________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने जम्बूगुहाव क्षारनगरी अर्हदादिदीर्घवैताढ्यचूलिकादिग्हस्तिकूटकल्पादि ६३५ ६४४ सूत्राणि
મહાનદીના ઉત્તરના આઠ રાજધાનીઓ કહેલી છે, તે આ પ્રમાણે—ક્ષેમા, ક્ષેમપુરી, યાવ [અરિષ્ટા, રિષ્ટવતી, ખડ્ગી, મંજૂષા, ઔષધી] પુંડરીકિણી ૭, જંબૂદ્વીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ શીતા નામની મહાનદીના દક્ષિણમાં આઠ રાજધાનીઓ કહેલી છે, તે આ પ્રમાણે—સુસીમા, કુંડલા, યાવ-અપરાજિતા, પ્રભંકરા, અંકાવતી, પક્ષ્મવતી, શુભા] રત્નસંચયા ૮, જંબુદ્રીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીતોદા નામની મહાનદીના દક્ષિણમાં આઠ રાજધાનીઓ કહેલી છે, તે આ પ્રમાણે—અશ્વપુરી યાવત્–[સિંહપુરી, મહા, વિજયા, અપરાજિતા, અપરા, અશોકા,] વીતશોકા ૯, જંબુદ્વીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીતોદા નામની મહાનદીના ઉત્તરમાં આઠ રાજધાનીઓ કહેલી છે, તે આ પ્રમાણે—વિજયા, વૈજયંતી યાવત્ [જયંતી, અપરાજિતા, ચક્રપુરી, ખગપુરી, અવંધ્યા] અયોધ્યા ૧૦. II૬૩૭॥ . જંબુદ્રીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ શીતા નામની મહાનદીના ઉત્તરમાં ઉત્કૃષ્ટ પદે આઠ અરહંતો, આઠ ચક્રવર્તીઓ, આઠ બલદેવો અને આઠ વાસુદેવો, ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે તથા ઉત્પન્ન થશે ૧૧, જંબુદ્વીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ સીતા નદીના દક્ષિણમાં ઉત્કૃષ્ટ પદે તેમજ આઠ અરિહંતાદિ જાણવા ૧૨, જંબુદ્રીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીતોદા નામની મહાનદીના દક્ષિણમાં ઉત્કૃષ્ટ પદે એ પ્રમાણે અરતાદિ જાણવા ૧૩. એમજ શીતોદાની ઉત્તરમાં પણ જાણવા ૧૪, ૬૩૮॥
જંબુદ્રીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ શીતા નામની મહાનદીના ઉત્તરમાં આઠ દીર્ઘ (લાંબા) વૈતાઢ્ય પર્વતો, આઠ તિમિશ્ર ગુફાઓ, આઠ ખંડપ્રપાત ગુફાઓ, આઠ કૃતમાલ દેવો, આઠ નૃત્યમાલક દેવો, આઠ ગંગાકુંડો, આઠ સિંધુકુંડો, આઠ ગંગા નદીઓ, આઠ સિંધુ નદીઓ, આઠ ૠષભકૂટ પર્વતો અને આઠ ૠષભકૂટના અધિષ્ઠાયક દેવો કહેલા છે.૧૫, જંબુદ્રીપમાં મેરુપર્વતની પૂર્વ દિશાએ શીતા નામની મહાનદીના દક્ષિણમાં આઠ દીર્ઘ વૈતાઢ્યો એમજ યાવત્ આઠ ૠષભકૂટના અધિષ્ઠાયક દેવો કહેલા છે. વિશેષ એ કે–અહિં રક્તા, રક્તવતી નદીઓ અને તેના જ કુંડો જાણવા (ગંગા–સિંધુ નહિં) ૧૬, જંબુદ્રીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીોદા નામની મહાનદીના દક્ષિણમાં આઠ દીર્ઘ વૈતાઢ્યો, યાવત્ નૃત્યમાલક દેવો, આઠ ગંગાકુંડો, આઠ સિંધુકુંડો, આઠ ગંગા નદીઓ, આઠ સિંધુ નદીઓ, આઠ ૠષભકૂટ પર્વતો અને આઠ ૠષભકૂટ પર્વતના અધિષ્ઠાયકદેવો કહેલા છે ૧૭. જંબુદ્વીપમાં મેરુપર્વતની પશ્ચિમ દિશાએ શીતોદા નામની મહાનદીના ઉત્તરમાં આઠ દીર્ઘ વૈતાઢ્યો, યાવત્ આઠ નૃત્યમાલક દેવો, આઠ રક્તકુંડો, આઠ રક્તવતી કુંડો, આઠ રક્તા નદીઓ, યાવત્ આઠ ૠષભકૂટના અધિષ્ઠાયક દેવો કહેલા છે ૧૮. I૬૩૯।। મેરુપર્વતની ચૂલિકા, બહુમધ્ય દેશ ભાગમાં આઠ યોજનની પહોળાઈથી કહેલી છે ૧૯. ।।૬૪૦।। ધાતકીખંડ દ્વીપમાં પૂર્વાર્ધને વિષે ધાતકી વૃક્ષ, આઠ યોજન પ્રમાણ ઊર્ધ્વ ઊંચપણે કહેલ છે. બહુમધ્ય દેશ ભાગમાં આઠ યોજન પહોળાઈથી અને સર્વાગ્રંથી સાતિરેક આઠ યોજન (૮૫) કહેલ છે અર્થાત્ બે ગાઉ પૃથ્વીમાં ઊંડો છે. એવી રીતે ધાતકી વૃક્ષથી આરંભીને તે જ જંબૂલીપ સંબંધી સઘળી વક્તવ્યતા કહેવી યાવત્ મેરુપર્વતની ચૂલિકા સુધી. એવી રીતે પશ્ચિમાદ્ધને વિષે પણ મહાધાતકી વૃક્ષથી આરંભીને યાવત્ મેરુની ચૂલિકા સુધી વક્તવ્યતા કહેવી. એમજ પુષ્કરવર દ્વીપાદ્ધમાં પણ પદ્મવૃક્ષથી આરંભીને યાવતુ મેરુની ચૂલિકા સુધી કહેવી, એ રીતે પુષ્કરવર દ્વીપાદ્ધના પશ્ચિમાદ્ધમાં પણ મહાપદ્મ વૃક્ષથી આરંભીને યાવત્ મેરુપર્વતની ચૂલિકા પર્યંત સઘળી વક્તવ્યતા કહેવી. ૬૪૧|| જંબુદ્રીપનામા–મેરુપર્વતના ભદ્રશાલવનને વિષે આઠ દિશાહસ્તિકૂટો કહેલા છે, તે આ પ્રમાણે—પદ્મોત્તર, નીલવાન્, સુહસ્તિ, અંજનગિરિ, કુમુદ, પલાશ, અવતંસક અને આઠમો રોચનિંગિર. ॥૧॥ ૧, જંબુદ્રીપ નામા દ્વીપની જગતિ (કોટ) આઠ યોજન ઊર્ધ્વ ઊંચપણે અને બહુ મધ્યદેશ ભાગમાં આઠ યોજન પહોળાઈ વડે કહેલી છે ૨. II૬૪૨ જંબુદ્વીપ નામા દ્વીપમાં મેરુપર્વતની દક્ષિણ દિશાએ મહાહિમવાનું નામા વર્ષધર પર્વત ઉપર આઠ કૂટો-શિખરો કહેલા છે, તે આ પ્રમાણે—સિદ્ધ, મહાહિમવાન્, હિમવાન્, રોહિત, હરિકૂટ, હરિકાંત, હરિવર્ષ અને વૈડૂર્યકૂટ ૧
248