________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने आचार्यालोकचयोर्गुणाः प्रायश्चित्तं मदाः ६०४-६०६ सूत्राणि ઘરે, તે ૨ | હૂ૦ ૬૦જા. अट्ठविहे पायच्छित्ते पन्नत्ते, तंजहा-आलोयणारिहे, पडिक्कमणारिहे, तदुभयारिहे, विवेगारिहे, विउस्सग्गारिहे, तवारिहे, छेयारिहे, मूलारिहे ।। सू० ६०५।। अट्ठ मतहाणा पन्नत्ता, तंजहा–जातिमते, कुलमते, बलमते, रूवमते, तवमते, सुत्तमते, लाभमते, इस्सरितमते // સૂ૦ ૬૦૬ાા (મૂ૦) આઠ સ્થાન-ગુણ વડે સંપન્ન અણગાર, આલોચના આપવાને માટે યોગ્ય હોય છે, તે આ પ્રમાણે-જ્ઞાનાદિ પાંચ
આચારવાળો ૧, આલોચનાના અતિચારોને ધારવાવાળો ૨, આગમ વગેરે પાંચ વ્યવહારના સ્વરૂપને જાણવાવાળો ૩, જે લજ્જાથી અતિચારને આલોવે નહિ તેને લજ્જા મૂકાવનારો ૪, પ્રકર્ષથી શુદ્ધિ કરાવનારો ૫, આલોચના કરનારના દોષોને સાંભળીને બીજા આગળ નહિ પ્રકાશવાવાળો ૬, જેમ શિષ્ય તપને સંપૂર્ણ કરી શકે તેમ પ્રાયશ્ચિત્ત તપને દેવાવાળો ૭, સારી રીતે આલોચના ન કરવાથી થતા અનર્થોને બતાવનારો ૮-આઠ સ્થાન-ગુણ વડે સંપન્ન અણગાર, આલોવવા માટે યોગ્ય થાય છે, તે આ પ્રમાણે–જાતિસંપન્ન-ઉત્તમ જાતિમાં જન્મેલો ૧, કુલસંપન્ન ૨, વિનયસંપન્ન ૩, જ્ઞાનસંપન્ન ૪. દર્શનસંપન્ન ૫, ચારિત્રસંપન્ન ૬, ક્ષમાવાળો , અને દાંત-ઈન્દ્રિયોને દમનારો.' //૬૦૪|| આઠ પ્રકારે પ્રાયશ્ચિત્ત કહેલ છે, તે આ પ્રમાણે–ગુરુ સમક્ષ નિવેદન કરવાથી જે પાપની શુદ્ધિ થાય તે આલોચનાને યોગ્ય ૧, મિથ્યાદુષ્કત આપવાથી જે પાપની શુદ્ધિ થાય તે પ્રતિક્રમણને યોગ્ય ૨, આલોચના અને પ્રતિક્રમણ બન્નેથી જે પાપની શુદ્ધિ થાય તે તદુભયયોગ્ય ૩, લીધેલ આધાકર્માદિ આહારનો ત્યાગ કરવાથી જે શુદ્ધિ થાય તે વિવેકને યોગ્ય ૪, દુઃસ્વપ્નાદિ વડે થયેલ પાપની જે કાયોત્સર્ગ કરવાથી શુદ્ધિ થાય તે વ્યુત્સર્ગને યોગ્ય ૫, પૃથ્વી વગેરેના સંઘટ્ટાથી થયેલ દોષની જે નીવી વગેરે તપથી શુદ્ધિ થાય તે તપને યોગ્ય ૬, ઘણા અતિચારને લગાડવાથી તપ કરવામાં અશક્ત સાધુના શ્રમણપયાનો છેદ કરવા વડે જે શુદ્ધિ થાય તે છેદને યોગ્ય ૭, પંચદ્રિયનો વધ વગેરેથી મૂલ (મહાવ્રત) ગુણનો ઘાત થવાથી ફરીને મહાવ્રતનું આરોપણ કરવા વડે જે પાપની શુદ્ધિ થાય તે મૂલને યોગ્ય. //૬૦૫// આઠ મદના સ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે–જાતિનો મદ તે પૂર્વભવમાં હરિકેશી મુનિએ કર્યો તેથી ચંડાલના કુલમાં ઉપન્યા ૧, કુલનો મદ, મહાવીરસ્વામીના જીવે મરિચીના ભવમાં કર્યો, તેથી બ્રાહ્મણીની કુખે ઉપન્યા ૨, બલનો મદ, શ્રેણિક રાજાએ કર્યો, તેથી નરકનું આયુષ્ય બાંધ્યું ૩, રૂપનો મદ, સનકુમાર ચક્રવર્તીએ કર્યો તેથી કાયા વિણસી ૪, તપનો મદ-કૂરગડુક મુનિએ પૂર્વભવમાં કરેલ જેથી એક પારસી માત્ર પણ તપ કરી શક્યા નહિ પ, શ્રુતનો મદ, સ્થૂલભદ્ર મુનિએ કર્યો, જેથી ગુરુએ ઉપરના ચાર પૂર્વ ભણાવવાનો નિષેધ કર્યો, સંઘના આગ્રહથી મૂલ પાઠ માત્ર ચાર પૂર્વ ભણાવ્યા ૬, લાભમદ, સુભૂમ ચક્રવર્તીએ કર્યો જેથી સમુદ્રમાં સૈન્ય સહિત ડૂબી મૂવો, અને ઐશ્વર્યમદ, દશાર્ણભદ્ર કર્યો, જેથી ઇદ્ર તેનું માનભંગ કર્યું પરંત દીક્ષા ગ્રહણ કરી આત્માને નિસ્તાર્યો. આ આઠે
મદમાંથી જે કોઈ પણ એક જાત્યાદિ મદ કરે તે જાત્યાદિ હીન મેળવે. //૬૦૬//. (ટી) "પદી' ત્યાદ્રિ સુગમ છે. વિશેષ એ કે
आयरवमायारं, पंचविहं मुणइ जो अ आयरइ । आहारवमववहारे, आलोएंतस्स तं सव्वं ॥१२।।
'માયારવં' તિ જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારવાળા જ્ઞાનક્રિયાથી યુક્ત ૧, 'આહીરવં' તિ, અવધારણવાળોઆલોચના કરવાવાળાએ નહિ આલોચેલ અતિચારોનો નિશ્ચય કરનાર (૧૨) ૨.
226