________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
८ स्थानकाध्ययने यतनीयस्थानकल्पवादिनः ६४९ - ६५१ सूत्राणि
કરવા માટે અને વીસરાય નહિ તેવા દૃઢ કરવા માટે ઉદ્યમ કરવા યોગ્ય છે ૨, નવીન પાપકર્મોને નહિ કરવા માટે સંયમ વડે ઉદ્યમ કરવા યોગ્ય છે ૩, પૂર્વસંચિત કર્મોને ખપાવવા માટે અને વિશોધન કરવા માટે તપ વડે ઉદ્યમ કરવા યોગ્ય છે ૪, અસંગૃહિત-આશ્રય નહિ કરેલ શિષ્યાદિ પરિવારનો સંગ્રહ કરવા માટે ઉદ્યમ કરવા યોગ્ય છે ૫. શૈક્ષનવદીક્ષિત શિષ્યને સાધુની સામાચારીનો વિષય શીખવવા માટે ઉદ્યમ કરવા યોગ્ય છે. ૬, ગ્લાન-રોગાદિ વડે પીડિત મુનિઓનું ખેદ રહિતપણે વૈયાવૃત્ત્વ કરવા માટે ઉદ્યમ કરવા યોગ્ય છે ૭, સમાન ધર્મવાળા મુનિઓમાં વિરોધ ઉત્પન્ન થયે છતે તેમાં રાગ દ્વેષ રહિત, શાસ્ત્ર વિરુદ્ધ પક્ષને નહિ ગ્રહણ કરનાર, મધ્યસ્થભાવને પામેલ, એવો તથા કેવી રીતે સાધર્મિકો મોટા શબ્દથી બોલવાવાળા ન થાય, તેવા પ્રકારના અધર્મી, નાસ્તિક, દુર્વ્યવ્ય ઇત્યાદિ દુષ્ટ શબ્દો બોલવાવાળા ન થાય, અને ક્રોધથી કરેલ મનોવિકારવાળા ન થાય એમ વિચારીને વિરોધને ઉપશમાવવા માટે ઉદ્યમ કરવા યોગ્ય છે. ૮ ૫૬૪૯॥
મહાશુક્ર અને સહસ્રારનામા દેવલોકને વિષે વિમાનો આઠસો યોજનના ઊર્ધ્વ ઊંચપણે કહેલા છે. ૬૫૦
અર્હત્ અરિષ્ટનેમિને દેવ સહિત મનુષ્ય અને અસુરની પર્ષદાને વિષે કોઈથી પણ વાદમાં નહિ જીતાયેલ એવી ઉત્કૃષ્ટી આઠસે વાદી મુનિઓની સંપદા હતી. ૬૫૧॥
(ટી૦) 'અદલ્હી' ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે-આઠ સ્થાન–વસ્તુઓને વિષે સમ્યક્ ટિતવ્ય—નહિ પ્રાપ્ત થયેલને વિષે યોગ–સંબંધ કરવો, યતિતવ્ય—પ્રાપ્ત થયેલને વિષે તેનો વિયોગ ન થાય તે સારુ યત્ન કરવો. પરામિતવ્યું—શક્તિનો ક્ષય થયે છતે પણ તેના પાલનમાં પરાક્રમઅત્યંત ઉત્સાહ કરવો. વધારે શું? એ પ્રમાણે અષ્ટસ્થાનક લક્ષણવાળા કહેવાતા આ અર્થમાં પ્રમાદ નહિ કરવો જોઈએ. નહિ સાંભળેલ શ્રુતભેદરૂપ ધર્મોને સમ્યક્ સાંભળવામાં અથવા સાંભળવા અર્થે ઉજમાલ થવું–સન્મુખ જવું હોય છે. ૧ એવી રીતે સાંભળેલ-શ્રોતેંદ્રિયના વિષયમાં કરેલ ધર્મોને અવગ્રહણતા–મનોવિષયી (ચિંતન) કરવા માટે ઉપધારણતા—અવિચ્યુતિ-સ્થિર, સ્મૃતિ અને વાસના (સંસ્કાર) વિષયી કરવા માટે તત્પર થવું. ૨ ''વિષ્ઠિ પાયા' વિવેચના અર્થાત્ નિર્જરા માટે, આથી જ આત્માની વિશુદ્ધિ-વિશોધના અકલંકતા કરવા માટે તત્પર થવું. ૪ અસંગૃહિતઆશ્રય નહિ કરેલ પરિજન–શિષ્યવર્ગનો સંગ્રહ કરવા માટે ૫, 'સેહ્ન' તિ॰ વિભક્તિના પરિણામથી શૈક્ષ–નવદીક્ષિતને 'આયારોવર' તિ॰ સાધુની સામાચારીનો વિષય છ વ્રત વગેરે તે આચારગોચર અથવા આચાર-જ્ઞાનાદિ વિષય પાંચ પ્રકારનો અને ગોચર–ભિક્ષાચર્યામાં તે આચારગોચર અહિં વિભક્તિના પરિણામથી (ફારફેરથી) આચારગોચરની ગ્રહણતામાં– શીખવવામાં અર્થાત્ શૈક્ષને આચારગોચર શીખવવા માટે ૬, 'પિતા' ત્તિ ગ્લાનિ સિવાય–ખેદ રહિતપણે વૈયાવૃત્ત્વમાં તત્પર થવું ૭, 'ધિારાં સિ' ત્તિ॰ વિરોધમાં, ત્યાં સાધર્મિકોને વિષે નિશ્ચિત-રાગ, ઉપાશ્રિત-દ્વેષ, અથવા નિશ્રિત તે આહારાદિની લાલસા અને ઉપાશ્રિત તે શિષ્ય તથા કુલાદિની અપેક્ષા. આ બન્નેથી રહિત જે તે અનિશ્રિતોપાશ્રિત, શાસ્ત્રને બાધિત પક્ષને જે ગ્રહણ ન કરે તે અપક્ષગ્રાહી, આથી જ મધ્યસ્થભાવને ભૂત-પ્રાપ્ત થયેલ જે તે મધ્યસ્થભાવભૂત, ‘તે હોય’ આ અધ્યાહાર છે. તેવા પ્રકારના તેના વડે શું? (તે ચિંતવે કે) કયા પ્રકારે સાધર્મિકો–સાધુઓ, અલ્પ શબ્દવાળા-રાણી (રાડ) રૂપ મહાશબ્દથી રહિત થાય અર્થાત્ મોટે સાદે ન બોલે, અલ્પઝંઝા–તેવા પ્રકારના કલહકારી વચનથી રહિત થાય, અલ્પ તુતંતુમાક્રોધથી કરેલ મનના વિકારવિશેષથી રહિત થાય એમ વિચારતો થકો ક્રોધને શાંત કરવા માટે તત્પર થવા યોગ્ય છે ૮.
||૬૪૯થી
અપ્રમાદીઓને દેવલોક પણ પ્રાપ્ત થાય છે, માટે દેવલોકપ્રતિબદ્ધ અષ્ટકને કહે છે—'મહાસુજ્ઞે' ત્યાદ્રિ॰ સુગમ
છે.
||૬૫૦ની
અનંતરોક્ત વિમાનવાસી દેવો વડે પણ વસ્તુના વિચા૨માં કેટલાએક વાદીઓ જીતાય નહિ માટે તેના અષ્ટકને કહે છે'અરહો' ઇત્યાદિ સુગમ છે. II૬૫૧॥
1. સુગમ હોવાથી ત્રીજા સ્થાનની ટીકાકારે વ્યાખ્યા કરી નથી.
256