________________
८ स्थानकाध्ययने आचार्यालोकचयोर्गुणाः प्रायश्चित्तं मदाः ६०४-६०६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ સાવધાનતા-૧, અસંપગ્રહ-આત્માને જાતિ વગેરેના અહંકારરૂપ આગ્રહનું વર્જવું ૨, અનિયતવૃત્તિ-અનિયત વિહાર ૩, વૃદ્ધશીલતા–શરીર અને મનથી નિર્વિકારતા ૪. (૧) એવી રીતે શ્રુતસંપ તે પણ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–બહુશ્રુતતાયુગપ્રધાન આગમતા અર્થાત્ જે યુગમાં જેટલા આગમો મોજૂદ હોય તે આગમોનું પારગામીપણું ૧, પરિચિતસૂત્રતા ૨, સ્વસમયાદિ ભેદથી વિચિત્રસૂત્રતા ૩, ઉદાત્તાદિના વિજ્ઞાનથી ઘોષ (ઉચ્ચાર) ની વિશુદ્ધિ કરવાપણું ૪. (૨) શરીરની સંપત્ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–આરોહપરિણાહયુક્તતાયોગ્ય લંબાઈ અને પહોળાઈ ૧, અનવત્રપતા-અલજ્જનીય અંગપણું ૨, પરિપૂર્ણ ઇન્દ્રિયપણું ૩, સ્થિર સંહનનપણું ૪. (૩) વચનસંપત્ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે—આદેયવચનતા ૧, મધુર વચનતા ૨, અનિશ્રિતવચનતા અર્થાત્ મધ્યસ્થપણું ૩, અસંદિગ્ધવચનતા-નિસંદેહ વચનતા ૪. (૪) વાચનસંપત્ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–શિષ્યની યોગ્યતા જાણીને ઉદેશન કરવું ૧, પાકી બુદ્ધિવાળો શિષ્ય જાણીને સમુદેશન કરવું ૨, પરિનિર્વાખવાચના-પૂર્વે આપેલ આલાપકોને પરિપક્વ કરાવીને શિષ્યને ફરીથી સૂત્ર આપવું ૩, અર્થનિર્માપણા-પૂર્વાપરની સંગતિ વડે અર્થની ગમનિકા-વિચારણા કરાવવી ૪. (૫) અતિસંપતું, અવગ્રહ, ઇહા, અપાય અને ધારણાના ભેદથી ચાર પ્રકારની છે ૬, પ્રયોગસંપત્ ચાર પ્રકારે છે. અહિં પ્રયોગ એટલે વાદનો વિષય, તેમાં વાદાદિ સામર્થ્યના વિષયમાં પોતાની શક્તિનું પરિજ્ઞાન ૧, પુરુષપરિજ્ઞાન-વાદી વગેરેનો કયો નય (મત) છે તેનું જ્ઞાન ૨, ક્ષેત્રનું પરિજ્ઞાન ૩, વસ્તુનું પરિજ્ઞાન. અહિ વસ્તુ એટલે વાદના સમયમાં રાજા, અમાત્ય વગેરેનું જ્ઞાન ૪. (૭) સંગ્રહપરિજ્ઞા-સંગ્રહ-સ્વીકારવું તેમાં પરિજ્ઞાજ્ઞાનનામા આઠમી સંપતું, તે ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે—બાલાદિને યોગ્ય ક્ષેત્રના વિષયવાળી ૧, પીઠ ફ્લકાદિના વિષયવાળી ૨, યથાસમયે સ્વાધ્યાય અને ભિક્ષાના વિષયવાળી ૩, તથા યથોચિત વિનયના વિષયવાળી છે. ૪. (૮) ૬૦૧//
આચાર્યો જ ગુણરૂપ રત્નોના નિધાનભૂત છે માટે નિધાનના પ્રસ્તાવથી નિધિના વ્યતિકરને કહે છે–' ત્યાદિ એક એક મહાનિધિ, અષ્ટચક્રવાલપ્રતિષ્ઠાન-આઠ ચક્રની ઉપર રહેલો છે મંજૂષાની માફક. તેનું સ્વરૂપ આ પ્રમાણે–
नवजोयणवित्थिन्ना बारसदीहा समूसिया अट्ठ । जक्खसहस्सपरिवुडा, चक्कट्ठपइट्ठिया नव वि ।।११।। આ નવ યોજનાના વિસ્તારવાળા (પહોળા), બાર યોજનાના લાંબા, આઠ યોજનના ઊંચા, એક હજાર યક્ષ વડે પરવરેલા (અધિષ્ઠિત) અને આઠ ચક્રના આધારે રહેલા નવે નિધાનો છે. (૧૧) ૬૦૨||
દ્રવ્યનિધાનની વક્તવ્યતા કહી, હવે ભાવનિધાનભૂત સમિતિના સ્વરૂપને કહે છે–'અટ્ટ સમિ' ત્યાદ્રિ સમ્યક્રસારી રીતે ઇતિ-પ્રવૃત્તિ તે સમિતિ, ઈ-ગમનમાં સમિતિ-ચક્ષુના વ્યાપારપૂર્વક (સાવધાનપણે) પ્રવૃત્તિ તે ઈસમિતિ ૧, એવી રીતે ભાષામાં નિરવઘ ભાષણથી ભાષાસમિતિ ૨, એષણામાં ઉદ્ગમ વગેરે (૪૨) દોષોને વર્જવાથી એષણાસમિતિ ૩, આદાન-લેવામાં ભાડમાત્રા-ઉપકરણ માત્રાની અથવા ભાડ-વસ્ત્રાદિ ઉપકરણની કે માટીમય પાત્રની અને માત્ર-સાધુના ભાજનવિશેષની નિક્ષેપણા-મૂકવામાં સારી રીતે પ્રત્યપ્રેક્ષિત-જોયેલ, અને સારી રીતે પ્રમાર્જેલ ક્રમ વડે સમિતિ ૪, ઉચ્ચારવડીનીત, પ્રશ્રવણ-લઘુનીત, ખેલ (ઘૂંક), સિંઘાન અને જલ (મેલ) ને પરઠવવામાં સમિતિ-સ્પંડિલની વિશુદ્ધિ વગેરેના ક્રમથી કરવી તે, તેમાં ખેલ-ઘૂંક, સિંધાન-નાસિકાનો શ્લેષ્મ (લીંટ) , મનની કુશલતામાં મનસમિતિ ૬, અકુશલ વચનના નિરોધમાં વચનની સમિતિ ૭ અને સ્થાનાદિ-કાયોત્સર્ગાદિમાં કાયાની સમિતિ જાણવી ૮. II૬૦૩||
સમિતિઓને વિષે અતિચાર વગેરેમાં આલોચના દેવી જોઈએ, માટે આલોચના કરાવનાર આચાર્ય, આલોચના કરનાર સાધુ અને પ્રાયશ્ચિત્તના સ્વરૂપને કહેવા માટે ત્રણ સૂત્રને કહે છે– अट्टहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहति आलोतणं पडिच्छित्तते, तंजहा–आयारवं, आहारवं, ववहारवं, ओवीलए, पकुव्वते, अपरिस्साती, निज्जवते, अवातदंसी १ । अद्वहिं ठाणेहिं संपन्ने अणगारे अरिहति अत्तदोसमालोइत्तए, तंजहा–जातिसंपन्ने, कुलसंपन्ने, विणयसंपन्ने, णाणसंपन्ने, दंसणसंपन्ने, चरित्तसंपन्ने,
225