________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने प्रतिमा सर्वजीवसंयमपृथ्व्यः ६४५ - ६४८ सूत्राणि अट्ठविधे संजमे पन्नत्ते, तंजहा - पढमसमयसुहुमसंपरागसरागसंजमे, अपढमसमयसुहुमसंपरागसरागसंजमे, पढमसमयबादरसंपरागसरागसंजमे, अपढमसमयबादरसंपरागसरागसंजमे, पढमसमयउवसंतकसायवीतरागसंजमे, अपढमसमयउवसंतकसायवीतरागसंजमे, पढमसमयखीणकसायवीतरागसंजमे अपढमसमयखीणकसायवीतरागसंजमे ॥ सू० ६४७॥
अट्ठ पुढवीओ पन्नत्ताओ, तंजहा -रतणप्पभा जाव अहे सत्तमा, ईसिपब्भारा १ । ईसिपब्भाराते णं पुढवीते बहुमज्झदेस भागे अट्टजोयणिए खेत्ते अट्ठ जोयणाई बाहल्लेणं पण्णत्ते २ । ईसिपब्भाराते णं पुढवीते अट्ठनाम धेज्जा પન્નત્તા, તંનહા-કૃપ્તિ તિ વા, કૃત્તિપારા તિ વા, તનૂતિ વા, તબુતળૂર્વા, સિદ્ધીતિ વા, સિદ્ધાલતે તિ વા, મુત્તી તિ વા, મુત્તાતતે તિ વા રૂ II૬૪૮||
(મૂળ) આઠ આઠમી આ ભિક્ષુપ્રતિમા, ચોસઠ રાત્રિદિવસ વડે તથા બસ ને અઠ્યાશી ભિક્ષા (દત્તિ) વડે જેમ શ્રુતમાં કહેલ
છે, તેવી રીતે યાવત્ સારી રીતે પાલન કરેલી હોય છે. II૬૪૫
આઠ પ્રકારના સંસારમાં રહેલા જીવો કહેલા છે, તે આ પ્રમાણે—પ્રથમ સમયના ઉપજેલા નૈરયિકો, અપ્રથમ સમયના ઉપજેલા નૈરિયકો, એવી રીતે યાવત્ અપ્રથમ સમયના ઉપજેલા દેવો ૧, આઠ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—નૈરયિકો, તિર્યંચયોનિકો, તિર્યંચણીઓ, મનુષ્યો, મનુષ્યણીઓ, દેવો, દેવીઓ અને સિદ્ધો ૨, અથવા આઠ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—આભિનિબોધિક (મતિ) જ્ઞાની, યાવત્ કેવલજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિભંગજ્ઞાની ૩. II૬૪૬॥
આઠ પ્રકારે સંયમ કહેલ છે, તે આ પ્રમાણે—પ્રથમ સમય સૂક્ષ્મસં૫રાય સરાગસંયમ. ૧, અપ્રથમ સમય સૂક્ષ્મસંપરાય સરાગસંયમ ૨, પ્રથમ સમય બાદર સંપરાય સરાગસંયમ ૩, અપ્રથમ સમય બાદર સંપરાય સરાગસંયમ ૪, પ્રથમ સમય ઉપશાંતકષાય વીતરાગ સંયમ ૫, અપ્રથમ સમય ઉપશાંતકષાય વીતરાગ સંયમ ૬, પ્રથમ સમય ક્ષીણકષાય વીતરાગ સંયમ ૭, અપ્રથમ સમય ક્ષીણકષાય વીતરાગ સંયમ ૮. II૬૪૭॥
આઠ પૃથ્વીઓ કહેલી છે, તે આ પ્રમાણે—રત્નપ્રભા, યાવત્ અધઃસપ્તમી તમઃતમાઃ અને ઇષાભારા ૧, ઇષત્પ્રાગ્બારા પૃથ્વી, બહુ દેશમધ્યભાગમાં અષ્ટયોજનિક ક્ષેત્રને વિષે આઠ યોજનની બાહલ્ય–જાડાઈ વડે કહેલી છે ૨, ઇષાભારા પૃથ્વીના આઠ નામો કહેલા છે, તે આ પ્રમાણે—ઇષત્ ૧, ઇષત્પ્રાક્ભારા ૨, તનુ ૩, તનુતનુ ૪, સિદ્ધિ ૫, સિદ્ધાલય ૬, મુક્તિ ૭ મુક્તાલય ૮. ૩ II૬૪૮
(ટી૦) 'અટ્ટદમિ' ત્યાવિ॰ આઠ અષ્ટમ દિવસો છે જેણીમાં તે અષ્ટઅષ્ટમિકા. જે પ્રતિમા આઠ અષ્ટકરૂપ દિવસો વડે પૂરી થાય છે, તેણીમાં આઠ અષ્ટમ દિવસો હોય જ તેમાં આઠ અષ્ટકો (આઠું આઠું) ચોસઠ (દિન) થાય જ તથા પ્રથમ અષ્ટકમાં એક દત્તિ ભોજનની અને એક દત્તિ પાણીની, એવી રીતે બીજા અષ્ટકમાં બે દત્તિ, એમજ આઠમા અષ્ટકમાં આઠ દિત્ત ભોજનની અને આઠ દત્તિ પાણીની હોય છે, તેથી બધીય મળીને 'બસો ને અઠ્યાસી ભિક્ષાની સંખ્યા થાય છે. '2અહામુત્તા' 'મહાપ્પા, અહામળા, મહાતત્ત્વા સમ્મે જાળ છાસિયા પાલિયા સોહિયા તીરિયા િિટ્ટયા આરાહિયા' યાવત્ શબ્દથી આ જાણવું. 'અનુપાતિય' ત્તિ॰ આત્મા અને સંયમને અનુકૂળપણાએ પાળેલી હોય છે. II૬૪૫॥
બધાય સંસારી જીવોને તપ હોતું નથી. આ સંબંધી સંસારી જીવો, અને જીવોના અધિકારથી સર્વ જીવોનું પ્રતિપાદન 1. પેલા અષ્ટકમાં આઠ, બીજામાં ૧૬, ત્રીજામાં ૨૪, ચોથામાં ૩૨, પાંચમામાં ૪૦, છઠ્ઠામાં ૪૮, સાતમામાં ૫૬ અને આઠમા અષ્ટકમાં ૬૪ એવી રીતે એકંદર ૨૮૮ દત્ત ભોજનની અને એટલી જ પાણીની થાય છે.
2. અહાસુત્તાદિ પાઠનો અર્થ સાતમા અધ્યયનમાં આવી ગયેલ છે.
254