્રત્યે સાત ભયના સ્થાનોને કહેશે. એવી રીતે આઠ મદના સ્થાનો, નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ (વાડો), દશ પ્રકારનો શ્રમણધર્મ, એમ 1યાવત્ તેત્રીશ આશાતનાઓને જેમ મેં કહેલ છે તેમ મહાપદ્મજિન પણ કહેશે. તે જેવી રીતે હે આર્યો! મેં શ્રમણ નિગ્રંથો પ્રત્યે નગ્નભાવ, મુંડભાવ, અસ્નાનતા, અદંતવણ-દાતણનો નિષેધ, છત્રનો નિષેધ,
, 1. યાવત્ શબ્દથી અગ્યાર શ્રાવકની પ્રતિમા, બાર ભિક્ષુપ્રતિમા વગેરે પ્રતિક્રમણ સૂત્રમાં પ્રસિદ્ધ પાઠ પ્રમાણે સમજવું.
289