________________
८ स्थानकाध्ययने जम्बूगुहावक्षारनगरी अर्हदादिदीर्घवैताढ्यचूलिकादिग्हस्तिकूटकल्पादि ६३५ ६४४ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
૩, જંબુદ્રીપ નામના દ્વીપમાં મેરુપર્વતની ઉત્તર દિશાએ રુક્મિ નામા વર્ષધર પર્વત ઉપર આઠ કૂટો કહેલા છે, તે આ પ્રમાણે—સિદ્ધ, રુક્મિ, રમ્યક, નરકાંત, બુદ્ધિ, રુપ્પકૂટ, કૈરણ્યવત અને મણિકંચન આ રુક્મિ પર્વત ઉપર કૂટો છે. ॥૧॥ ૪, જંબુદ્વીપના મેરુપર્વતથી પૂર્વ દિશાએ રુચકવર પર્વત પર આઠ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે—રિષ્ટ, તપનીય, કાંચન, રજત, દિશાસ્વસ્તિક, પ્રલંબ, અંજન અને અંજનપુલક. આ રુચક પર્વતની પૂર્વ દિશામાં શિખરો છે. //૧/॥ ૧, ત્યાં આઠ દિશાકુમારીઓમાં મહત્તરિકા-શ્રેષ્ઠ, મહર્દિક યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ વસે છે, તે આ પ્રમાણે—નંદોત્તરા, નંદા, આનંદા, નંદિવર્ધ્વના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા ॥૧॥ ૨, જંબુદ્રીપના મેરુપર્વતથી દક્ષિણ દિશાએ રુચકવર પર્વત પર આઠ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે—કનક, કાંચન, પદ્મ, નલિન, શશિ, દિવાકર, વૈશ્રમણ અને વૈડૂર્ય. આ રુચક પર્વતની દક્ષિણ દિશામાં શિખરો છે. II૧॥ ૩, ત્યાં આઠ, દિશાકુમારીઓમાં મહત્તરિકા-(મુખ્ય) મહર્ષિક, યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ વસે છે. તે આ પ્રમાણે– સમાહારા, સુપ્રતિજ્ઞા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા. ॥૧॥ ૪, જંબુદ્રીપના મેરુથી પશ્ચિમ દિશાએ રુચક પર્વત પર આઠ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે—સ્વસ્તિક, અમોઘ, હિમવાનુ, મંદર તથા રુચક, રુચકોત્તમ, ચંદ્ર અને આઠમો સુદર્શનનામા શિખર છે. ।।૧।। ૫, ત્યાં આઠ, દિશાકુમારીઓમાં મહત્તરિકા, મહર્ષિક, યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ વસે છે, તે આ પ્રમાણે—ઇલાદેવી, સૂરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, સીતા અને આઠમી ભદ્રાદેવી છે. ।।૧।। ૬, જંબૂદ્વીપના મેરુથી ઉત્તર દિશાએ રુચકવર પર્વત ઉપર આઠ ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે—રત્ન, રત્નોચ્ચય, સર્વરત્ન, રત્નસંચય, વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. ॥૧॥ ૭, ત્યાં આઠ દિશાકુમારીઓમાં મહત્તરિકા, મહર્ષિક, યાવત્ એક પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ વસે છે, તે આ પ્રમાણે—અલંબુસા, મિત્રકેશી, પૌણ્ડી, (ગીત) વારુણી, આશા, સર્વગા, શ્રી અને ી, આ ઉત્તર દિશામાં રુચક પર્વત પર વસનારી દેવી છે. ॥૧॥ ૮ આઠ, અધોલોકમાં વસનારી, દિશાકુમારીઓમાં મહત્તરિકા દેવીઓ કહેલી છે, તે આ પ્રમાણે—ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા વારિખેણા અને બલાહકા. ૧॥ ૧ આઠ, ઊર્ધ્વ લોકમાં વસનારી દિશાકુમારીઓમાં મહત્તરિકા-શ્રેષ્ઠ દેવીઓ કહેલી છે, તે આ પ્રમાણે— મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા. ॥૧॥ ૨ ॥૬૪૩॥ આઠ દેવલોકો, તિર્યંચમિશ્રોપપત્રકો-તિર્યંચ અને મનુષ્ય બન્નેની ત્યાં ઉત્પત્તિ થવાથી મિશ્ર ઉત્પત્તિવાળા કહેલ છે, તે આ પ્રમાણે—સૌધર્મ્સ, યાવત્ સહસ્રાર ૩. આ આઠ દેવલોકને વિષે આઠ ઇંદ્રો કહેલા છે, તે આ પ્રમાણે—શક્ર યાવત્ સહસ્રાર નામા ઈંદ્ર, ૪. આ આઠ ઇંદ્રોના આઠ પરિયાનિક-અભિયોગિક (નોકર) દેવોએ પ્રયાણ માટે બનાવેલા વિમાનો કહેલા છે, તે આ પ્રમાણે—પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદાવર્ત્ત, કાલક્રમ, પ્રીતિમન અને વિમળ ૫. ૬૪૪॥
(ટી૦) 'નવૂ ા' મિત્યાર્િ॰ જંબૂ-વૃક્ષવિશેષ. તેના જેવા આકારવાળી–સર્વરત્નમયી જે તે જંબૂ, જેના વડે આ જંબૂટ્ટીપ કહેવાય છે, સુદર્શના એવું તેણીનું નામ છે તે સુદર્શના. ઉત્તરકુરુ ક્ષેત્રના પૂર્વાર્ધમાં શીતા નામની મહાનદીની પૂર્વ દિશાએ જાંબૂનદ (સુવર્ણ) મય પાંચર્સે યોજન, આયામ અને વિધ્વંભવાળો, મધ્યભાગમાં બાર યોજનના પિંડવાળો અને ક્રમશઃ પરિહાનિથી બે ગાઉ પર્યંત ઊંચાઈવાળો, તથા બે ગાઉની ઊંચી અને પાંચસેં ધનુષ્યની પહોળી પદ્મવર વેદિકાથી વીંટાયેલો, વળી બે ગાઉના ઊંચા છત્ર સહિત તોરણ યુક્ત ચાર દ્વારવાળો પીઠ છે, તેના મધ્યભાગમાં રહેલી, ચાર યોજનની ઊંચી, આઠ યોજનની લાંબી પહોળી, મણિપીઠિકામાં રહેલી અને બાર વેદિકા વડે રક્ષણ કરાયલી (એવી સુદર્શના) છે. 'અદ નોયારૂ' મિત્યા॰િ આઠ યોજન ઊર્ધ્વ ઊંચપણે, બહુ મધ્ય દેશ ભાગે–શાખાના વિસ્તારવાળા દેશને વિષે આઠ યોજન વિધ્યુંભ વડે છે અને સાતિરેક–અતિરેકયુક્ત અર્થાત્ બે ગાઉની ઊંડાઈ વડે અધિક–સર્વાગ્ર–સર્વપરિમાણ વડે છે. તેણીની પૂર્વાદિ દિશાઓમાં ચાર શાખાઓ છે. તેમાં પૂર્વની શાખાને વિષે—
भवणं कोसपमाणं, सयणिज्जं तत्थऽ णाढियसुरस्स । तिसु पासाया सालेषु तेसु सीहासणा रम्मा ॥४०॥
249