________________
८ स्थानकाध्ययने यतनीयस्थानकल्पवादिनः ६४९-६५१ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ કરતા થકા સૂત્રકાર 'મવિદે ત્યાદ્રિ ત્રણ સૂત્રને કહે છે. આ સુગમ છે. વિશેષ એ કે-પ્રથમ સમય નૈરયિકો-નરકાયુના પ્રથમ સમયના ઉદયમાં અને ઇતર–અપ્રથમ સમય નૈરયિકો તો દ્વિતીય સમયાદિના ઉદયમાં હોય છે. એવી રીતે બધાયમાં જાણવું ૧. ll૬૪૬/.
અનંતર જ્ઞાનીઓ કહ્યા, તે સંયમી પણ થાય છે. આ સંબંધથી સંયમસુત્ર, તેમાં 'સંનને' ત્તિ ચારિત્ર તે અહિં પ્રથમ બે પ્રકારે-સરાગ અને વીતરાગના ભેદથી. તેમાં સરાગ બે પ્રકારે સૂક્ષ્મ અને બાદર કષાયના ભેદથી, વળી તે બન્ને પ્રથમ અને અપ્રથમ સમયના ભેદથી બે પ્રકારે એમ ચાર પ્રકારે સરાગ સંયમ છે તેમાં પ્રથમ સમય (સંયમની) પ્રાપ્તિમાં છે જેનો તે પ્રથમ સમય સંયમ સૂક્ષ્મ-કિટ્ટીકૃત અર્થાત્ સૂક્ષ્મ અંડરૂપે કરેલ સંપરાય-કષાય સંજ્વલન લોભલક્ષણ વેદાય છે જે સંયમમાં તે સૂક્ષ્મસંપરાય. અભિવૃંગ-પ્રીતિલક્ષણ રાગ સહિત જે સંયમ તે સરાગ સંયમ અથવા રાગ સહિત સાધુનો જે સંયમ તે સરાગ સંયમ, પાછળથી કર્મધારય છે અર્થાત્ પ્રથમ સૂક્ષ્મસંપરાય સરાગ સંયમ આ એક ૧, બીજો પણ એ જ અપ્રથમ સમય વડે વિશેષિત અર્થાતુ અપ્રથમ સમય સુક્ષ્મસંપરાય સરાગ-સંયમ ૨. આ બે પ્રકારનો પણ બન્ને શ્રેણીની અપેક્ષાએ વળી બે પ્રકારે લાભે (હોઈ શકે) તો પણ વિવક્ષા કરી નથી માટે ચાર પ્રકારે કહ્યો નથી. તથા બાદર અકિટ્ટીકૃત અર્થાત્ સૂક્ષ્મખંડરૂપે નહિ કરેલા સંપરાયો-સંજ્વલન ક્રોધાદિ કષાયો છે જે સંયમમાં તે બાદર સંપરાય સરાગ સંયમવીતરાગ સંયમ તો બન્ને શ્રેણીના આશ્રયથી–આરોહણથી બે પ્રકારે છે. વળી પ્રથમ સમય અને અપ્રથમ સમય ભેદથી એકેક બે પ્રકારે છે, એમ ચાર પ્રકારે છે. એકંદર મળીને આઠ પ્રકારે છે. ૬૪૭ll,
સંયમીઓ પૃથ્વીમાં હોય છે માટે પૃથ્વી સંબંધી ત્રણ સૂત્ર છે, તે સુગમ છે. વિશેષ એ કે-અષ્ટયોજનિક-આઠયોજનપ્રમાણ ક્ષેત્ર-લંબાઈ અને પહોળાઈથી છે એમ જણાય છે. ઇષપ્રામ્ભારાનું ઇષત્ એવું પણ નામ છે, કેમ કે તેણીનું રત્નપ્રભાદિ પૃથ્વીની અપેક્ષાએ લઘુપણું હોવાથી એક ૧, એમ પ્રામ્ભાર-પૃથ્વીના હસ્વપણાથી ઇષપ્રામ્ભારા ૨, આ કારણથીજ તનુપાતળી ૩, અતિ તનુ હોવાથી તનુતનુજ તેણીમાં (જીવો) સિદ્ધ થાય છે માટે સિદ્ધિ ૫, સિદ્ધોના આશ્રયભૂત હોવાથી સિદ્ધાલય ૬, તેણીમાં સમસ્ત કર્મોથી (જીવ) મુકાય છે માટે મુક્તિ ૭, મુક્ત જીવોના આશ્રયપણાથી મુક્તાલય છે ૮. I૬૪૮||
સિદ્ધિ તો શુભ અનુષ્ઠાનમાં અપ્રમાદીપણાએ થાય છે, માટે શુભ અનુષ્ઠાનોને અપ્રમાદીપણાના વિષયથી કહે છે– अट्ठहिं ठाणेहिं समं घडितव्वं जतितव्वं परक्कमितव्वं, अस्सि च णं अढे णो पमातेतव्वं भवति-असुताणं धम्माणं सम्मं सुणणताते अब्भुटेतव्वं भवति १, सुताणं धम्माणं ओगिण्हणताते उवधारणयाते अब्भुद्वैतव्वं भवति २, णवाणं कम्माणं संजमेणमकरणताते अब्भुट्टेयव्वं भवति ३, पोराणाणं कम्माणं तवसा विगिचणताते विसोहणताते अब्भुटुंतव्वं भवति ४, असंगिहीतपरितणस्स संगिण्हणताते अब्भुट्टेयव्वं भवति ५ सेहं आयारगोयरगहणताते अब्भुट्टेयव्वं भवति ६, गिलाणस्स अगिलाते वेयावच्चं करणताए अब्भुट्टेयव्वं भवति ७, साधम्मिताणमधिकरणंसि उप्पण्णंसि तत्थ अनिस्सितोवस्सिते अपक्खग्गाही मज्झत्थभावभूते कहं णु साहम्मिता अप्पसद्दा अप्पझंझा अप्पतुमुतुमा उवसामणताते अब्भुट्ठयव्वं भवति ८ ।। सू० ६४९।। महासुक्क-सहस्सारेसु णं कप्पेसु विमाणा अट्ठ जोयणसताई उड्डउच्चत्तेणं पन्नत्ता ।। सू० ६५०।। अरहतो णं अरिट्टनेमिस्स अट्ठ सया वादीणं सदेवमणुयासुराते परिसाते वादे अपरिजिताणं उक्कोसिता वादिसंपता होत्था ।। सू० ६५१।। (મૂળ) આઠ સ્થાનને વિષે સમ્યકારે પ્રવર્તવું-અપ્રાપ્ત વસ્તુના વિષયમાં ઉદ્યમ કરવો, પ્રાપ્ત વિષયમાં યત્ન (રક્ષણ) કરવો,
પરાક્રમ-શક્તિના અભાવમાં પણ તેના પાલનમાં ઉત્સાહ કરવો, આ કહેવામાં આવનારા અર્થમાં પ્રમાદ કરવો નહિ. નહિ સાંભળેલ શ્રતધર્મોને સારી રીતે સાંભળવા માટે ઉદ્યમ કરવા યોગ્ય છે ૧, સાંભળેલ ધર્મોને અવધારણ-નિશ્ચિત
255