________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने महापभराजर्षयः सिद्धकृष्णाग्रमहिष्याः वीर्यप्रवादवत्स्त्वाद्याः ६२५ - ६२७ सूत्राणि આકાશાસ્તિકાયના મધ્યપ્રદેશો જે છે તે 1રુચકપ્રદેશરૂપ જાણવા. જીવના પણ કેવલીસમુદ્ધાતમાં જે રુચકપ્રદેશમાં રહેલા તે જ જાણવા અને અન્યદા તો અવિચલ (અકંપ) આઠ પ્રદેશો છે તે મધ્ય પ્રદેશો જાણવા અને આ વર્તમાન (ચક્કર ખાતા) જલની જેમ નિરંતર ઉદ્દર્શન અને પરિવર્તનમાં તત્પર સ્વભાવવાળા જે શેષ પ્રદેશો છે તે અમધ્ય પ્રદેશો છે. II૬૨૪
જીવના મધ્ય પ્રદેશાદિ પદાર્થનું પ્રતિપાદન કરનારા તીર્થંકર સંબંધી વક્તવ્યતાને બે સૂત્ર વડે કહે છે—
अरह णं महापउमे अट्ठ रायाणो मुंडा भवित्ता अगारातो अणगारितं पव्वावेस्सति, तंजहा - पंउमं, पउमगुम्मं, સત્તિાં, નલિયુમ્ન, પડમાંત, ધનુદ્ધત, હં, ભરતૢ ↑ II સૂ॰ દ્દરII कण्हस्स णं वासुदेवस्स अट्ठ अग्गमहिसीओ अरहतो णं अरिट्ठनेमिस्स अंतितं मुंडा भवेत्ता अगारातो. अणगारितं पव्वतिता सिद्धाओ जाव सव्वदुक्खप्पहीणाओ, तंजहा
पउमावई य गोरी, गंधारी लक्खणा सुसीमा य। जंबवती सच्चभामा, रुप्पिणी कण्हग्गमहिसीओ२।।सू० ६२६।। वीरितपुव्वस्स णं अट्ठ वत्थू अट्ठ चूलिवत्थू पन्नत्ता ।। सू० ६२७।।
(મૂળ) મહાપદ્મ અરહંત-આવતી ચોવીશીમાં થનારા પ્રથમ તીર્થંકર આઠ રાજાઓને મુંડન-લોચ કરાવીને ગૃહવાસથી મૂકાવીને અણગારપણાને પ્રાપ્ત કરાવશે–દીક્ષા આપશે તે આ પ્રમાણે—પદ્મ, પદ્મગુલ્મ, નલીન, નલીનગુલ્મ, પદ્મધ્વજ, ધનુર્ધ્વજ, કનકરથ અને ભરત. ૧ ૬૨૫
કૃષ્ણવાસુદેવની આઠ અગ્રમહિષીઓ-મુખ્ય રાણીઓ અરહંત અરિષ્ટનેમિની સમીપે મુંડ થઈને, ગૃહવાસથી નીકળીને અણગારપણાને સ્વીકારીને સિદ્ધ થયેલ છે યાવત્ સર્વ દુઃખથી રહિત થયેલ છે, તે આ પ્રમાણે—પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુસીમા, જાંબુવતી, સત્યભામા અને રુકિમણી કૃષ્ણની અગ્રમહિષીઓ II૬૨૬॥
ત્રીજા વીર્યપ્રવાદપૂર્વની આઠ વસ્તુઓ-અધ્યયનવિશેષો અને આઠ ચૂલિકા વસ્તુઓ-પ્રાંતમાં સ્થાપેલ શિખરની જેમ અધ્યયનવિશેષો કહેલા છે. ।।૬૨૭।।
(ટી૦) 'અહા ।' મિત્યાવિ સુગમ છે. વિશેષ એ કે—'મહાપ૩મે' ત્તિ॰ મહાપદ્મ ભવિષ્યત્–આવતી ઉત્સર્પિણીમાં થનાર પ્રથમ તીર્થંક૨ શ્રેણિક રાજાનો જીવ આ સૂત્રમાં જ નવમા સ્થાનકમાં કહેવામાં આવનાર વૃત્તાંતવાળો સમજવો. 'મુંડા મવિત્ત' ત્તિ॰ મુંડ–લોચ કરાવીને ૬૨૫॥
કૃષ્ણની અગ્રમહિષી સંબંધી વક્તવ્યતા તો અંતગડદશાંગસૂત્રથી જાણવી, તે આ પ્રમાણે દ્વારકાવતીમાં કૃષ્ણવાસુદેવ હતો. તેની પદ્માવતી વગેરે ભાર્યાઓ હતી. અરિષ્ટનેમિ ભગવાન્ ત્યાં પધાર્યા. પરિવાર સહિત કૃષ્ણ’અને પદ્માવતી પ્રમુખ દેવીઓ ભગવંતને સેવતા હતા. ભગવાને તો તેઓને ધર્મ કહ્યો. ત્યાર પછી કૃષ્ણ વંદન કરીને બોલ્યા-હે ભગવન્! બાર યોજનની લાંબી અને નવ યોજનની પહોળી, ધનપતિ (વૈશ્રમણ) દેવે બનાવેલી, પ્રત્યક્ષ દેવલોકભૂત આ દ્વારકાવતી નગરીનો વિનાશ કોના મૂલ–નિમિત્તથી થશે? ત્રિભુવનગુરુ ભગવાન્ બોલ્યા-સુરા (દારુ) અને અગ્નિદ્વીપાયન મુનિના મૂલ (કારણ)થી થશે. એમ સાંભળીને મધુમથન (કૃષ્ણ) મનમાં એમ ચિંતવવા લાગ્યા કે– પ્રદ્યુમ્ન વગેરે જેઓએ દીક્ષા લીધી તેઓને ધન્ય છે,
હું અધન્ય છું, ભોગમાં સૂચ્છિત છું તેથી દીક્ષા લેવા માટે શક્તિમાન થતો નથી. ત્યારે કૃષ્ણ પ્રત્યે પ્રભુ બોલ્યા-હે કૃષ્ણ!
વાસુદેવો દીક્ષા ગ્રહણ કરે તેવો અર્થ (વૃત્તાંત) થતો નથી, કારણ કે (પૂર્વે) નિદાન કરેલ હોવાથી તેઓને (દીક્ષા ઉદયમાં આવતી નથી). ત્યારે કૃષ્ણ બોલ્યા-હે ભગવાન! હું ક્યાં ઉત્પન્ન થઈશ? ભુવનના વિભુ બોલ્યા-દ્વારિકાપુરીનો દાહ થયે છતે પાંડુમથુરાપુરી પ્રત્યે ચાલતાં કોશાંબનામા કાનન (જંગલ) માં વડની ડાળ નીચે સૂતેલ (તું) જરાકુમાર નામના ભાઈથી બાણ વડે પાદ (પગ) માં વીંધાઇશ. કાલ કરીને વાલુકાપ્રભા (ત્રીજી નરક) માં ઉત્પન્ન થઈશ. એ પ્રમાણે સાંભળીને યદુનંદન દર્દીન
1. જંબુદ્રીપના મેરુના આઠ રુચક્રપ્રદેશ કે જ્યાંથી દિશાઓનું પરિણામ ગણાય છે.
242