________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ अन्नाणे ८ मिच्छापावतणे ति त ९ ।। सू० ६७८ ।।
(મૂળ) વિકારના હેતુભૂત 'નવ વિગઇઓ કહેલી છે, તે આ પ્રમાણે—દૂધ ૧, દહિં ૨, માખણ ૩, ધૃત ૪, તેલ ૫, ગોળ ૬,
મધ ૭, મદિરા ૮ અને માંસ ૯. ૬૭૪॥
९ स्थानकाध्ययने विकृतयश्छिद्राणि पुण्यं पापं पापश्रुतं ६७४ - ६७८ सूत्राणि
નવ પ્રકારના છિદ્રોથી સ્રવતું (ઝરતું) ઔદારિક શરીર કહેલું છે તે, આ પ્રમાણે—બે કાન, બે નેત્ર, બે ઘ્રાણ–નસકોરા, મુખ, મુત્રસ્થાન અને અપાન-ગુદા (ઝાડાનું) સ્થાન. ॥૬૭૫ના
નવ પ્રકારનું પુણ્ય કહેલું છે, તે આ પ્રમાણે—સુપાત્રને આપેલ અન્નદાનથી જે પુણ્ય થાય તે અન્ન પુણ્ય ૧, એમ પાણીનું પુણ્ય ૨, વસ્ત્રનું પુણ્ય ૩, લયન–ઘરનું પુણ્ય ૪, શયન–સંથારો વગેરે આપવાથી થતું પુણ્ય ૫, મનથી થતું. પુણ્ય ૬, વાણી વડે સ્તુતિ વગેરેથી થતું પુણ્ય ૭, કાયા વડે સેવા કરવાથી થતું પુણ્ય ૮ અને સુપાત્રને નમસ્કાર કરવાથી થતું પુણ્ય ૯. II૬૭૬॥
નવ પ્રકારના પાપના આયતનો—બંધના હેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે—પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ પરિગ્રહ, ક્રોધ, માન, માયા અને લોભ. ।।૬૭૭।।
નવ પ્રકારે ઉત્પન્ન કરનાર એવા પાપ શ્રુત-શાસ્ત્રમાં પ્રસંગ-પ્રવર્ત્તન કહેલ છે, તે આ પ્રમાણે—રુધિરવૃષ્ટિ વગેરેના શુભાશુભ લનું પ્રતિપાદન કરનારું ઉત્પાત શાસ્ત્ર ૧, ભૂતકાલાદિના જ્ઞાનને બતાવનારું નિમિત્તશાસ્ત્ર ૨, ગારુડાદિ મંત્રશાસ્ત્ર ૩, આખ્યાક–માતંગવિદ્યા, જેના ઉપદેશથી અતીતાદિ કહે છે તે શાસ્ત્ર ૪, ચૈકિત્સિક-વૈદ્યકશાસ્ત્ર ૫, લેખ વગેરે બોંતેર કલાને બતાવનારું શાસ્ત્ર ૬, આવરણ-વાસ્તુવિદ્યા ૭, અજ્ઞાન–ભારત, કાવ્ય, નાટક વગેરે લૌકિક શાસ્ત્ર ૮ અને બૌદ્ધાદિ કુતીર્થિકોનું મિથ્યા પ્રવચન-શાસ્ત્ર ૯. II૬૭૮॥
(ટી૦) 'નવ વિશ' ઇત્યાદિ ઉક્તાર્થ છે, તથાપિ કિંચિત્ કહેવાય છે. 'વિઓ' ત્તિ વિકારને કરવાવાળી હોવાથી વિકૃતિઓ કહેવાય છે. પાન તો ક્યારેક અવિકૃતિ પણ હોય છે તેથી આ નવ કહેલ છે, નહિતર તો દશ વિગયો પણ હોય છે, તે બતાવે છે.
I
एक्केण चैव तवओ, पूरिज्जइ पूयएण जोताओ । बीतिओ वि स पुण कप्पर, निव्विगइअ लेवडो नवरं ||३|| [પદ્મવસ્તુ॰ રૂ૭૭ fi] અર્થ-પેલી વખત અપૂપ (પૂડલા) વડે જે તવાને પૂરાય છે ત્યારબાદ બીજો પૂડલો તે જ તવામાં પૂરાય છે તે વળી વિગયના ત્યાગીને કલ્પે છે તે લેપકૃત કહેવાય છે પણ વિગયમાં ગણાય નહિ. (૩)
તેમાં ક્ષીર પાંચ પ્રકારે–બકરી, ઘેટી (ગાડર), ગાય, ભેંસ અને ઉંટડીના ભેદથી. દહિં, માખણ અને ધૃત ચાર પ્રકારે જ છે કેમ કે ઉંટડીના તે થતા નથી. તેલ ચાર પ્રકારે–તિલ, અલસી, કુસુંભ (કરડી) અને સરસવના ભેદથી. ગુડ બે પ્રકારે–દ્રવ્ય (પાતલા) અને પિંડ (કઠણ) ના ભેદથી. મધ ત્રણ પ્રકારે–માક્ષિક–માખીનું, કૉંતિક-ચૌરિંદ્રિય જીવની જાતિવિશેષનું, અને ભમરીનું મદ્ય (દારુ) બે પ્રકારે-કાષ્ઠ (તાડ, ખજૂર વગેરેનું) અને પિષ્ટ–લોટ વગેરેના ભેદથી છે. માંસ ત્રણ પ્રકારે–જલચર, સ્થલચર અને ખેચરના ભેદથી છે ।।૬૭૪।।
વિકૃતિઓ તો શરીરના વૃદ્ધિના હેતુભૂત છે માટે શરીરના જ સ્વરૂપને કહે છે—'નવે' ત્યાદ્િ॰ નવ સ્રોત અર્થાત્ છદ્રોદ્વારા પરિશ્રવે છે–મલ નીકળે છે તેથી નવશ્રોતપરિશ્રવાબોંદિ,—એવા પ્રકારનું ઔદારિક શરી૨. દ્વે શ્રોત્રે-બે કાન, બે નેત્ર, બે નાસિકા (નસકોરા), મુખ-આસ્ય, 'પોસ' ત્તિ॰ ઉપસ્થા-મૂત્રસ્થાન. પાયુંઃ—અપાન (ગુદાદ્વાર). II૬૭૫॥
એવા પ્રકારના શરીર વડે પણ પુણ્યનું ઉપાર્જન કરાય છે માટે પુણ્યના ભેદોને કહે છે—'પુત્ર' ત્યાદ્રિ સુપાત્રને માટે 1. દૂધ વગેરે પાંચ વિગયો ભક્ષ્ય છે અને માખણ, મધ, મદિરા, માંસ એ વિગયો અભક્ષ્ય છે, એ સર્વે વિકારના હેતુભૂત છે. 272